________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ જ અધ્યાયના બીજા મંત્રમાં કહ્યું છે - પ્રકૃતિજન્ય સુખ ક્ષણિક છે. અને (સ્વર્યાય) શાશ્વત સુખ (મોક્ષ)ને પ્રાપ્ત કરવા માટે યુક્તેન મનસા મનની શુદ્ધિ (પવિત્રતા) તથા તેની વૃત્તિઓને રોકીને ટેવ=સર્વ પ્રકાશક, સવિતા- સકળ જગન્ના ઉત્પાદક તેમજ સમસ્ત ઐશ્વર્યોના સ્વામી પરમેશ્વરમાં લગાવવી અર્થાત્ શુદ્ધ (પવિત્ર) મનથી શુદ્ધ સ્વરૂપ પરમેશ્વરની ઉપાસના કરવી જરૂરી છે. અને પરમેશ્વરના આનંદની અનુભૂતિ એકદમ નથી થતી, એના માટે નિરંતર શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરતાં કરતાં શ ત્યા= યોગની સિદ્ધિરૂપ શક્તિથી સંપન્ન થવું પડે છે (કરવું પડે છે) એવા પવિત્ર અંતઃરણવાળા જ્યોતિરામરેમ=પરમાત્માના પ્રકાશને ધારણ કરીને પરમ આનંદને પ્રાપ્ત કરે છે.
(૩) યોગ-સાધકને અવિદ્યા આદિ ક્લેશોની નિવૃત્તિ તથા યોગ-વિજ્ઞાનની પ્રાપ્તિ ઈશ્વરના અનુગ્રહથી થાય છે – આ જ અધ્યાયના ત્રીજા મંત્રમાં કહ્યું છે કે વિતાયોગ વિજ્ઞાનના પ્રકાશક પરમાત્મા પવિત્ર અંતઃકરણવાળા તથા ચિત્તવૃત્તિઓનો નિરોધ કરનારા યોગ સાધકને વૃદ્ઝ્યોતિ : રિષ્કૃત -અવિદ્યા આદિ ક્લેશોની નિવૃત્તિ કરીને શુદ્ધ ગુણોને પ્રકાશિત કરે છે. અને પ્રસુતિ તાન= ઉપાસકોને જ્ઞાન તથા આનંદ વગેરેથી પરિપૂર્ણ કરી દે છે. આ જ ભાવને યોગ દર્શનમાં શ્ર્વરપ્રણિધાનાદ્રા (યો. ૧/૨૩) સૂત્રમાં કહ્યું છે. અમૃત પરમેશ્વર પિતૃતુલ્ય હોવાથી પોતાના આરાધક (ભક્ત) પર વિશેપ અનુગ્રહ કરે છે અને ભક્તિ વિશેષથી સાધકને સમાધિની સિદ્ધિ અતિશય નજીકની થઈ જાય છે. અને યોગેન યોગો જ્ઞાતવ્ય :’ આ મહર્ષિ વ્યાસના વચન પ્રમાણે ઉપાસકને યોગનો અભ્યાસ જ ઉત્તરોત્તર યોગનો પ્રકાશક બનીને દીપકની જેમ માર્ગ દર્શક બની જાય છે.
:=
(૪) યોગ સાધકને માટે યોગ્ય આહાર-વિહાર કરવો તથા યોગ્ય ગુરૂ બનાવવો જરૂરી છે - ♦ - આ અધ્યાયના ચોથા મંત્રમાં કહ્યું છે કે જે વિ=મેધાવી હોત્રા= યુક્ત આહાર વિહાર કરનારા સંયમી યોગ સાધક છે કે જેમણે જગતના ઉત્પાદક પરમાત્માની પરિવ્રુતિ પવિત્ર હૃદયથી સ્તુતિ = ઉપાસના કરીને મન યુઝ્ઝતે- સમાધિ-સિદ્ધિ કરી છે, તેમની પાસે રહીને યોગવિદ્યાનો જેઓ અભ્યાસ કરે છે તેઓ દુઃખોથી છુટીને મોક્ષને પ્રાપ્ત કરે છે. આ મંત્રના ભાવાર્થમાં મહર્ષિ દયાનંદ લખે છે – જે યુક્ત આહાર વિહારવાળો થઈને એકાન્ત સ્થાનમાં પરમાત્મામાં મન લગાવે છે, તે યોગવિજ્ઞાનથી બ્રહ્મતત્ત્વને જાણીને શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. યોગદર્શનમાં પણ આહાર-શુદ્ધિ પર વિશેપ બળ આપતાં લખ્યું છે.
તંત્ર શૌચ મુઝ્ઝતાગિનિત મેય્યામ્યવદરાદ્રિ = વાદ્યમ્ । (યો. ભા. ૨/૩૨) અર્થાત્ શૌચ નિયમ બે પ્રકારનો છે-બાહ્ય અને આભ્યાંતર . એમાં બાહ્ય શુદ્ધિ માટી, પાણી વગેરેથી તથા નિયમિત તેમજ પવિત્ર આહારથી થાય છે. અને આભ્યાંતર શુદ્ધિ (પવિત્રતા) ચિત્તના રાગ-દ્વેષ વગેરે મળોના ધોવાથી થાય છે. અને વીતરાગ વિષય વા
૩૬૮
યોગદર્શન
For Private and Personal Use Only