________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાપ્ય અનુવાદ - ભૌતિક વિષય મીત્તળ = ચુંબકમણિના જેવો હોય છે અને મય : સધર્મવ: = લોઢાની સમાન છે. માટે વિષય ચિત્ત સાથે જોડાઈને ઉન્નત = અનુરક્ત કરે છે. અને ચિત્ત જે વિષયથી ઉપરક્ત થાય છે, અર્થાત જે વિષયને ગ્રહણ કરે છે તે વિષય તે સમયે ચિત્તને જ્ઞાત થાય છે. તેનાથી જુદો વિષય અજ્ઞાત હોય છે. વસ્તુના સ્વરૂપનું કદીક જ્ઞાત તથા કદીક અજ્ઞાત થવાથી ચિત્ત પરિણા = પરિણામ સ્વભાવવાળું સિદ્ધ થાય છે. ભાવાર્થ - જયારે બાહ્ય વસ્તુની સત્તા ચિત્તથી જુદી છે, તો પછી તેનું જ્ઞાન ચિત્તને સદા કેમ નથી થતું? તેનો ઉત્તર એ છે કે – બાહ્ય વસ્તુની સાથે ઈદ્રિય-સંનિકર્મ દ્વારા ચિત્ત પર વિપયનું પ્રતિબિંબ પડે છે. તેને “ઉપરાગ' કહે છે. સૂત્રમાં ‘તત સર્વનામ બાહ્ય વસ્તુનું બોધક છે. બાહ્ય વિષય અયસ્કાન્ત મણિ (ચુંબક પત્થર)ની સમાન છે, અને ચિત્ત લોઢાની સમાન છે. બાહ્ય વિષય ઈદ્રિય સંનિકર્ષ દ્વારા ચિત્તને આકૃષ્ટ કરીને ઉપરંજિત કરી દે છે. જે વિષય ચિત્તને જયારે ઉપરક્ત (ગ્રહણ) કરે છે, તે જ્ઞાત થાય છે, પરંતુ તેનાથી ભિન્ન વિષય જ્ઞાત નથી થતા. આ પ્રકારે ચિત્ત બાહ્ય વિષયોથી જ્ઞાત અથવા અજ્ઞાત વિષયવાળું થવાથી પરિણામી હોય છે.
અહીં એ પણ જાણવું જરૂરી છે કે ચિત્તમાં જે વિષય યા વસ્તુનું પ્રતિબિંબ પડે છે, ચિત્ત તે વિષયના આકારવાળું થઈ જાય છે, અને ચેતન પુરુપ ચિત્તના સાનિધ્યથી તે વિષયને જાણે છે, ચિત્ત નહીં. કેમ કે મન તો જાણવાનું સાધન જ છે તેમ છતાંય અહીં જ્ઞાત તથા અજ્ઞાત કહેવાનો અભિપ્રાય ચિત્તનું વિષયાકાર થવું અથવા વિષયથી પૃથફ થવું જ સમજવું જોઈએ. કેમ કે જાણવું ચેતન પુરુષનો જ ધર્મ છે. ચિત્ત વગેરે - કરણો (સાધનો)નો જ્ઞાનને અનુકૂલવ્યાપાર કરવો એ જ કાર્ય છે. અને તે કારણો (સાધનો) બાહ્ય વિષયોને પુરપ = ચેતન આત્મા સુધી પહોંચાડવામાં સહાયક થાય છે. માટે તે જાણવાનું સાધન માત્ર છે, જ્ઞાતા નહીં. તેમ છતાં ચિત્તને જ્ઞાત તથા અજ્ઞાત હોવાની વાત એવી જ સમજવી જોઈએ, જેમ કે - વ્યવહારમાં આપણે કહી દઈએ છીએ કે - નેત્ર જાએ છે, કાન સાંભળે છે વગેરે વ્યવહારિક વાતોમાં સાધનને સાધકના રૂપમાં અથવા કરણ (ઈદ્રિયો)ને કર્તાના રૂપમાં પ્રયોગ કરી દઈએ છીએ. જોકે ચેતન પુરુષ સુધી બાહ્ય વિષયોને પહોંચાડવામાં ચિત્ત તથા નેત્ર વગેરે બધાં કરણ સહાયક હોય છે. તેમ છતાં પણ અહીં ચિત્તનું ગ્રહણ પુરોક્રાઈસંપ્રત્યયઃ' ન્યાયથી કરવામાં આવ્યું છે. જેમ- સહાયકોની સાથે રાજા કયાંક જઈ રહ્યો હોય તો કોણ જઈ રહ્યું છે? એવું) પૂછતાં રાજાનું જ નામ લેવામાં આવે છે. બીજા સહાયકોના નહીં. આ જ પ્રકારે મનના સંપર્ક વિના નેત્ર આદિ ઈદ્રિયો પોત-પોતાના વિષયોનું ગ્રહણ કરી નથી શકતી માટે મન ઈદ્રિયોમાં મુખ્ય છે. ૧૭ હવે - જે પુરુપનું તે જ ચિત્ત વિષય હોય છે, તેનું સ્વરૂપ પરિણામી નથી.
યોગદર્શન
३४०
For Private and Personal Use Only