________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાહ્ય જગત= દશ્યરૂપ ત્રણેય જુદાં જુદાં હોય છે.
આ ત્રણેયનાં સ્વરૂપોને વ્યાસ ભાયમાં સ્ફટિકમણિ (બિલોરીકાચ) ના દષ્ટાંતથી સમજાવ્યાં છે. જો આપણે શુદ્ધ સ્ફટિક મણિની એક તરફ નીલું ફૂલ તથા બીજી તરફ લાલ ફૂલ રાખી દઈએ, તો તે સ્ફટિક મણિ આપણને નીલા ફૂલના પ્રતિબિંબથી નીલું, લાલ ફૂલના પ્રતિબિંબથી લાલ અને પોતાના શુદ્ધ સ્વરૂપમાં સફેદ, - આ ત્રણેય રૂપોવાળો પ્રતિભાસિત થાય છે. અને યથાર્થમાં તેનું પોતાનું રૂપ શ્વેત જ છે. આ પ્રકારે એક જ ચિત્ત બાહ્ય પદાર્થોના પ્રતિબિંબથી દશ્ય રૂપ, પુરુપના પ્રતિબિંબથી ગ્રહીતારૂપ અને પોતાના ગ્રહણરૂપથી ત્રણ રૂપવાળું થઈ જાય છે. અર્થાત્ ચિત્ત પોતાના રૂપથી ગ્રહણાકાર, વિષયના પ્રતિબિંબથી ગ્રાહ્યકાર અને પુરુષના પ્રતિબિંબથી ગૃહીતાકાર થવાથી સર્વાર્થ-બધા વિષયોવાળું થઈ જાય છે.
અથવા ચિનની એક શ્વેત (સફેદ)રંગની ચાદર (પર્દા) સમાન પોતાનું ગ્રહણાકાર રૂ૫ છે, તેની પર વિજળીનો પ્રકાશ પુરુષનું દ્રારૂપ છે, અને ચિત્રોથી યુક્ત થવું બાહ્ય વિષયોથી ગ્રાહ્યાકાર થવું છે. અથવા આ જ બાબતને આ પ્રકારે સમજવી જોઈએ - જ્યારે આપણે એમ કહીએ છીએ કે પટરંગાનામિ હું ઘડાને જાણું છું, આ ઘટ આદિની અનુભૂતિ યા પ્રતીતિ પુરુષ = આત્માને થાય છે, આ પુરુષ જ વાસ્તવિક જ્ઞાતા છે, અને આ જ્ઞાનમાં દ્રષ્ટા પુરુષ શરીરની અંદર જ રહેલો છે. પરંતુ બાહ્ય વસ્તુ ઘટ આદિ બહાર જ રહે છે, તે અંદર નથી જતી. આ બાહ્ય વિષયોનું ગ્રહણ પુરુષને જેનાથી થાય છે તેને કરણ (નેત્ર, મન આદિ) કહે છે, જે સાત્ત્વિક અહંકારનું કાર્ય હોવાથી વિષયનાં પ્રકાશક હોય છે. આ કરણો (સાધનો)માં ગ્રાહ્ય વિષયોને ગ્રહણ કરવાની શક્તિ રહે છે, તેમનો ક્રમ આ હોય છે કે જયારે આત્મા કોઈ વસ્તુને જાણવાની ઈચ્છા કરે છે તો તે મનને પ્રેરણા કરે છે અને મન બાહ્ય ઈદ્રિયોથી સંબંધ કરીને બાહ્ય વિષયોને ગ્રહણ કરાવે છે. અથવા બાહ્ય વિષય ઈદ્રિયો દ્વારા ચિત્ત પર પ્રતિબિંબિત થાય છે. ત્યારે ચિત્ત વિષયાકાર થઈને પુરુષને તે વિષયનું જ્ઞાન કરાવે છે. માટે ચિત્ત પુરુષનું એક મધ્યસ્થ સાધન માત્ર જ છે અને સમસ્ત જ્ઞાન, ગ્રાહ્ય વિષય તથા ગ્રહણના સ્તરોને પ્રાપ્ત થઈને પુરુષને અનુભૂતિ કરાવે છે.
આ ચિત્તના ચહીતાકાર તથા ગ્રાહ્યાકારને જોઈને કેટલાક પુરુષોને એવી ભ્રાન્તિ થવા લાગે છે કે ચિત્ત જ ચેતન જ્ઞાતા છે. ચિત્તથી ભિન્ન પુરુષ તત્ત્વ અને ગ્રાહ્ય બાહ્ય વસ્તુ કોઈ નથી. એવા પુરુષોને વ્યાસ મુનિએ અત્યંત અજ્ઞાની હોવાથી દયનીય કહ્યા છે. કેમ કે તેમણે ચિત્તમાં પ્રતિબિંબિત થનારા ગ્રાહ્યકારને તથા ગ્રહીતાકારને સમજ્યા જ નથી. શું કોઈ પણ વસ્તુની સત્તા વિના તેનું પ્રતિબિંબ સંભવ હોઈ શકે ખરું ? જેમ- દર્પણમાં વસ્તુ વિના પ્રતિબિંબ નથી હોઈ શકતું તે જ પ્રકારે ચિત્તથી ભિન્ન પુરુષ વગેરેની સત્તા વિના ચિત્તમાં પણ પ્રતિબિંબ સંભવ નથી. વ્યાસ મુનિએ એનું સમાધાન એ પણ આપ્યું છે કે આ ગ્રહીતા, ગ્રાહ્ય તથા ગ્રહણનો ભેદ સમાધિમાં ઉત્પન્ન વિશેષ
કેવલ્યપાદ
૩૪૯
For Private and Personal Use Only