________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસત્યની તો ત્યાં ગંધ પણ નથી હોતી.”
પતંજલિજી...અસંપ્રજ્ઞાત સમાધિને પ્રાપ્ત કરનારા મનુષ્યોની યોગ્યતા બતાવે છે - “તત્પરં પુરુષ તેનુવૈતૃળ્યમ્' (યો. ૧/૧૬) અર્થાત્ તત્પર તે ઉત્કૃષ્ટ વૈરાગ્ય છે, જેમાં પુરુષજીવ અને ઈશ્વરનું પરિજ્ઞાન થવાથી પ્રકૃતિ=સત્ત્વગુણ, રજોગુણ, તમોગુણથી પણ જીવની આસક્તિ હટી જાય છે. અને પહેલી સંપ્રજ્ઞાત સમાધિની પરિપકવ અવસ્થા પ્રાપ્ત કરીને તથા આત્મા પરમાત્માનું વાસ્તવિક જ્ઞાન થવાથી પરવૈરાગ્ય દ્વારા અસંપ્રજ્ઞાત સમાધિની સિદ્ધિ થાય છે. એટલા માટે ‘ભવપ્રત્યય' અને ‘ઉપાયપ્રત્યય' નામક અસંપ્રજ્ઞાત સમાધિઓની પ્રાપ્તિનો ઉપાય ઈશ્વર, જીવ અને પ્રકૃતિનું વાસ્તવિક જ્ઞાન અને પરવૈરાગ્ય છે.
શ્રી વાચસ્પતિજીની આ વ્યાખ્યા બરાબર નથી કે જે પ્રકૃતિનાં મહત્તત્ત્વ વગેરે જડ પદાર્થોને આત્મા સમજીને તેમની ઉપાસના કરે છે, તેઓ મુક્તિ જેવો અનુભવ કરે છે. કેમ કે આ અવિદ્યા હોવાથી પતંજલિ વગેરે ઋષિઓની વિરૂદ્ધ તો છે જ પરંતુ એ વેદની પણ વિરૂદ્ધ છે. વેદમાં કહ્યું છે કે –
अन्धतम : प्रविशन्ति येऽसंभूतिमुपासते। તતો “ય રૂવ તો તમો ય૩ પૂત્યાં તા: ૫ (યજુ. ૪૦/૯).
આ વેદમંત્રમાં એ બતાવ્યું છે કે જે લોકો પ્રકૃતિની ઉપાસના કરે છે, તેઓ અજ્ઞાનને પ્રાપ્ત થઈને ક્લેશોને ભોગવે છે. અને જે પ્રકૃતિનાં કાર્ય મહત્તત્ત્વ, અહંકાર, તન્માત્રા, પૃથ્વી વગેરેની ઉપાસના કરે છે, તેઓ તેમનાથી પણ વધારે અજ્ઞાનને પ્રાપ્ત કરીને દુઃખોને ભોગવે છે.
આનાથી એ સિદ્ધ છે કે પ્રકૃતિ વગેરે જડ પદાર્થોને આત્મા માનીને તેમની ઉપાસના કરનારા મુક્તિ જેવો અનુભવ કદિ પણ નથી કરી શકતા. એટલા માટે મહર્ષિ પતંજલિજીએ (યો. ૨/૪) સૂત્રમાં અવિદ્યાને બધાંજ દુઃખોનું કારણ બતાવ્યું છે...... વાચસ્પતિજીની માન્યતાનો આધાર પુરાણ છે, યોગદર્શન નથી.”
ઋષિઓએ જીવોની બેસ્થિતિઓ સ્વીકાર કરી છે- (૧) મોક્ષ પ્રાપ્ત કરવો (૨) જન્મ-મરણના ચક્રમાં રહેવું. જયારે જીવ મોક્ષ પ્રાપ્તિને યોગ્ય બની જાય છે, ત્યારે ઈશ્વર એને મોક્ષ પ્રાપ્ત કરાવે છે અને જયારે મોક્ષને યોગ્ય નથી હોતો, ત્યારે જન્મ મરણમાં આવતો રહે છે. એવી કોઈ ત્રીજી અવસ્થા નથી કે જેમાં નતો પૂર્ણ મોક્ષ પ્રાપ્ત થાય અને જન્મ મરણના ચક્રથી જાદો રહીને લાંબા સમય સુધી મુક્તિ જેવો અનુભવ કરતો રહે, અને પછી ફરીથી જન્મ-મરણમાં આવે.”
ભવ, પ્રત્યય, વિદેહ અને પ્રકૃતિલય શબ્દોનો વાસ્તવિક અર્થ -
ભવ શબ્દનો અર્થ છે સંસાર અને “પ્રત્યય' શબ્દનો અર્થ છે જ્ઞાન. સંસારમાં જન્મ લીધા પછી મનુષ્ય...જુદા જુદા પ્રકારનાં દુઃખોનો અનુભવ કરે છે અને દુઃખોથી છૂટવાને માટે.. પૂરો પ્રયાસ કરે છે. સંસારની ઉત્પત્તિ, વિનાશના ૩૭૮
યોગદર્શન
For Private and Personal Use Only