________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરુપ-તત્ત્વને માટે જ હશે. કેમ કે પુરપ સંહત્યકારી નથી. તે સ્વતંત્ર છે. અને જે એ “પર” શબ્દથી વાચ્ય વિશેષ = ચિત્તથી ભિન્ન ચેતન આદિ ગુણોથી વિશિષ્ટ પુરુષ તત્ત્વ છે, તે હત્યારી = સત્ત્વ આદિથી મળીને નથી બન્યું (બલ્લે તે દશ્યથી ભિન્ન દ્રષ્ટા છે.) “ઈતિ' શબ્દ સમાપ્તિ સૂચક છે. ભાવાર્થ - આ સૂત્રમાં પુરુષ તત્ત્વને ચિત્તથી ભિન્ન બતાવતાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. કે જો કે અસંખ્ય વાસનાઓનું આશ્રય ચિત્ત છે, તેમ છતાં પણ ચિત્ત પરાર્થ હોવાથી સ્વયં ભોક્તા નથી. એનું કારણ એ છે કે જે જે સંઘાત હોય છે, તે તે પરાર્થ જ હોય છે. જેમ કે - ગૃહ = ઘર અનેક પદાર્થોને મળીને બંને છે, અને તે સ્વાર્થ ન હોતાં ઘરના સ્વામીને માટે હોય છે. તે જ રીતે-ચિત્ત પણ સત્ત્વ, રજસ તથા તમસ રૂપ પ્રકૃતિનો વિકાર છે, પ્રકૃતિથી ભિન્ન પુરુષના ભોગ અપવર્ગ રૂપ પ્રયોજનની સિદ્ધિને માટે ચિત્તની પ્રવૃત્તિ હોય છે, અને તે ચિત્ત દેહ, ઈદ્રિયો આદિની સાથે મળીને પુરુષના અર્થની સિદ્ધિ કરે છે.
પુરુપની સાથે ચિત્ત આદિના રૂપમાં પ્રકૃતિનો સંબંધ અનાદિકાળથી છે. પુરુપ જે કંઈ પણ શુભાશુભ કર્મો કરે છે, તેમની અસંખ્ય વાસનાઓનો સંગ્રહ ચિત્તમાં થતો રહે છે. તે વાસનાઓને અનુરૂપ જ ચિત્તની પ્રવૃત્તિ થાય છે. (હોય છે. પરંતુ ચિત્ત પ્રકૃતિનો વિકાર હોવાથી અચેતન છે. માટે તે અનુભૂતિ નથી કરી શકતું. શુભ અશુભ કર્મોના ફળની અનુભૂતિ પુરુષ જ કરે છે. એટલા માટે ભોક્તા પુરુપ છે, ચિત્ત નથી. પ્રશ્ન - ઘર આદિના દષ્ટાંતથી એ તો સિદ્ધ થાય છે કે સંઘાત પરાર્થ હોય છે. પરંતુ તમે અહીં “પર” શબ્દથી પુરુષ તત્ત્વનું જ ગ્રહણ કરવા ઈચ્છો છો તે યોગ્ય નથી. “પર” શબ્દથી સામાન્યનું જ ગ્રહણ થઈ શકે છે. જેમાં પુરુષ પણ આવી શકે છે, અને પુરુષથી જુદું પણ. ઉત્તર - જો કે જે જે સંઘાત છે તે તે “પાર્થ” છે. આ વ્યાપ્તિથી સામાન્યનું જ ગ્રહણ સંભવ છે. પરંતુ સત્ત્વ આદિ ગુણો તો મળીને કાર્ય કરનારા જ છે. તેમનાથી ભિન્ન જ કોઈ ધર્મ હોવો જોઈએ. અને તે સત્ત્વ આદિ ગુણોથી વિલક્ષણ ચેતન પુરપતત્ત્વ જ સંભવ છે. જેમ- પર્વત પ્રદેશમાં દૂરથી ધૂમાડો જોઈને તેનાથી ભિન્ન અગ્નિનું જ્ઞાન અનુમાનથી થાય છે, તેજ રીતે ભોગ્ય સત્ત્વ ગુણોવાળી પ્રકૃતિથી ભિન્નવિલક્ષણ ભોક્તા ચેતન તત્ત્વની સિદ્ધિ થાય છે જો કે તે પુરુષ શબ્દ જીવાત્મા તથા પરમાત્મા બંનેને માટે પ્રયુક્ત (વપરાય) થાય છે, તેમ છતાં પણ અહીં પુરુષ-શબ્દ જીવાત્માનો જ બોધક છે, પરમેશ્વરનો નહીં, કેમ કે પરમેશ્વરને તો યોગદર્શન (૧ર૪)માં ક્લેશ, કર્મ, ફળ વગેરેથી સર્વથા રહિત પુરુપવિશેષ સ્વીકાર કર્યો છે. છે ૨૪ હવે - વિશેષદર્શી યોગીની કેવી સ્થિતિ હોય છે. -
विशेषदर्शिन आत्मभावभावनानिवृत्तिः ॥२५॥ સૂત્રાર્થ - (વિશેષfશન ) વિવેકખ્યાતિ દ્વારા ચિત્તથી પુરુષના ભેદનો સાક્ષાત્કાર કરનારા યોગીની તમામવ ભાવના નિવૃત્તિ:) આત્મભાવ-ભાવના = હું કોણ હતો, હું કેવા રૂપમાં હતો, આ વર્તમાન જન્મ શું છે? તેનું કારણ શું છે? અને ભવિષ્યમાં હું કૈવલ્યપાદ
૩૫૧
For Private and Personal Use Only