________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી રહેતી. આ પક્ષમાં બે દોપ આવે છે. (૧) અનવસ્થા અને (૨) મૃતિ સંકર. ક્ષણિજ્વાદ પ્રમાણે ચિત્ત ક્ષણ-ક્ષણમાં બદલાતું રહે છે. ફલતઃ એક ચિત્તે એક વિષયનું ગ્રહણ કરેલું અને એ વિષય સહિત ચિત્તનું જ્ઞાન બીજા ચિત્તથી થાય છે. એ જ પ્રકારે બીજાનું જ્ઞાન ત્રીજાથી, ત્રીજાનું જ્ઞાન ચોથાથી આ પ્રકારે ક્રમની સમાપ્તિ નહીં થઈ શકે. એનાથી અનવસ્થા દોષ ઉત્પન્ન થશે અર્થાત્ પ્રથમ એક વિષયનું જ્ઞાન, પછી તે જ્ઞાન સહિત ચિત્તનું જ્ઞાન, આ પ્રકારે ઉત્તરોત્તર વધતાં વધતાં એક જ્ઞાન પણ પૂર્ણતઃ નહીં થઈ શકે અને ક્ષણિકવાદીઓનો ક્ષણિકવાદ જ સ્થિર નહીં રહી શકે, તે ધરાશયી થઈ જશે. કેમ કે પ્રથમ ચિત્ત બીજા ચિત્તનું દશ્ય જયારે માને છે તો બીજા ચિત્તના સમયે પ્રથમ ચિત્ત અવશ્ય હોવું જોઈએ, અને પછી આ સત્તાને માનવાથી ક્ષણિકવાદ પણ કયાં રહ્યો? નહીંતર બીજા ચિત્તનું પ્રથમ ચિત્ત દશ્ય ના બની શકે.
બીજો દોષ - સ્મૃતિઓનું સંકર – આવે છે. જુદાં જુદાં જેટલાં ચિત્ત હશે, તેમની તેટલી જ સ્મૃતિઓ હશે. આ પ્રકારે અનેક અનુભવોની સ્મૃતિઓનું પરસ્પર મિશ્રણ થવાથી એ સ્મૃતિ કયા ચિત્તની છે, એવો નિશ્ચય નહીં થઈ શકે અને અનેક અનુભવોના મિશ્રણથી નિશ્ચયાત્મક સ્મૃતિનું હોવું જ સંભવ નહીં રહે. આ પ્રસંગમાં “નાચEFન્ય મતિ’ આ ન્યાયથી બીજા ચિત્તથી પ્રથમ ચિત્તની સ્મૃતિ કેવી રીતે થઈ શકે? જો એવું જ થઈ જાય તો દેવદત્ત જોયેલી વસ્તુની સ્મૃતિ યક્ષદત્તને પણ થવી જોઈએ. જો એકની પ્રતીતિ બીજાને સ્મૃતિ નથી થઈ શકતી તો પ્રથમ ચિત્તની પ્રતીતિને બીજું ચિત્ત પણ કેવી રીતે સ્મરણ કરી શકે? સ્પષ્ટ છે કે ક્ષણિકવાદમાં ઉત્પન્ન દોષોનું નિવાણ કરવું શકય નથી. એટલા માટે ચિત્તથી ભિન્ન, જ્ઞાતા પુરુપતત્ત્વને જ સ્વીકાર કરવાથી આ દોષોનું સમાધાન થઈ શકે છે. સાંખ્ય તથા યોગદર્શનમાં ચિત્તથી ભિન્ન પુરુપતત્ત્વનો પ્રવત્ = પરમ દઢતાથી સ્વીકાર કરવામાં આવ્યો છે. જે ૨૧ છે નોંધ - પાંચ સ્કંધ આ છે - રૂપ, વિજ્ઞાન, વેદના, સંજ્ઞા અને સંસ્કાર હવે - કયા પ્રકારથી (સાંખ્ય તથા યોગવાળા ભોક્તા પુરુષની સત્તાને માને છે?)
चित्तेरप्रतिसंक्रमायास्तदाकारापत्तौ
स्वबुद्धिसंवेदनम् ॥ २२ ।। સુત્રાર્થ - (પ્રતિસંજમાવી. fપત્તે ) અપરિણામી અને સ્વરૂપમાં અવિચળ રહેનારા ચેતન પુરુષતત્ત્વના સાંનિધ્યથી (તારી ) ચિત્તના પુરુપના જેવું ચેતનવતું પ્રતીત થતાં વિવુદ્ધિ વેનમ) ચિતિ-પુરુપતત્ત્વને પોતાના ચિત્તનું જ્ઞાન થાય છે. ભાગ્ય અનુવાદ-પોકનૃશવિત = ભોગ કરનારી ચેતન શક્તિ (પુરુપતત્ત્વ) મરિનાની = પરિણામથી રહિત અને પ્રતિસંક્રમ = ચિત્ત આદિથી સંબંધ રાખવા છતાં પણ અપરિવર્તિત રહે છે. એ પરિણામી ચિત્તની સાથે સંબંધ થતાં પ્રતિસંક્રાન્તા = પરિવર્તિત જેવી થઈને ચિત્તની વૃત્તિનું અનુસરણ કરે છે, અર્થાત્ ચિત્તમાં પ્રકાશિત થઈ જાય છે. ૩૪૬
યોગદર્શન
For Private and Personal Use Only