________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ - આ સૂત્રમાં યોગીની સર્વોચ્ચ સ્થિતિ કે ધર્મમેઘ સમાધિનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે, તેનું જ બીજું નામ “અસંપ્રજ્ઞાત-સમાધિ' છે. એનાથી પહેલાંની દશાનું નામ “સંપ્રજ્ઞાત-સમાધિ' છે. જેમાં યોગ સાધનાથી ઉત્પન્ન ઐશ્વર્યોની પ્રાપ્તિ થવાથી આનંદાનુભૂતિનું પૂર્વ રૂપ હોય છે. આ સમાધિમાં જે પ્રકૃતિ-પુરુષનું ભેદ-જ્ઞાન થાય છે. તેને પ્રસંખ્યાન' કહે છે. આ દશામાં યોગી પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને પ્રકૃતિથી ભિન્ન સારી રીતે સમજી લે છે. અને જયારે એ “પ્રસંખ્યાન' નિરંતર પ્રણવજપ વગેરેથી ઉત્કૃષ્ટતમ તેમ જ ચરમ દશામાં પહોંચી જાય છે, અને આ દશામાં યોગીને પ્રસંખ્યાનમાં પણ રાગ વગેરેનો ભાવ નથી રહેતો ત્યારે તેને પર-વૈરાગ્ય થવાથી ઉત્કૃષ્ટતમ સ્તરની વિવેકપ્યાતિ પ્રાપ્ત થાય છે. આ જ દશાનું નામ “ધર્મમેઘ' સમાધિ છે. સંપ્રજ્ઞાત સમાધિમાં વ્યુત્થાનકાળના સંસ્કારોનો ઉદ્ભવ થઈ શકે છે. પરંતુ ધર્મમેઘ સમાધિમાં તે સંસ્કારો સર્વથા ભસ્મ થઈ જાય છે. અહીં સૂત્રમાં આ દશાને અકસીદ = સર્વથા રાગ વગેરે દોષોથી અન્ય (પર વૈરાગ્યો કહ્યો છે. કેમ કે આ સમયે સાધક વિવેક ખ્યાતિથી પ્રાપ્ત સિદ્ધિઓથી પણ વિરક્ત થઈ જાય છે.
જો કે લોકવ્યવહારમાં “કુસીદ' શબ્દ “વ્યાજ'ના અર્થમાં વપરાય છે. ઉત્તમf = ઋણ આપનારી વ્યક્તિ, મધમf= ધન લેનાર કરજદાર વ્યક્તિથી મૂળ ધન ઉપરાંત વધારાનું જે ધન લે છે, તેને કુસીદ = વ્યાજ અથવા સૂદ કહે છે. જેમ કે - મૂળ ધન કરતાં વ્યાજ પ્રત્યે ઉત્તમર્ણનો વધારે રાગ હોય છે, તે જ રીતે યોગ સાધનારત વ્યક્તિ પુરુષ-પ્રકૃતિના વિવેકજ્ઞાનને પ્રાપ્ત કરીને જયારે તેનાથી વધારે ઉપર ઉન્નતિ તરફ આગળ વધે છે, ત્યારે તેને પણ પોતાની પહેલાંની દશાઓ પ્રત્યે રાગ-મોહ વગેરે ઉત્પન્ન થઈ જાય છે, કે જે યોગ માર્ગમાં પ્રબળ બાધક જ થઈ જાય છે. માટે નિરંતર પ્રણવ આદિના અભ્યાસથી જયારે આ પ્રસંખ્યાન પ્રત્યે પણ રાગ આદિથી રહિત થઈ જાય છે, ત્યારે યોગી ઉત્તરોત્તર આગળ વધતી પરવૈરાગ્ય દશાને પ્રાપ્ત કરે છે, તેનું જ નામ “ધર્મમેઘ સમાધિ' છે. * અને અહીં સૂત્રાર્થમાં ‘ત્તેિષ વિષપુ ની તાતિ
હો રારિ પ્રવૃત્તિ:' આ વ્યુત્પત્તિવાળો અર્થ જ “કસીદ શબ્દને વધારે સંગત થાય છે. જે કુસીદ=બધા જ પ્રકારના ફળોની ઈચ્છાથી સર્વથા વિમુખ થવાથી રાગ આદિ પ્રવૃત્તિઓથી રહિત થઈ જાય છે, તે જ ધર્મમેઘ-સમાધિ દશાને પ્રાપ્ત કરી શકે છે. આ વિવેકાતિની પરિપકવદશા તેમ જ જ્ઞાનની પરાકાષ્ઠા હોય છે. આને જ વ્યાસ મુનિએ (યો. ૧/૨ ભાગ્યમાં) પર પ્રસંથાનમાવતે આચિનઃ' કહીને પરપ્રસંડ્યાને કહી છે. (* = ધર્મમેઘ સમાધિને કેટલીક વ્યક્તિઓ (યો. ૧/ર અનુસાર) ભાષ્યનાં સંદર્ભમાં અસંપ્રજ્ઞાત ન માની સંપ્રજ્ઞાત સમાધિ માને છે.] રહ્યા હવે - અસંપ્રજ્ઞાત સમાધિના પ્રાપ્ત થતાં શું થાય છે?
૩પ૬
યોગદર્શન
For Private and Personal Use Only