________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર્યોની સમાપ્તિને અનુરૂપ હોય છે. અર્થાત્ ચિત્તનું પોતાના કારણમાં લીન થવા સુધી જ રહે છે ત્યારે પછી નહીં. એટલા માટે તેમને શાન્ત કરાતાં વિચાર કરવાની જરૂર નથી. ભાવાર્થ - ભૌતિક વિપયોથી પરાગ-મુખ થવા છતાં પણ યોગ-સાધકને વ્યુત્થાન સમયના સંસ્કાર પ્રબળ બાધાઓ ઉપસ્થિત કરતા રહે છે. આ સંસ્કારોની નિવૃત્તિ માટે પણ તે જ ઉપાય છે કે જે અવિદ્યા આદિ લેશોના નાશ માટે છે. આ શાસ્ત્રના સાધનપાદના (૨/૧)સૂત્રમાં તપ, સ્વાધ્યાય, ઈશ્વર-પ્રણિધાન આ ત્રણ ઉપાયો અવિદ્યા આદિ લેશોને શિથિલ (ઢીલા) કરવા માટે બતાવ્યા છે અને (યો. ૨/૧૦-૧૧) સૂત્રોમાં બીજભાવથી વિદ્યમાન સંસ્કારોની નિવૃત્તિનો ઉપાય ધ્યાન બતાવ્યો છે. (૨/૨૫)માં દશ્ય પ્રકૃતિના સંયોગનો અભાવ, તથા (૨૨૬)માં અવિપ્લવવિવેકખ્યાતિ, (૨/૨૮)માં યમ-નિયમ આદિના અનુષ્ઠાનથી અશુદ્ધિનો નાશ, અને ત્યારપછી વિવેકખ્યાતિની પ્રાપ્તિ, (૨/પર)માં પ્રાણાયામના અભ્યાસથી પ્રકાશ-આવરણ કરનારા લેશોની નિવૃત્તિ (૧૧૨) માં અભ્યાસ તથા વૈરાગ્ય, (૧/૨૩)માં ઈશ્વરની ભક્તિ વિશે૫, (૧/૨૮)માં પ્રણવજપ તથા તેના અર્થની ભાવના કરવાની, (૧/૩૨)માં ક્લેશ તથા વિપ્નોની નિવૃત્તિના ઉપાય બતાવ્યા છે, જેમના અનુષ્ઠાનથી અવિદ્યા આદિ ક્લેશ દગ્ધબીજની જેમ અંકુરિત થવામાં અસમર્થ થઈ જાય છે. આ જ ઉપાયોનું નિરંતર અનુષ્ઠાન કરવાથી વ્યુત્થાન સમયના સંસ્કારો પણ દગ્ધબીજ થઈને બાધાઓ ઉત્પન્ન કરવામાં અસમર્થ થઈ જાય છે. જયારે વિવેક ખ્યાતિના સમયના સંસ્કાર તો ચિત્તનાં કાર્યોની સમાપ્તિની સાથે જ સમાપ્ત થઈ જાય છે. માટે તેમના નાશના ઉપાય પર વિચાર કરવાની કોઈ આવશ્યકતા નથી. ૨૮ | હવે -ધર્મમેઘ (અસંપ્રજ્ઞાત) સમાધિ કેવી રીતે થાય છે? प्रसंरव्यानेऽप्यकुसीदस्य सवर्था विवेकख्याते
: સમાધિ: ર૬ સૂત્રાર્થ-(પ્રસંરયાનેfપ) વિવેકખ્યાતિમાં પણ મજુરી) રાગ-આદિ રહિત યોગીને (સર્વથાવિવેવરાજે) પૂર્ણરૂપથી વિવેકજ્ઞાન ઉદય થવાથી (ધર્મપHTTધ.) ધર્મમેઘ નામની સમાધિ સિદ્ધ થાય છે. ભાષ્ય અનુવાદ - જે સમયે આ ગ્રામ = બ્રહ્મજ્ઞાતા સાધક યોગી સંરથાન = વિવેકપ્યાતિ થઈ ગઈ હોવા છતાં પણ અશુદ્ર = રાગ વગેરેની વિષય વાસનાઓથી સર્વથા રહિત થઈ જાય છે, ત્યાર પછી તે કોઈપણ કામના (ઈચ્છા) નથી કરતો, તે કામના આદિમાં પણ સર્વથા વિરક્ત યોગીની સર્વથા = પૂર્ણરૂપથી વિવેકખ્યાતિ થઈ જાય છે. એટલા માટે વ્યુત્થાનકાળના સંસ્કારોનો નાશ થવાથી તે યોગીને બીજા પ્રત્યય = વ્યુત્થાન સમયનું જ્ઞાન = પ્રતીતિઓ ઉત્પન્ન નથી થતી. તે સમયે આ યોગીની “ધર્મમેઘ' નામની સમાધિ હોય છે.
કૈવલ્યપાદ
૩૫૫
For Private and Personal Use Only