________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોવાથી જ્ઞાતા અથવા દ્રષ્ટા નથી. તે તો સ્વયં દૃશ્ય જ છે. ૫ ૧૯
નોંધ - (૧) આકાશના દૃષ્ટાંતનો પૂર્વ પક્ષીનો આશય એ છે કે જેમ આકાશ પ્રતિષ્ઠાને માટે કોઈ ક્રિયા નથી કરતું અને ન તો તેનું કોઈ અધિકરણ જ હોય છે, તે જ રીતે ચિત્ત પણ કોઈ પણ બીજાથી ગૃહીત નથી થતું પરંતુ તેનું આગળ ખંડન કરી દીધું છે. (૨) દૃશ્યનું સ્વરૂપ યો. ૨/૧૮-૧૯ સૂત્રોમાં દ્રષ્ટવ્ય છે.
(૩) આ આકાશ પણ એક જડ તત્ત્વ છે. તેનો આશ્રય પણ ઈશ્વર છે, તે સ્વયં સ્થિત નથી. હવે – શું ચિત્તથી એક સમયમાં જ વિષય અને ચિત્ત બંનેનું જ્ઞાન થાય છે ? एकसमये चोभयानवधारणम् ।। २० ।।
સૂત્રાર્થ - (૪) અને ( સમયે) એક જ સમયમાં (૩મય-અનવધારળન) વિષય-અને ચિત્ત બંનેનું જ્ઞાન નથી થઈ શકતું.
ભાપ્ય અનુવાદ – (૫ સમયે) અને એક જ ક્ષણમાં (૩મયાનવધારળમ્) (ચિત્ત દ્વારા) પોતાનું રૂપ તથા બીજાનું રૂપ=વિષયોનાં રૂપનું અવધારળ=નિશ્ચય કરવો સંભવ નથી (એમાં કારણ બતાવે છે) ક્ષણિક વાદિઓના મતમાં જે મવન = ચિત્તની ઉત્પત્તિ છે તે જ એક માત્ર યિા= વ્યાપાર છે (તેના વિના બીજો કોઈ વ્યાપાર નથી, કેમ કે બીજી ક્ષણમાં તેની સ્થિતિ નથી માનવામાં આવી) અને તે જ = ચિત્તનું ક્ષણિક અસ્તિત્ત્વ જ ાર = કર્તૃરૂપ, કરણરૂપ તથા કર્મરૂપ વગેરે છે, એવો ક્ષણિકવાદીઓનો ઍક્યુપામ : સ્વીકૃત સિદ્ધાંત છે.
ભાવાર્થ – ચિત્ત ઇંદ્રિયોના સંપર્કથી વિષયને પ્રકાશિત કરે છે, પરંતુ પોતાનું પ્રકાશક સ્વયં નથી. અહીં ક્ષણિકવાદીઓનું એ કથન યુક્તિયુક્ત નથી કે ચિત્ત એક જ સમયમાં વિષયનું તથા પોતાનું જ્ઞાન કરાવે છે, કેમ કે એક સમયમાં બે જ્ઞાન કદાપિ નથી થઈ શકતાં. એટલા માટે ચિત્તથી ભિન્ન, જ્ઞાતાપુરુષતત્ત્વને માનવું જરૂરી છે.
ચિત્તને ક્ષણિક માનનારા એ સિદ્ધાંતને ભૂલી જાય છે કે પ્રથમ ક્ષણમાં વસ્તુની ઉત્પત્તિ, બીજી ક્ષણમાં તેની ક્રિયા અને ત્રીજી ક્ષણમાં કોઈ કાર્ય કરવાથી તે વસ્તુ ‘કારક’ નામથી કહેવામાં આવે છે. અને તેઓ એક ક્ષણમાં જ ઉત્પત્તિ, ક્રિયા તથા કારકને માને છે, આ કદાપિ સંભવ નથી. અને જે ચિત્તને સ્વયં ક્ષણિક માની રહ્યા છે, તે - ‘ઉત્પત્તિ, ક્રિયા તથા કારક' - ત્રણેયને એક સાથે (એક ક્ષણમાં) કેવી રીતે કરી શકે છે ? અને પોતાનું તથા વિષયનું જ્ઞાન કેવી રીતે કરાવી શકે છે ? કેમ કે તે ચિત્તની ઉત્પત્તિની ક્ષણમાં બીજો કોઈ વ્યાપાર કરવો સંભવ જ નથી. બીજી ક્ષણે તે ચિત્તનીસત્તાને તેઓ માનતા નથી. એટલા માટે ચિત્તને વિષયનું પ્રકાશક માનીને ‘સ્વાભાસ’ પણ માનવુંયુક્તિવિરુદ્ધ જ નહીં, બલ્કે અસંભવ જ છે. તેનાથી સ્પષ્ટ છે કે દૃશ્યચિત્તનો દ્રષ્ટા, જ્ઞાતા તથા પ્રકાશક તત્ત્વચિત્તથી અલગ જ છે અને તે પુરુષ=ચેતન તત્ત્વ છે. ૫ ૨૦ નોંધ- ન્યાય દર્શનમાં પણ મનનું લક્ષણ આમ કર્યુંછે કે-‘યુગપજ્ઞાતાનુત્પત્તિર્યનસોનિકાન્
૩૪૪
યોગદર્શન
For Private and Personal Use Only