________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેની મોક્ષમાં પ્રવૃત્તિ ન થવાનું પણ અનુમાન થતું રહે છે. આવી વ્યક્તિના મનમાં અપવર્ગથી ભિન્ન ભાવ જ ઉત્પન્ન થતા રહે છે.
જે યોગી પ્રકૃતિ પુરુષના ભેદને જાણી લે છે તે ચિત્ત ધર્મોથી જુદા આત્માના શુદ્ધ સ્વરૂપને જાણીને એ સમ્યફ (વિવેક, જાણી લે છે કે આ મારા જન્મ-જન્માંતરોમાં આવવા જવાનું કારણ ચિત્તનું વિચિત્ર પરિણામ જ છે. અને કુશળ = પ્રકૃતિ પુરુષના વિવેકજ્ઞા યોગીની અવિદ્યા નાશ થવાથી આત્મભાવના = હું પૂર્વ જન્મમાં શું હતો? આગળ શું હોઈશ? આ પ્રકારની જિજ્ઞાસા નિવૃત્ત થઈ જાય છે. ૨૫ નોંધ - આત્મ ભાવ-ભાવનાની એ વ્યાખ્યા વ્યાસ-ભાખના આશ્રયથી કરી છે. હવે - જયારે આત્મા વિવેક તરફ ઝૂકે છે (વળે છે) ત્યારે ચિત્ત કેવું થઈ જાય છે -
तदा विवेकनिम्न कैवल्यप्रारभारंचित्तम् ॥२६॥ સૂત્રાર્થ –ાતા વિવે. જયારે બધા દોષોથી અલગ થઈને જ્ઞાન તરફ આત્મા વળે છે ઝૂકે છે) ત્યારે કૈવલ્ય મોક્ષધર્મના સંસ્કારોથી ચિત્ત પરિપૂર્ણ થઈ જાય છે, ત્યારે જીવને મોક્ષ પ્રાપ્ત થાય છે. કેમ કે જ્યાં સુધી બંધનના કામોમાં જીવ ફસાતો જાય છે, ત્યાં સુધી તેને મુક્તિ પ્રાપ્ત થવી અસંભવ છે.”.
(ઋ. ભૂ. મુક્તિવિપય) ભાપ્ય અનુવાદ – તે વખતે = વિવેકજ્ઞાનથી પહેલાં આ યોગીનું જે ચિત્ત વિષય = પરમાર =વિષયો તરફ વહેનારું અને માનનિન = અજ્ઞાનના કારણે પાપમાર્ગની તરફ ચાલનારું હતું, આ વિવેકજ્ઞાન પ્રાપ્ત કરનાર યોગીનું તે ચિત્ત અન્યથા = પહેલેથી વિપરીત (ઊલટું) થઈ જાય છે. અર્થાત્ તે ચિત્ત હવે વઘપ્રમાર = મોક્ષતરફ વહેનારું અને વિવેકથી ઉત્પન્ન જ્ઞાનથી કલ્યાણ માર્ગ તરફ ચાલનારું થઈ જાય છે. ભાવાર્થ - જયારે યોગીની વિવેકખ્યાતિ દ્વારા સત્ત્વ-પુરુષના ભેદનું જ્ઞાન થવાથી પૂર્વ સૂત્રમાં કહેલી આત્મ જિજ્ઞાસા નિવૃત્ત થઈ જાય છે, તે સમયે વિષયો તરફ વહેનારી ચિત્તવૃત્તિ પહેલાંથી વિપરીત થઈ જાય છે, અર્થાતુ મોક્ષ તરફ પ્રવાહિત થવા લાગે છે. આસમયના ચિત્તની ઉપમા વહેતા પાણીથી આપી શકાય છે. જેમ-પાણી નીચે તરફ વહી રહ્યું હોય ત્યારે ખેડૂત વગેરે લોકો તેને રોકીને યત્ન કરીને અભીષ્ટ (ઇચ્છિત) સ્થાન પર પહોંચાડી દે છે, તે જ રીતે વિષયો તરફ ચિત્તનું પ્રવૃત્ત થવું નીચે તરફ વહેવું છે અને સત્ત્વપુરુષના ભેદનું જ્ઞાન થતાં તે પ્રવાહનું બંધ થઈ જવું તથા મોક્ષ તરફચિત્તના પ્રવાહનું થઈ જવું કૈવલ્યપ્રાભાર' કહેવાય છે. ૨૬ ા નોંધ - અહીં નિ= શબ્દમાં નિપૂર્વકના મMારે ધાતુ છે. જેથી તેનો અર્થ અભ્યાસ કરેલો અહીં સંગત થાય છે. અને આ અભ્યાસ પાપવહ તથા કલ્યાણવડ બંને પ્રકારના હોઈ શકે છે. ભાષ્યકાર તથા સૂત્રકાર બંનેએ આ અર્થમાં નિમ્ન શબ્દનો પ્રયોગ કર્યો છે. હવે - સંસ્કારોના કારણે સમાધિથી ભિન્ન અવસરો પર શું થાય છે?
કૈવલ્યપાદ
૩૫૩
For Private and Personal Use Only