________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવેદનશીલ=અનુભૂ કરનારું કદીપણ નથી હોઈ શકતું. તેમ છતાંય અહીં ચિત્તને જ્ઞાત અથવા અજ્ઞાત કેમ કહેવામાં આવ્યું છે ? એનું કારણ એટલું જ છે કે જેમ લોખંડના ગોળામાં અગ્નિનો પ્રવેશ થવાથી તે અગ્નિના જેવો લાલવર્ણ અને પ્રકાશ-સ્વરૂપ દેખાવા લાગે છે, તે જ રીતે જડ ચિત્તમાં ચેતન-પુરુષના સાંનિધ્યથી જ્ઞાતૃતા જણાય છે. વાસ્તવિક નથી હોતી. આ વાતને આપણે વિદ્યુત બલ્બથી પણ સમજી શકીએ છીએ. બલ્બ વીજળી વિના પ્રકાશિત નથી થઈ શકતો. બલ્બ પ્રકાશ કરવાનું સાધન છે, તેના વિના પણ વિદ્યુતનો પ્રકાશ નથી મળી શકતો. પરંતુ પ્રકાશ કરવો એ વિદ્યુતનો જ ધર્મ છે, બલ્બનો નહીં. આ જ પ્રકારે જાણવું એ પુરુષનો ધર્મ છે, ચિત્તનો નહીં. તેમ છતાં પુરુષના સાંનિધ્યથી ચિત્તમાં જ્ઞાત-અજ્ઞાત-ધર્મનો આપણે પ્રયોગ કરીએ છીએ એટલા માટે વ્યાસમુનિએ ગત સૂત્ર (યો. ૪/૧૭)માં કહ્યું છે કે -
'अयस्कान्तमणिकल्पा विषया अयस्सधर्मकं चित्तमभिरञ्जयन्ति' । અર્થાત્ ચિત્ત લોઢાના જેવું અને વિષય ચુંબક સમાન છે. તે વિષય લોઢારૂપ ચિત્તને આકૃષ્ટ કરીને ઉપરંજિત કરતું રહે છે. વિષયથી ઉપરંજિત ચિત્તને તે વિષયનું જ્ઞાતા તથા અનુપરંજિત ચિત્તને અજ્ઞાતા કહેવામાં આવ્યું છે. ૫ ૧૮ ૫ નોંધ - અહીં ક્ષણિકવાદી અગ્નિનું દૃષ્ટાંત આપે છે - જેમ અગ્નિ બીજા પદાર્થોનો પ્રકાશક હોવાની સાથે સાથે સ્વપ્રકાશક પણ છે, તે જ રીતે ચિત્ત પણ છે. તેનું ખંડન વ્યાસભાપ્યમાં કર્યું છે.
હવે – આ પ્રસંગમાં એવી શંકા હોઈ શકે છે કે ચિત્ત જ અગ્નિની માફક સ્વપ્રકાશક તથા વિષયનું પ્રકાશક થતું હશે. (માટે પુરુષની સત્તાનો શું કામ સ્વીકાર કરવો ?)
न तत्स्वाभासं दृश्यत्वात् ।।१९।।
સૂત્રાર્થ - (તત્) ચિત્ત (વૃવત્તા) જડ હોવાથી (સ્વામાસું ન) સ્વયં પ્રકાશક નથી. ભાપ્ય અનુવાદ – જેમ શ્રોત્ર વગેરે ઇંદ્રિયો અને શબ્દ વગેરે વિષયો દૃશ્ય હોવાથી સ્વપ્રકાશક નથી હોતા, તે જ રીતે ચિત્તને પણ સમજવું જોઈએ અર્થાત્ તે પણ સ્વપ્રકાશક નથી અને આ વિષયમાં અગ્નિનું દૃષ્ટાંત સંગત નથી. કેમ કે અગ્નિ પોતાના અપ્રકાશિત સ્વરૂપને પ્રકાશિત નથી કરતો અને આ અગ્નિનું જે પ્રકાશિત રૂપ છે, તે પ્રાશ્ય = પ્રકાશ કરવા યોગ્ય વસ્તુ તથા પ્રકાશકનો સંયોગ થતાં જ જોવામાં આવે છે, કેમ કે વસ્તુનો પોતાના સ્વરૂપમાં સંયોગ નથી થતો.
જો અહીં (પૂર્વપક્ષી એમ કહે કે) ચિત્ત પોતાનું પ્રકાશક છે, અર્થાત્ કોઈ બીજાથી ગ્રાહ્ય નથી જેમ કે આકાશ પોતે પોતાનામાં પ્રતિષ્ઠિત છે. અર્થાત્ બીજા કોઈમાં પ્રતિષ્ઠિત = બીજાના આશ્રયવાળું નથી. તો આ તેનું કથન યોગ્ય નથી કેમ કે પ્રાણીઓની સ્વકાર્યોમાં પ્રવૃત્તિ = (લોકોનું પોત પાતાના કાર્યોમાં લાગવું) પોતાના બુદ્ધિ પ્રચાર – (બુદ્ધિશ્વિત તસ્ય પ્રવારા વ્યાપારા :) ચિત્તવૃત્તિઓનું પ્રતિસંવેદ્દન - (અનુભૂતિ અથવા જ્ઞાન) થતાં જ જોવામાં આવે છે. અર્થાત્ કોઈપણ સત્ત્વ = પ્રાણી, ચિત્તવૃત્તિના જ્ઞાન
૩૪૨
યોગદર્શન
For Private and Personal Use Only