Book Title: Patanjal Yogdarshan
Author(s): Rajveer Shastri
Publisher: Darshan Yog Mahavidyalay

View full book text
Previous | Next

Page 394
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir योगादेव तु कैवल्यम् 'દર્શનયોગ મહાવિધાલયા સંક્ષિપ્ત પરિચય ) માનવ સમાજમાં સુખ, શાંતિ, પ્રેમ અને એકતાની સ્થાપના માટે વેદ અને ઋપિયોના મંતવ્યોને આધાર બનાવી મહર્ષિ દયાનન્દ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના કરી અને સમાજનાં વૈદિકીકરણ માટે શિક્ષા, સંસ્કૃતિ, સભ્યતા, આચાર અને વ્યવહાર સંબંધિત એક મહત્વપૂર્ણ યોજનાની રૂપરેખા આપણી સામે પોતાના ગ્રંથોમાં રજૂ કરી. આ યોજના પ્રમાણે આર્યસમાજની સ્થાપના પછી હજારો ત્યાગી, તપસ્વી, નિઃસ્વાર્થી, સંન્યાસીઓ, વિદ્વાનો, ઉપદેશકોએ અનેક પ્રકારના કષ્ટો વેઠીને દેશ-વિદેશમાં વૈદિક ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો. પરિણામે ઠેર ઠેર આર્યસમાજોની સ્થાપના થઈ અને લાખો મનુષ્યો સત્ય ધર્મને જાણીને આર્ય બન્યા. આ જ પરંપરામાં અમદાવાદ-દહેગામ-મોડાસા માર્ગ ઉપર, અમદાવાદથી આશરે ૬૫ કી.મી. દૂર રોજડ ગામ પાસેના આર્યવન વિકાસ ફાર્મ (પો. સાગપુર, જિ. સાબરકાંઠા-૩૮૦૩૦૭) માં ચૈત્ર શુકલ પ્રતિપદા (ચૈત્ર સુદ એકમ) સં. ૨૦૪૩ (૧૦ એપ્રિલ, ૧૯૮૬) ના દિવસે દર્શન યોગ મહાવિદ્યાલયની સ્થાપના શ્રી સ્વામી સત્યપતિ પરિવ્રાજક દ્વારા કરવામાં આવી. વર્તમાનમાં આ વિદ્યાલય આર્યવન વિકાસ ફાર્મ ટ્રસ્ટના અધિકારીઓ તથા અન્ય અનેક સજ્જનોના સહયોગથી ઉત્તરોત્તર ઉન્નતિના માર્ગે આગળ વધી રહ્યું છે. વિદ્યાલયના ઉદ્દેશ્યો અને પ્રયોજનો નીચે મુજબ છે. - ( ઉદેશ્ય ) ૧. મહર્ષિ પતંજલિ પ્રણીત અષ્ટાંગયોગની પદ્ધતિથી ઉચ્ચ સ્તરના યોગ પ્રશિક્ષકો તૈયાર કરવા, કે જે દેશ-વિદેશમાં પ્રચલિત મિથ્યાયોગના સ્થાન પર સત્યયોગનું પ્રશિક્ષણ આપી શકે. ૨. વિશિષ્ટ યોગ્યતાવાળા વૈદિક-દાર્શનિક વિદ્વાનોનું નિર્માણ કરવું, કે જે સાર્વભૌમિક, યુક્તિયુક્ત, અકાટ્ય, વૈજ્ઞાનિક, શાવિત વૈદિક સિદ્ધાંતોનું ૩૮૮ યોગદર્શન For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401