________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધયતા તત્ર દેવ ધ્યાનનંવિનંત ટુવાનાશય” આ વ્યાસભાયમાં પાંચ પ્રકારથી ચિત્તનું નિર્માણ બતાવ્યું છે. જે ચિત્ત ધ્યાનથી ઉત્પન્ન થાય છે, તે વાસનારહિત હોય છે. અહીં ધ્યાનનમ્ પદથી એ અભિપ્રાય નથી કે યોગી ધ્યાન બળથી પરમાણુઓને લઈને નવું ચિત્ત બનાવી લે છે. પરંતુ ધ્યાનના અભ્યાસથી તે પરમાત્માનિર્મિત ચિત્તને જ વાસનારહિત બનાવી લે છે. આ પ્રકારે સર્વત્ર જાણવું જોઈએ.”
આમાં ઋષિ દયાનંદજીનું પ્રમાણ જાઓ -ભલે ગમે તેટલો સિદ્ધ યોગી હોય તો પણ શરીર વગેરેની રચનાને પૂર્ણતાથી નથી જાણી શકતો.” (સ.પ્ર. ૧૨મોસમુ)...જ્યારે જ્ઞાન જ નથી કરી શકતો તો પછી ફરી શરીર અને ચિત્તનાં પરમાણુઓથી નિર્માણ કદાપિ નથી કરી શકતો. ફરીથી ઋષિ દયાનંદજી (સત્યાર્થ પ્રકાશમાં) લખે છે કે – જેમ તમે અને અમે સાકાર અર્થાત શરીરધારી છીએ, તેનાથી ત્રસરેણું, અણુ, પરમાણુ અને પ્રકૃતિને પોતાના વશમાં નથી લાવી શકતા, તે જ રીતે સ્થૂળ દેહધારી પરમેશ્વર પણ તે સૂક્ષ્મ પદાર્થોથી સ્થૂળ જગત નથી બનાવી શકતો.” [આનાથી એ સ્પષ્ટ થઈ જાય છે જેમ - જો પરમાત્મા પણ દેહધારી થઈ જાય તો તે પ્રકૃતિ આદિને પોતાના વશમાં લાવીને સૂર્ય વગેરે ભૂગોળો તથા શરીરોની રચના નથી કરી શકતા, તો પછી શરીરધારી યોગી...પરમાણુઓથી નવાં શરીર અને ચિત્તની રચના કેવી રીતે કરી શકે ? ઋષિ (આમ પુરુષ હોવાથી યથાર્થવાદી હતા) એ કહ્યું કે - “તમે અને અમે પરમાણુ ઓથી સૃષ્ટિની રચના નથી કરી શકતા.” જો ઋષિ એમ માનતા હોત કે યોગી કરી શકે છે, તો તેઓ જરૂરથી સ્વીકાર કરતા ફરીથી ઋષિ લખે છે –* નિમિત્ત કારણ બે પ્રકારનાં છે - એક બધી જ સૃષ્ટિને કારણ (પ્રકૃતિ)થી બનાવવી, ધારણ કરવી, પ્રલય કરવો તથા બધાંની વ્યવસ્થા રાખનારું મુખ્ય નિમિત્ત કારણ, પરમાત્મા. બીજાં પરમેશ્વરની સૃષ્ટિમાંથી પદાર્થોને લઈને અનેકવિધ કાર્યાન્તર બનાવનારું સાધારણ નિમિત્તકારણ જીવ.”
(સ.પ્ર. ૮મો સમુ.) એમાં ઋષિજીએ બતાવ્યું છે કે મુખ્ય નિમિત્ત કારણ પરમેશ્વર છે. તેમની બનાવેલી વસ્તુઓથી લઈને જીવ બીજી વસ્તુઓનું નિર્માણ કરે છે, પરમાણુઓને લઈને નવાં શરીર વગેરે નથી બનાવતો. (પ્રશ્ન) જે અનેક શરીરો ધારણ કરવાની વાત યોગીના વિષયમાં આવે છે, તેનો શું અભિપ્રાય છે? (ઉત્તર) તેનો અભિપ્રાય એ છે કે યોગીના જ્ઞાન, બળ વગેરેથી અનેક મનુષ્યો, પશુ-પક્ષીઓનું પાલન-પોપણ થાય છે. જેમ કે ઋષિ દયાનંદજીના જ્ઞાન...થી હજારો મનુષ્યો તથા પશુ-પક્ષીઓનું રક્ષણ થયું. (કેમ કે) એક યોગીના જ્ઞાનથી અજ્ઞાનનો નાશ અને જ્ઞાનની વૃદ્ધિ, અસત્ય, અજ્ઞાન, અન્યાયનો નાશ, સત્યની વૃદ્ધિ, વેરનો પરિત્યાગ અને પ્રેમનો વિકાસ થાય છે... આ જ કારણથી યોગીને અનેક પ્રાણીઓનાં શરીર ધારણ કરનારો કહ્યો છે. તેનો અભિપ્રાય એ નથી કે યોગી અનેક મનુષ્યો તથા પશુ-પક્ષીઓનાં શરીરોનું ધારણ અર્થાત્ તેમને બનાવીને તેમનાથી વ્યવહારની સિદ્ધિ કરે છે... કેમ કે ઋષિ દયાનંદજી એ
યોગદર્શન
૩૮)
For Private and Personal Use Only