________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થઈ જાય છે, જેમ – વિસ્તૃત આકાશમાં રવદ્યોતક રાતમાં ચમકનારું જુગનૂ = આગીયો નામનું ક્ષુદ્ર કીટ સ્વલ્પ થઈ જાય છે. જેના વિષયમાં એમ કહેવામાં આવ્યું છે કે –
આંધળાએ મણિને વિંધ્યો, આંગળી વગરનાએ તેમાં દોરો પરોવ્યો, ગરદન (ડોક) વગરનાએ તે મણિને ગળામાં ધારણ કર્યો અને જીભ વગરની વ્યક્તિએ તેની પ્રશંસા કરી.
જેમ આ વાકય (કારણ)ના વિના કાર્ય થવાથી આશ્ચર્યરૂપ જણાય છે, તે જ રીતે ક્લેશ આદિથી રહિત ધર્મમેઘ સમાધિના સ્તરને પ્રાપ્ત કરનારા યોગીનો જન્મ વગેરે પણ વિના કારણના કાર્ય સમાન આશ્ચર્ય રૂપ જ કહેવાશે. માટે કારણ ન હોવાથી યોગી ફરીથી દેહ વગેરે ધારણ કરતો નથી. ભાવાર્થ - જો કે ચિત્ત પ્રકૃત્તિનો વિકાર હોવાથી ત્રિગુણાત્મક છે, તેમ છતાં પણ એમાં ગુણોનો પ્રભાવ ઓછા-વત્તો થતો રહે છે. ધર્મમેઘ સમાધિની દશામાં જયારે લેશોની નિવૃત્તિ થઈ જાય છે, ત્યારે ચિત્ત તમોગુણ તથા રજોગુણના પ્રભાવથી રહિત થવાથી પ્રકાશાત્મક થઈ જાય છે. આ સત્ત્વગુણના પ્રકાશને તમોગુણ આદિ એવી રીતે જ ઢાંકી દે છે, કે જેમ સૂર્યના પ્રકાશને મેઘ ઢાંકી દે છે રજસ-તમસ મૂલક ક્લેશો તથા કર્ભાશયોની નિવૃત્તિથી ચિત્ત પ્રકાશથી ઓતપ્રોત થઈ જાય છે. તે વખતે ચિત્તને જાણવા યોગ્ય વિષય આમેય ઘણા જ ઓછા રહી જાય છે, જેમાં વિશાળ આકાશમાં આગિયો ઘણો જ નાનો હોય છે. ચિત્તના આ સમસ્ત અર્થ પ્રકાશક અત્યધિક સામર્થ્ય ને જ “સૂત્ર'માં “અનંત' શબ્દથી બતાવવામાં આવ્યું છે. ચિત્તના સામર્થ્યનું અનંત હોવું એ એ જ છે કે આ ધર્મમેઘ સમાધિના સ્તર પર પહોંચીને ચિત્ત સૂક્ષ્મમાં સૂક્ષ્મ, વ્યવહિત તેમ જ દૂર રહેલાં તત્ત્વોને પણ જલ્દી જાણી લે છે. અને આ જ્ઞાન પ્રકાશથી પ્રકૃતિજન્ય પદાર્થ યોગીને માટે હસ્તામલકવતું હોવાથી હેય તેમ જ તુચ્છ થઈ જાય છે. પરવૈરાગ્યોદયથી યોગીની ચિત્તવૃત્તિ બાહ્યમુખી ન રહીને સર્વથા અંતર્મુખી થઈ જાય છે. વ્યુત્થાન સમયના ક્લેશ, કર્મ તથા સંસ્કાર બધું જ દગ્ધબીજ થવાથી નિર્મુળ થઈ જાય છે અને આ ક્લેશ આદિ કારણોના અભાવમાં જન્મ આદિ કાર્યોનો પણ અભાવ થવાથી યોગી જીવન-મુક્ત થઈ જાય છે. એ ૩૧ છે હવે - અસંપ્રજ્ઞાત સમાધિ પછી સત્ત્વ આદિ ગુણોના પરિણામ ક્રમની સમાપ્તિ -
ततः कृतार्थानां परिणामक्रमसमाप्तिर्गुणानाम् ॥३२॥ સૂત્રાર્થ (તત ) તે ધર્મમેઘ સમાધિનો ઉદય થવાથી (વૃતાર્થનામ) પુરુષનો અર્થ ભોગ અપવર્ગરૂપ પ્રયોજનને પૂર્ણ કરીને કૃતકૃત્ય થયેલા ગુનામ) સત્ત્વ આદિ ગુણોનો (પરિણામમસમાપ્તિ ) પરિણામના ક્રમની સમાપ્તિ થઈ જાય છે. ભાપ્ય અનુવાદ (તત:) તે ધર્મમેઘ સમાધિના ઉદય (સિદ્ધ) થવાથી કૃતાર્થ = ચરિતાર્થ થયેલા = પોતાનું પ્રયોજન પૂર્ણ થવાથી કૃતકૃત્ય થયેલા સત્ત્વ આદિ ગુણોનો પરિણામ
૩૫૮
યોગદર્શન
For Private and Personal Use Only