________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોવાથી બધા જ તેની સમીપ છે, એટલા માટે “સામીપ્ય' મુક્તિ પણ સ્વતઃ સિદ્ધ છે. સનુક્ય જીવ ઈશ્વરથી બધી જ રીતે નાનો અને ચેતન હોવાથી સ્વતઃબંધુવત્ છે. તેનાથી સાનુજ્ય' મુક્તિ પણ પ્રયત્ન વિના જસિદ્ધ છે. અને બધા જીવ સર્વવ્યાપક પરમાત્મામાં વ્યાપ્ય હોવાથી સંયુક્ત છે. એનાથી “સાયુજય' મુક્તિ પણ સ્વતઃ સિદ્ધ છે... આ મુક્તિઓ નથી પરંતુ એક પ્રકારનાં બંધન છે. કેમ કે એ લોકો શિવપુર, મોક્ષશીલા, ચોથુ આસમાન, સાતમુ આસમાન, શ્રીપુર, કૈલાસ, વૈકુંઠ, ગોલોકને એકદેશમાં સ્થાન-વિશેષ માને છે. જે તે સ્થાનોથી જુદા પડીએ તો મુક્તિ છૂટી જાય... મુક્તિ તો એ જ છે કે જ્યાં ઈચ્છા હોય ત્યાં ફરો, કયાંય અટકો નહીં. ન ભય, ન શંકા, ન દુઃખ થાય.
(સ.પ્ર. ૯મો સમુલ્લાસ) - આ પૂર્વ ઉદ્ધત મહર્ષિ દયાનંદની સત્ય માન્યતાઓની સંગતિયોગદર્શનથી અક્ષરે અક્ષર મળે છે. યોગ દર્શનમાં પણ કોઈ એક સ્થાનને મોક્ષ તરીકે સ્વીકાર નથી કર્યું.
પરિશિષ્ટ (ગ). યોગ દર્શનમાં મનને પ્રકૃતિનો વિકાર હોવાથી અચેતન માન્યું છે - (૧) મહર્ષિ દયાનંદની માન્યતા: - યોગીરાજ મહર્ષિ દયાનંદે મનને સૂક્ષ્મ શરીરનું એક ઘટક માનતાં ઘણું જ સ્પષ્ટ રૂપે એ લખ્યું છે કે મને જડ છે ચેતન નથી. મહર્ષિનાં કેટલાંક વચન જુવો - (૧) “ત્રણ શરીર છે. - એક સ્થળ.. બીજું પાંચ પ્રાણો, પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ સૂક્ષ્મભૂતો (તન્માત્રાઓ) અને મન તથા બુદ્ધિ આ સત્તર (૧૭) તત્ત્વોના સમુદાયને “સૂક્ષ્મશરીર” કહે છે. આ સૂક્ષ્મશરીર જન્મ મરણ વગેરેમાં જીવની સાથે રહે છે. તેના બે ભેદ છે - એક ભૌતિક અર્થાત્ જે સૂક્ષ્મભૂતોના અંશથી બન્યું છે. બીજું સ્વાભાવિક કે જે જીવના સ્વાભાવિક ગુણ રૂપ છે. આ બીજું અભૌતિક શરીર મુક્તિમાં પણ રહે છે.”
(સ. પ્ર. ૯મો સમુલ્લાસ) (૨) “દેહ અને અંતઃકરણ જડ છે, તેમને ઠંડી-ગરમીની પ્રાપ્તિ અને ભોગ નથી... એવી રીતે પ્રાણ પણ જડ છે.... તે જ રીતે મન પણ જડ છે, ન તો તેને હર્ષ કે ન તો શોક થઈ શકે છે. પરંતુ મનથી હર્ષ, શોક, સુખ, દુઃખનો ભોગ જીવ કરે છે.
(સ. પ્ર. ૯મો સમુલ્લાસ) (૩) મહર્ષિ દયાનંદે પ્રકૃતિનું લક્ષણ તથા પ્રકૃતિના વિકારોને લખતાં સ્પષ્ટરૂપે મનને પ્રકૃતિનો વિકાર સ્વીકાર કર્યો છે.
“સત્ત્વ) શુદ્ધ (રન્ન :) મધ્ય (તમ ) જાણ્ય અર્થાત્ જડતા, ત્રણ વસ્તુ મળીને જે એક સંઘાત છે, તેનું નામ પ્રકૃતિ છે. તેનાથી મહત્તત્ત્વ બુદ્ધિ, તેનાથી અહંકાર, તેનાથી પાંચ તન્માત્રા (સૂક્ષ્મ) અને દશ ઈદ્રિયો તથા અગીયારમું મન, પાંચ તન્માત્રાઓથી પૃથ્વી આદિ પાંચ ભૂત એ ચોવીસ અને પચ્ચીસમો પુરુષ અર્થાત જીવ અને પરમેશ્વર ૩૮૪
- યોગદર્શન
For Private and Personal Use Only