________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. તેમનામાં પ્રકૃતિ અવિકારિણી અને મહત્તત્ત્વ, અહંકાર તથા પાંચ સૂક્ષ્મભૂત પ્રકૃતિનાં કાર્ય અને ઈદ્રિયો, મન તથા સ્થૂળભૂતોનું કારણ છે.” (સ. પ્ર. ૮મો સમુલ્લાસ)
આટલો સ્પષ્ટ ઉલ્લેખ અનેક સ્થાનો પર હોવા છતાં પણ આર્ય જગતના કેટલાક વિદ્વાન તથા સંન્યાસી મનને જડ ન માનીને ચેતન જ માની રહ્યા છે. તેઓએ યોગદર્શનકાર તથા ભાખ્રકારનાં નીચેનાં વચનો પર વિચાર કરવો જોઈએ. યોગદર્શન તથા વ્યાસ ભાષ્યની માન્યતા - (૧) વિત્ત દિ પ્રથા-પ્રવૃત્તિ-સ્થિતિ શીતત્વા ત્રિશુળા (યો. ૧ર વ્યાસ) અર્થાત્ ચિત્ત (મન) સત્ત્વ, રજસ તથા તમસ ગુણોના સ્વભાવવાળુ હોવાથી ત્રિગુણી છે. આ વ્યાસ-ભાખની વ્યાખ્યામાં શ્રી ૫ આર્યમુનિજી તથા શ્રી સ્વામી બ્રહ્મમુનિજી પરિવ્રાજક પણ મનને પ્રકૃતિનું પરિણામ હોવાથી ત્રિગુણાત્મક સ્વીકાર કર્યું છે. (૨) વ્યાસ ભાખમાં ચિત્તને સ્પષ્ટરૂપથી અચેતન લખ્યું છે - યોગદર્શનના (૪/૨૩) સૂત્રના વ્યાસ-ભાગ્યમાં લખ્યું છે કે - મનોfટ. ચેતનાતનસ્વરૂપાપન विषयात्मकमप्यविषयात्मकम् अचेतनं चेतनमिव स्फटिकमणिकल्पं सर्वार्थमित्युच्यते તને વિત્તીર્ણ થતા વિદ્વ વેતનપત્યાહુ .... અનુકંપનીયા”
અર્થાતું મનદ્રષ્ટા=આત્મા અને દશ્ય વિષયથી સંયુક્ત થયેલા વિષય-વિષયીના આકાર જેવું ચેતન-અચેતન સ્વરૂપને પ્રાપ્ત થયેલ તથા વિપયરૂપ થતું હોવા છતાં પણ અવિષયરૂપ જેવું, અચેતન હોવા છતાં પણ ચેતન જેવું, સ્ફટિક મણિની સમાન સર્વાર્થ કહેવાય છે... આ ચિત્તના સ્વરૂપથી ભ્રાન્ત થયેલા કેટલાક લોકો મનને જ ચેતન કહેવા લાગે છે. એવી વ્યક્તિઓ દયાને યોગ્ય છે. (૩) મનને ચેતન માનનારા અવિદ્યાગ્રસ્ત છે
મનને જીવાત્માનું સાધન અચેતન માનતાં (યો. ૨/૫) સૂત્રના ભાખમાં વ્યાસ મુનિ તે લોકોને સ્પષ્ટ રૂપથી અવિદ્યાગ્રસ્ત કહે છે કે જે અચેતન મનને ચેતન કહેવાનું સાહસ કરે છે. વ્યાસમુનિ લખે છે કે – “તથાનાત્મવાત્મરાતિ : પુરુષોપર વા મનસ-નાત્મયાત્મરતિનિતિ અર્થાત્ અનાત્મ=અચેતન પદાર્થોમાં આત્મબુદ્ધિ કરવી એ ચોથા પ્રકારની અવિદ્યા છે. જેમ અચેતન શરીરમાં આત્મબુદ્ધિ કરવી અવિદ્યા છે, તે જ રીતે જીવાત્માના સાધન ભૂત મનમાં આત્મબુદ્ધિ કરવી અવિદ્યા છે. (૪) મન પ્રકૃતિનો વિકાર છે - મનસ્તત્ત્વની રચના બતાવતાં યોગદર્શનના (૨/૧૯) સૂત્રના વ્યાસ ભાગ્યમાં લખ્યું છે કે – तथा श्रोत्रत्वक् बुद्धिन्द्रियाणि वाकपाणि...कर्मेन्द्रियाणि एकादशं मन : सर्वार्थम् "તામતીન્નક્ષણાવિશેષ વિશેષા” અહીંયા વ્યાસ મુનિએ સ્પષ્ટરૂપે મનને પ્રકૃતિનું કાર્ય બતાવતાં લખ્યું છે કે પ્રકૃતિ મૂળ ઉપાદાન કારણ છે. તેનો પ્રથમ વિકાર મહત્તત્ત્વ છે. મહત્તત્ત્વનો વિકાર અહંકાર (અસ્મિતા) છે. અને અસ્મિતાનો વિકાર
પરિશિષ્ટ
૩૮૫
For Private and Personal Use Only