________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષણોનો અનુભવ કર્યા વિના નવીન વસ્ત્રની સમાપ્તિ પર વસનું પુરાણાપણું પરિણામ) નથી હોઈ શકતું અને નિત્ય પદાર્થોમાં ક્રમ જોવામાં આવે છે. એ નિત્યતા બે પ્રકારની છે - એક કુટનિત્યતા = એકરસનિત્યતા = નિર્વિકાર નિત્યતા, અને બીજી પરિજિનિત્યતા = પરિણત વિકારયુક્તોના મૂળ તત્ત્વ સ્વરૂપમાં બનીને નાશ ના થવો તે નિત્ય પદાર્થોમાં પુરુષ તત્ત્વની કુટસ્થ નિત્યતા છે અને સત્ત્વાદિ ગુણોની પરિણામિનિયતા છે. જે તત્ત્વનાં રિત = પરિવર્તિતવિકારયુક્ત હોવા છતાં પણ તેનું મૂળ તત્ત્વ નાશ નથી પામતું, તેને પરિણામી નિત્ય કહે છે. અહીં પુરુષ તથા ગુણોના તત્ત્વોનો નાશ કદી પણ ન થવાથી બંનેની નિયતા છે.
એ નિત્ય વસ્તુઓમાં સત્ત્વ આદિ ગુણોના ધર્મવાળી બુદ્ધિ આદિ (આદિ શબ્દથી બીજા અહંકાર, ઈદ્રિયો વગેરે)માં પરિણામના પાછળના ભાગથી નિશ્ચય કરવા યોગ્ય ક્રમ નિરંતર થતો રહે છે. અને નિત્યથરૂ૫ = એકરસનિત્ય સત્ત્વ આદિ ગુણોમાં ક્રમ સમાપ્તિ વાળો નથી હોતો, અને જે કુટસ્થ નિત્ય પરિણામ રહિત પોતાના સ્વરૂપમાં રહેલો મુક્ત પુરપ છે, તેમનામાં સ્વરૂપનું અસ્તિત્ત્વ ક્રમથી જ અનુભૂતિ થાય છે. એટલા માટે એમ કહી શકાય છે કે મુક્ત પુરુષોમાં પણ સમાપ્તિને પ્રાપ્ત ન થનારો ક્રમ શgઝેન = શાબ્દિક કથન માત્ર જ “પ્તિ ક્રિયાને લઈને કલ્પિત કરવામાં આવ્યો છે.
હવે પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે સ્થિતિ અને ગતિની અવસ્થાવાળા ગુણોના રૂપમાં વિદ્યમાન આ વર્તમાન સંસારના ક્રમની કયારેય પણ સમાપ્તિ થાય છે કે નહીં? આ પ્રશ્ન અવનીય = એકદમ એક ઉત્તરના રૂપમાં કથનીય નથી. (કહી શકાય તેમ નથી) એનું કારણ આ છે કે એક પ્રશ્ન એવો હોય છે કે જે વાસ્તવવનીય = નિશ્ચિતરૂપથી ઉત્તર આપવા યોગ્ય હોય છે, જેમ કે કોઈએ પ્રશ્ન કર્યો કે શું બધાં પ્રાણીઓ જન્મ લઈને અવશ્ય મરી જશે? તેનો ઉત્તર ‘ છે - અવશ્ય કહીને નિશ્ચિતરૂપથી આપી શકાય છે. અને કોઈ એવો પ્રશ્ન કરે કે શું બધાં પ્રાણીઓ મરીને અવશ્ય જન્મ લેશે? આ પ્રશ્નનો ઉત્તર બે ભાગોમાં વહેંચીને જ ઉત્તર આપવા યોગ્ય છે. જેમને વિવેકખ્યાતિ પ્રાપ્ત થઈ ગઈ છે, એવા તુચ્છ = વાસનાઓથી રહિત યોગી (મરીને) જન્મ નહીં લે. અને બીજાં પ્રાણી તો જન્મ અવશ્ય લેશે. તે જ પ્રકારનો એક પ્રશ્ન આ છે કે મનુષ્ય જાતિ શ્રેષ્ઠ બધાથી ઉત્તમ છે કે નહીં? આવા પ્રકારના પ્રશ્ન પૂછતાં તેને બે ભાગોમાં વહેંચીને જ ઉત્તર આપવો જોઈએ (એકાન્તવચનીયનહીં). મનુષ્ય જાતિ પશુઓની તુલનામાં શ્રેષ્ઠ છે, પરંતુ દેવો તથા ઋષિઓની સરખામણીમાં શ્રેષ્ઠ નથી.
સંસારની ક્રમ સમાપ્તિ થવાની છે કે નહી? એ પ્રશ્ન પણ અવવનય = એકાન્ત વચનીય નથી (વિભાગ કરીને વચનીય છે= કહેવા યોગ્ય છે) જે શાન્ત = વિવેકખ્યાતિ પ્રાપ્ત યોગી છે, તેની સંસારમાં ક્રમની સમાપ્તિ છે અર્થાત તેનું સાંસારિક જન્મ મરણ ચક્ર સમાપ્ત થઈ જાય છે, પરંતુ બીજા પ્રાણીઓનું નહીં. આ ઉત્તરોમાં કોઈપણ એકનો સ્વીકાર કરવામાં દોષ છે. અર્થાત સર્વથા અંતવાળો જ છે અથવા સર્વથા અંત રહિત જ ૩૬૦
યોગદર્શન
For Private and Personal Use Only