________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, એવું માનવા પ૨ ઉત્તર યોગ્ય નથી. એટલે આ પ્રશ્નનો વિભાગ કરીને જ ઉત્તર આપવો જોઈએ. “તિ શબ્દ સમાપ્તિ સૂચક છે. ભાવાર્થ-ગત સૂત્રમાં ‘રિણામમાતઃ 'પદમાં ‘ક્રમ' શબ્દનો પાઠ આવ્યો છે. તેનું તાત્પર્ય શું છે, તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રત્યેક પ્રાકૃતિક વસ્તુમાં પ્રતિક્ષણ પરિણામ થતું રહે છે. કાળના નાનામાં નાના ભાગને ક્ષણ કહેવાય છે. એક ક્ષણમાં ક્રમનું હોવું સંભવ નથી. ક્રમની અભિવ્યક્તિને માટે અનેક ક્ષણોનું હોવું ઘણું જરૂરી છે. પરિણામોના ધર્મ પરિણામ આદિ ભેદોનું વર્ણન યોગશાસ્ત્રમાં (યો. ૩૯-૧૩) વિભૂતિપાદમાં કરવામાં આવ્યું છે. તેમને સમજવા માટે “ક્રમ”ના સ્વરૂપનું જ્ઞાન કરવું પણ જરૂરી છે. દરેક વસ્તુમાં પ્રતિક્ષણ જે પરિણામ થતું રહે છે, તે સૂક્ષ્મ હોવાથી સર્વત્ર પ્રત્યક્ષ નથી હોઈ શકતું. તે કયાંક પ્રત્યક્ષ તો કયાંક અનુમય હોય છે. માટીમાં પિંડ, ઘડો, ઠીકરા, ચૂર્ણ તથા કણરૂપમાં જે પરિણામ થાય છે, તે પ્રત્યક્ષ છે, અને સારી રીતે સુરક્ષિત રાખેલું નવું વસ પણ કાળાન્તરમાં એટલું જુનું થઈ જાય છે કે હાથના સ્પર્શથી જ ટુકડે ટુકડા થવા લાગે છે. વસ્ત્રનું આ જુનાપણું એકદમ નથી થયું બલ્ક ક્ષણના અનુક્રમથી જ થયું છે. આ પરિણામ અનુમેય હોય છે, કેમ કે જે વખતે વસ્ત્રનું નિર્માણ થયું હતું, ત્યારે તે મજબુત હોવાથી હાથના સ્પર્શથી ટુકડે ટુકડા નહોતું થતું. આ જ પ્રકારે ઘટ વગેરેમાં પણ પહેલાં જે મજબૂતાઈ હતી, તે ઉત્તરોઉત્તર ઓછી થતી જાય છે. જળથી ભરેલા ઘડાને કિનારાથી પકડીને પહેલાં અહીં તહીં લઈ જઈ શકાતો હતો, પરંતુ જુનો થતાં ખાલી ઘડો પણ કિનારાથી પકડીને ઉઠાવો તો ફક્ત એક ટુકડો જ હાથમાં રહી જાય છે, એવું મોટા ભાગે જોવામાં આવે છે.
આ પ્રકારે પરિણામશીલ વસ્તુઓમાં આ પરિવર્તન એક સાથે નથી થતું. બલ્ક ધીરે ધીરે થાય છે. તેમનામાં ક્રમ અનુમાન કરવા યોગ્ય જ હોય છે. આ ક્રમનું સ્વરૂપ ક્ષણની પછી અને પરિણામના અવસાનથી જ પકડી શકાય છે. આ સૂક્ષ્મ પરિણામ-ક્રમને યોગી પુરુષ જ જાણી શકે છે. સામાન્ય મનુષ્યો તો ઘણાં પરિજ્ઞામોનું સ્થૂળરૂપ થતાં જ નિશ્ચય કરી શકે છે. પરિણામોની પૂર્વાપરની જે એકધારા (સિલસિલો) હોય છે, તેને જ ક્રમ કહે છે. ક્રમનો પ્રારંભ એક વિશેષ ક્ષણથી થાય છે, અને સમામિ બીજી ક્ષણમાં. પહેલી ક્ષણને, જયાંથી ક્રમની શરૂઆત થાય છે, તેને “પૂર્વાન્ત' છેલ્લી ક્ષણ જ્યાં ક્રમ પુરો થાય છે, તેને “અપરાન્ત' કહે છે.
આ ક્રમ ધર્મ, લક્ષણ અને અવસ્થા (યો. ૩/૧૩) ત્રણેય પરિણામોમાં મળે છે. ઉપર આપેલા ઘડા તથા વસના દ્રષ્ટાંતથી આ સ્પષ્ટ સમજાવવામાં આવ્યું છે કે અવસ્થા-પરિણામનો ક્રમ સૂક્ષ્મ રૂપથી થતો હોવા છતાં દેખાતો નથી, એનું અંતિમ પરિણામ જ પ્રત્યક્ષ થાય છે, અને લક્ષણ પરિણામોનો જે ક્રમ દેખાય છે, તે પણ કેટલાંય પરિણામોનું સ્થૂળ રૂપ જ છે, અને જે આમનામાં પણ દરેક ક્ષણે સૂક્ષ્મરૂપ-ક્રમ થતો રહે છે, તે પણ દેખાતો નથી. કૈવલ્યપાદ
૩૬૧
For Private and Personal Use Only