________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સ્વામી સત્યપતિજી પરિવ્રાજક લખે છે – (વિદેહયોગી) -(આ વિષયમાં યોગદર્શનના વ્યાખ્યાકાર શ્રી વાચસ્પતિજીની ભ્રાન્તિ) “વિદેહશબ્દનો અર્થ વાચસ્પતિ કરે છે કે જે દેહછૂટયા પછી ભૂતો તથા ઈદ્રિયોને આત્મા માનીને તેમની ઉપાસના કરે છે, તે દસ મન્વતર સુધી સમાધિ અવસ્થામાં રહેતાં હોય ત્યારે જ કૈવલ્ય મોક્ષ જેવો અનુભવ કરે છે. આ જ પ્રકારે ભૂતોને આત્મા માનીને તેમની ઉપાસના કરે છે, તે સોમન્વતર સમાધિ અવસ્થામાં રહીને મોક્ષ જેવો અનુભવ કરે છે” (પ્રકૃતિલય યોગી)-“વાચસ્પતિજી “પ્રકૃતિલય'નો અર્થ કરે છે- જે મૃત્યુ પછીથી પ્રકૃતિ, મહતત્ત્વ, અહંકાર, તન્માત્રા એમનામાંથી કોઈને પણ આત્મા માનીને તેમની ઉપાસના કરે છે. તેઓ વિદેહોથી લાંબા કાળ સુધી સમાધિ અવસ્થામાં રહેતાં મોક્ષ જેવો અનુભવ કરે છે, તેઓ પ્રકૃતિલય યોગી હોય છે.” (ભવ પ્રત્યય) - વાયસ્પતિજી “ભવ’ શબ્દનો અર્થ લખે છે- " મવતિ ગાયત્તે કન્તવત ગોવિદ્યા જેમાં જંતુ ઉત્પન્ન થાય તે (પવ) અવિદ્યા છે. “પ્રત્યય' શબ્દનો અર્થ વાચસ્પતિજીએ – કારણ - કર્યો છે. (બ્રાન્તિ નિવારણ) - “વાચસ્પતિજીએ “ભવ'નો અર્થ અવિદ્યા કર્યો છે અને કહ્યું છે કે અવિદ્યા છે, કારણ કે અસંપ્રજ્ઞાત સમાધિનું, તે “ભવ પ્રત્યય' અસંપ્રજ્ઞાત સમાધિ છે. અર્થાત અવિદ્યાને આ સમાધિનો ઉપાય માને છે. આ કેટલી આશ્ચર્યની વાત છે. અવિદ્યા તો અસંપ્રજ્ઞાત સમાધિનો ઉપાય હોઈ જ નથી શકતી. કેમ કે તેનો ઉપાય તો વિવેક અને પરવૈરાગ્ય છે. એટલા માટે વાચસ્પતિજીનો આ અર્થ યોગદર્શનકારના અભિપ્રાયથી તદ્દન વિપરીત (વિરૂદ્ધ) છે. યોગદર્શનકાર ઈશ્વર, જીવ અને પ્રકૃતિના વાસ્તવિક જ્ઞાન અને પરવૈરાગ્યથી અસંપ્રજ્ઞાત સમાધિની સિદ્ધિ માને છે. વાચસ્પતિજીની અને પતંજલિજીની આ બંને માન્યતાઓ પરસ્પર વિરૂદ્ધ હોવાથી બંને સત્ય નથી હોઈ શકતી. પતંજલિજી કહે છે કે- “વિપર્યયનિધ્યાજ્ઞાનમંતિકૂપપ્રતિષ્ઠમ્ (યો. ૧|૮) વિપર્યયનો અર્થ છે મિથ્યાજ્ઞાન. અને આ મિથ્યાજ્ઞાન સમાધિનો વિરોધી છે. જ્યાં સુધી મનુષ્ય જડને ચેતન અને ચેતનને જડ સમજે છે, ત્યાં સુધી સમાધિને પ્રાપ્ત નથી કરી શકતો. વિપર્યય એક વૃત્તિ છે, કે જે વિપરીત જ્ઞાન છે. પતંજલિજી કહે છે કે આ વિપર્યયજ્ઞાન સમાધિ પ્રાપ્તિમાં બાધક છે. તેની ઉપસ્થિતિમાં સમાધિ નથી થઈ શકતી.” (મહર્ષિ પતંજલિ તથા મહર્ષિ વ્યાસના મતમાં અસંપ્રજ્ઞાત સમાધિની પ્રાપ્તિનો ઉપાય). “વ્યાસજી કહે છે - "તી પર વૈરાગ્યમુપાય” (યો. ૧/૧૫ ભાષ્ય) તે અસંપ્રજ્ઞાત સમાધિનો પ્રાપક પર વૈરાગ્ય વાસ્તવિક જ્ઞાન હોય છે, અજ્ઞાન નહીં. ઋતેમાં પ્રજ્ઞા (યો. ૧/૪૮) [આ સૂત્રથી સ્પષ્ટ છે કે તે અસંપ્રજ્ઞાત સમાધિની પરિપકવ અવસ્થામાં બુદ્ધિ સત્યને જ ધારણ કરે છે, અસત્યને નહી. વ્યાસજી આ સૂત્રના ભાષ્યમાં લખે છે કે -"મન્વર્યા ‘સા, સત્યમેવ વિના નવ તત્રવિપર્યા-જ્ઞાન મોડણતીતિ તે “ઋતંભરા પ્રજ્ઞા” શબ્દ અન્વર્થક અર્થ અનુસાર છે. તે સત્યને જ ધારણ કરે છે, પરિશિષ્ટ
૩૭૭
For Private and Personal Use Only