________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે અન્યથા આસક્ત અથવા નિરુદ્ધ ચિત્તનો તેની સાથે કોઈ સંબંધ જ નહીં રહે. પરંતુ આ વાત પ્રત્યક્ષની વિરુદ્ધ હોવાથી માની શકાતી નથી કેમ કે લોકોમાં એ વસ્તુ વિદ્યમાન હોય છે કે બીજાનું ચિત્ત તેનું જ્ઞાન કરે છે, તે વસ્તુના અસ્તિત્ત્વનો સ્વીકાર કરે છે. આ વાતને વ્યાસ-મુનિએ આ પ્રકારે સમજાવી છે – આપણા શરીરનો જે ભાગ પીઠ, હાથ વગેરે જે વખતે જોવામાં ન આવે તો તેને તે વખતે ચિત્તનો વિષય ન હોવાથી શું અવિદ્યમાન નથી દેખાતો) કહી શકાશે ખરો? જો ના તો એ માનવું જ પડશે કે ચિત્તનો વિપયન હોવા છતાં પણ બાહ્ય વસ્તુની સત્તા હોય છે.
આ વિષયમાં એ પણ વિચારણીય છે કે બાહ્ય વસ્તુની સત્તાનો સ્વીકાર ન કરનારા એ સ્પષ્ટ કરે કે ચિત્ત બાહ્ય વસ્તુનું ઉત્પાદક છે, અથવા દીપકની માફક પ્રકાશક છે? જો ચિત્ત વસ્તુઓનું પ્રકાશક માત્ર જ હોય, તો ચિત્તથી જ્ઞાન થવું જુદી વાત છે. અને તેનું અસ્તિત્ત્વ અલગ વાત છે. ચિત્તનો વિષય ન હોવા છતાં પણ તે વસ્તુની સત્તાથી ઈન્કાર નથી કરી શકાતો અને ઉત્પાદકના વિષયમાં એ પણ વિચાર કરવો પડશે કે પ્રત્યેક વસ્તુ પોતાના નિયત ઉપાદાન કારણથી જ ઉત્પન્ન થાય છે. તે વસ્તુઓના તત્ત્વોમાં ચિત્તને કોઈ નથી માનતું. માટે બાહ્ય વસ્તુનું અસ્તિત્ત્વ ચિત્તના આશ્રયથી નહીં, બબ્બે પોતાના સ્વતંત્ર ઉપાદાનકારણના આશ્રયથી હોવાથી તે વસ્તુની સત્તાથી ઈન્કારનથી થઈ શકતો.
એટલા માટે અહીં વ્યાસ-મુનિએ આ વિષયને ઘણો જ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે"तस्मात् स्वतंत्रोऽर्थ : सर्वपुरुषसाधारण : स्वतंत्राणि च चित्तानि प्रति पुरुषं प्रवर्तन्ते ।
तयो : संबंधादुपलब्धि : पुरुषस्य भोग इति ।।" અર્થાતુ પ્રત્યેક બાહ્ય વસ્તુ ઘટ પટ વગેરે સ્વતંત્ર સત્તાવાળી છે. એ ન તો મિથ્યા જ છે કે ન તો ચિત્તથી ઉત્પન્ન થાય છે, અને ચિત્તથી જુદી છે. તથા ચિત્ત પણ સ્વતંત્ર=અન્યસત્તા-નિરપેક્ષ છે, અને તેની પ્રવૃત્તિ પુરુષના આશ્રયથી થાય છે. ચિત્ત અને પુરુષના સંબંધથી તો પુરુપને સુખ આદિનો ભોગ થાય છે. છે ૧૬ ા નોંધ -દરેક વસ્તુને આગળ, પાછળ તથા વચ્ચેનો ભાગ અવશ્ય હોય છે. જયારે ચિત્ત વસ્તુના એક ભાગને જ્ઞાનનો વિષય બનાવે છે, ત્યારે બીજો ભાગ અજ્ઞાત રહે છે, વસ્તુને એક ચિત્તને આધીન માનવાથી જ્ઞાનકાળમાં પણ વસ્તુ અજ્ઞાત જ રહેશે અને વસ્તુના બીજા ભાગોને અસત માનવા પડશે. આ વાતને વ્યાસ મુનિએ એમ કહીને સમજાવી છે કે જેનો પૃષ્ઠ (પાછળનો) ભાગ નથી તેનું ઉદર (પેટ) પણ નહીં હોય અર્થાત્ વસ્તુના બીજા ભાગોનું ન હોવાથી વસ્તુની સત્તા ચિત્તનો વિષય કદાપિ નહી બની શકે. હવે - ચિત્તનું પ્રતિબિંબ અપેક્ષી હોવાથી બાહ્ય વસ્તુ કેવી હોય છે? तदुपरागापेक्षित्वाच्चित्तस्य वस्तु ज्ञाताऽज्ञातम् ॥१७॥ સૂત્રાર્થ - (ચિત્ત) ચિત્તનું (તદુપરીક્ષ–ાત) તે બાહ્ય વસ્તુના ઉપરાગ = પ્રતિબિંબની અપેક્ષા હોવાથી (વસ્તુ) બાહ્ય-વસ્તુ જ્ઞાતારાતY) જ્ઞાત અથવા અજ્ઞાત હોય છે.
કૈવલ્યપાદ
૩૩૯
For Private and Personal Use Only