________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થાત્ એક સાથે અનેક જ્ઞાન ન થવાં એ જ મનનું જ્ઞાપક લિંગ (ચિહ્ન) છે. હવે – જો ક્ષણિકવાદીની એવી મતિ – માન્યતા હોય કે પોતાના વ્યાપારથી નિરુદ્ધ =નાશ થયેલું ચિત્ત પોતાના (સમીપી = પરવર્તી) બીજા ચિત્ત દ્વારા ગૃહીત થાય છે તો - चित्तान्तरदृश्ये बुद्धिबुद्धेरतिप्रसङ्ग : સ્મૃતિસંરવ ।। ।।
સૂત્રાર્થ - (પિત્તાન્તરવૃશ્ય) પૂર્વ ચિત્તને બીજા ચિત્તનું દૃશ્ય (વિષય) માનવાથી (બુદ્ધિબુદ્ધે :) બુદ્ધિ—તે જ્ઞાતા ચિત્તને જાણવાને માટે બીજી બુદ્ધિ = જ્ઞાતા ચિત્તને માનવાથી (અતિપ્રસં। :) અનવસ્થા દોષ ઉત્પન્ન થાય છે (૬) અને (સ્મૃતિસંર :) સ્મૃતિઓનું પરસ્પર સંકર = મિશ્રણ પ્રાપ્ત થાય છે.
ભાપ્ય અનુવાદ - (ચિત્તાન્તર દૃશ્ય) જો પ્રથમ ચિત્ત (સમનન્તરવર્તી) બીજા ચિત્તથી ગૃહીત થાય છે તો બુદ્ધિની બુદ્ધિ = પૂર્વ ચિત્તનું જ્ઞાતા કોનાથી ગૃહીત થાય છે ? (જો) તે પણ બીજા ચિત્તથી અને (બીજુ) ચિત્ત પણ બીજા (ત્રીજા) ચિત્તથી ગ્રહીત જાણી શકાય છે, તો અતિપ્રસંગઃ = અનવસ્થા દોપ આવેછે. અને (સ્મૃતિસં૪) સ્મૃતિઓનું સંકર (અવ્યવસ્થા) દોષ પણ થશે. તથા (વિભિન્ન) ચિત્તોના જેટલા અનુભવો હશે, તેટલી જ સ્મૃતિઓ (એક સાથે) પ્રાપ્ત થશે અને એ સ્મૃતિઓની સકીર્ણતાના કારણે કોઈપણ એક સ્મૃતિનો નિશ્ચય નહીં થઈ શકે.
=
આ પ્રકારે ચિત્તના પ્રતિસંવેદ્રી યથાર્થજ્ઞાતા પુરુષનો સ્વીકાર ન કરનારા વૈનાશિ = ક્ષણિકવાદીઓની (બંધ મોક્ષ સંબંધી) બધી વ્યવસ્થા જ અસ્તવ્યસ્ત કરી દીધી છે. તે ક્ષણિકવાદી લોક ભોક્તા પુરુષના સ્વરૂપની જે કોઈ પદાર્થમાં (ચિત્ત આદિમાં) કલ્પના કરતા યાયાવરળ = યુક્તિયુક્ત વ્યવહારથી સંગત નથી થઈ શકતા. કેટલાક ક્ષણિકવાદી સત્ત્વમાત્ર = ચિત્તથી ભિન્ન પુરુષની સત્તા પણ કલ્પિત કરે છે - - સત્ત્વ = પુરુષ છે, જે આ પાંચ સ્કંન્ધોને છોડીને (મરણોત્તર) બીજા સ્કન્ધોને ધારણ કરી લે છે. એવું કહીને પછી તે જ પુરુષની સત્તાને માનવાથી ભયભીત થઈ રહ્યા છે. અને આ પાંચ સ્કન્ધોના મહાનિર્દેવ = ગ્લાનિભાવ તથા પરવૈરાગ્યની પ્રાપ્તિને માટે ફરી જન્મ આદિના અભાવને માટે અને શાન્તિ પ્રાપ્તિને માટે ગુરુની નજીક (જઈને) બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ, એવું કહીને સત્ત્વ = પુરુષના સત્ત્વ = અસ્તિત્ત્વનો જ ઞપત્તાપ (નિષેધ)=ખંડન કરે છે. સાંખ્ય અને યોગ આદિ શાસ્ત્રોનો તો આ પ્રવાર્ = પ્રકૃષ્ટવાદ (દૃઢ માન્યતા) છે કે તેઓ ‘સ્વ’ શબ્દથી સ્વામી પુરુષને જ ચિત્તનો ભોક્તા સ્વીકાર કરે છે.
ભાવાર્થ – જો ક્ષણિકવાદી આમ કહે કે એક ચિત્તથી વિષયનું ગ્રહણ થાય છે અને તે વિષય સહિત ચિત્તનું જ્ઞાન બીજા ચિત્તથી થાય છે. આ પ્રકારે પૂર્વ સૂત્રમાં કથિત દોષ પણ નથી આવતો અને ચિત્તથી ભિન્ન પુરુષ તત્ત્વને માનવાની પણ આવશ્યકતા
કૈવલ્યપાદ
૩૪૫
For Private and Personal Use Only