________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રજ્ઞા દ્વારા સ્પષ્ટ થઈ જાય છે. સમાધિપ્રજ્ઞામાં જે શેય વિષય છે, તે પ્રતિબિંબનો આશ્રય હોવાથી પ્રજ્ઞાથી જુદો છે. પ્રજ્ઞાથી ભિન્ન કોઈ પદાર્થ ન હોય તો પ્રજ્ઞાથી પ્રજ્ઞાનું જ્ઞાન કેવી રીતે થાય? અને પ્રજ્ઞામાં બાહ્ય વિષયના પ્રતિબિંબને જે જાણે છે, તે પુરુપતત્ત્વ, પ્રજ્ઞા અને બાહ્ય વિષયથી જુદો જ છે. આ ગ્રહીતા, ગ્રહણ તથા ગ્રાહ્યના સ્વરૂપોને વિવેકખ્યાતિને પ્રાપ્ત કરનારો યોગી પુરુષ જ સારી રીતે જાણે છે. ર૩ નોંધ - (૧) જેમ સ્ફટિક મણિ નજીક રાખેલું જયા કુસુમ (એક જાતનું પીળું ફૂલ) ઉપરંજિત થઈને તદકાર થઈ જાય છે, તે જ રીતે ચિત્ત પણ દ્રષ્ટા તથા દશ્યથી ઉપરંજિત, થઈને તદાકાર થઈ જાય છે. (૨) જેમ સ્ફટિક મણિ પોતાની બંને બાજુ રહેલાં બે રૂપો વાળા જુદા જુદા પદાર્થો સાથે ઉપરક્ત થઈને (જોડાઈને) તદાકાર જણાય છે, તે જ રીતે ચિત્ત પણ દ્રષ્ટા તથા દશ્યથી ઉપરક્ત થઈ જાય છે. (૩) યોગદર્શનમાં ચિત્ત, પ્રજ્ઞા, મન વગેરે શબ્દો એક અર્થમાં પ્રયુક્ત થયા છે, યોગશાસ્ત્રના અભ્યાસુએ સર્વત્ર તેમની એકાર્થતા સમજીને સંગતિ લગાવવી જોઈએ. હવે - અને તે કેવી રીતે થઈ શકે છે?
तदसंख्येयवासनाभिश्चित्रमपि परार्थ
હરિત્વતિ ર૪ . સૂત્રાર્થ-(ત) તેદ્રષ્ટા તથા દશ્યના સંપર્કથી ઉપરંજિત થનારું ચિત્ત (સંરચવાલનપ) અગણિત વાસનાઓથી (વિત્રમ્ ) ચિત્રીકૃત પણ દત્યરિત્વ) ઈદ્રિયોથી મળીને કાર્ય કરવાને કારણે તથા સત્ત્વ આદિનું સંઘાત હોવાના કારણે પરાર્થન) પર= પુરુષના ભોગ અપવર્ગરૂપ પ્રયોજન સિદ્ધ કરવાને માટે છે. ભાષ્ય અનુવાદ- તે આ ચિત્ત અસંખ્ય વાસનાઓથી (પૂર્ણ હોવાથી = ભરેલું હોવાથી) ચિત્રિત જેવું હોવા છતાં પણ પરાર્થન) બીજા (પુરુષ)ના ભોગ તથા અપવર્ગ પ્રયોજનને સિદ્ધ કરવા માટે છે, પોતાના માટે નહીં. કેમ કે એ ચિત્ત દત્યાર = ઈદ્રિયોથી મળીને તથા સત્ત્વ આદિનો સંઘાત હોવાથી પરાર્થ કાર્ય કરે છે. જેમ - ગૃર = ઘર ગૃહસ્વામીની સાથે જ ઉપયુક્ત રહે છે, પોતાને માટે નહીં. તે જ રીતે મળીને કાર્ય કરનાર ચિત્ત સ્વાર્થ માટે નથી હોઈ શકતું. સુરવવત્ત = સુખ આદિ ભોગનું સાધન ચિત્ત સુખ આદિ ભોગના માટે અને જ્ઞાનાકાર ચિત્ત, જ્ઞાનને માટે નથી હોતું, આ બંનેય, પરાર્થ = ચિત્તથી જુદા પુરુષને માટે હોય છે અને જે ભોગ તથા માવા = મોક્ષરૂપ અર્થ (પ્રયોજન)થી અર્થવાન અર્થવાળો પુરુષ છે. તે જ = પર શબ્દથી ગ્રહણ કરવા યોગ્ય છે. (જો કોઈ એવો પ્રશ્ન કરે કે “પર” શબ્દથી પુરુષનું જ શું કામ ગ્રહણ કરવું? તેનો ઉત્તર આપે છે.) અહીં “પર” શબ્દથી પુરુષનું જ ગ્રહણ થાય છે, સામાન્યમાત્રનું નહીં. જો વૈનારિા = ક્ષણિકવાદી “પર” શબ્દથી બોમ્બ બીજા સ્વરૂપથી સામાન્ય માત્રનું ઉદાહરણ આપે તો તે બધુ મળીને કાર્ય કરવાના કારણે પાર્થ = ચિત્તથી ભિન્ન ૩૫૦
યોગદર્શન
For Private and Personal Use Only