________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सदा ज्ञाताश्चित्तवृत्तयस्तत्प्रभोः
पुरुषस्यापरिणामित्वात् ॥१८॥ સૂત્રાર્થ - (તમાં ) તે ચિત્તના સ્વામી (પુરુ૫) ચેતન જીવાત્માનું પરિણામિત્વત) અપરિણામી હોવાથી (fવત્તવૃત્તા:) ચિત્તની વૃત્તિઓ પુરુષને (ા જ્ઞાતા:) સનદી જ્ઞાત
રહે છે.
ભાપ્ય અનુવાદ - જો ચિત્તની સમાન પ્રભુ = ચિત્તનો સ્વામી પુરુપ પણ પરિણત થનારો થાય તો તે પુરુષના વિષય બનનારી ચિત્તની વૃત્તિઓ પણ શબ્દ આદિ વિષયોની જેમ જ્ઞાત અને કદીક અજ્ઞાત થઈ જાય (પરંતુ એવું નથી) મન: = મનની વૃત્તિઓ સ્વામી પુરુપને સદા જ્ઞાત રહે છે, જેનાથી પુરુષનું અપરિમિત્વ =પરિણામ-ધર્મથી રહિત હોવાનું અનુમાન પ્રમાણથી સિદ્ધ થાય છે. ભાવાર્થ - ચિત્ત અને પુરુષનો ભેદ – ગયા ત્રણ સૂત્રોમાં બાહ્ય પદાર્થોની સત્તા ચિત્તથી ભિન્ન સિદ્ધ કરીને હવે ચિત્તથી પુરુષનો ભેદ સ્પષ્ટ કરે છે. ચિત્ત પરિણામી = પરિણત = બદલાવાવાળું છે, અને પુરુષ અપરિણામી છે. ચિત્ત ગ્રહણ કરવાનું સાધન છે, તો પુરુ૫ ગ્રહણ કરનારો સ્વામી છે. ચિત્ત અચેતન છે, તો પુરુષ જ્ઞાતા = અનુભૂતિ કરનારી ચેતન સત્તા છે. ચિત્ત અંતઃકરણ હોવાથી બાહ્ય-વિષયને નેત્ર આદિ ઈદ્રિયોના સંપર્કથી પુરપ સુધી પહોચાડે છે. ચિત્તનો ઈદ્રિયો દ્વારા જયારે બાહ્ય વિષયોથી સંપર્ક થાય છે, તો તે વિષય ચિત્તને જ્ઞાત થાય છે. અને જયારે આ સંપર્ક નથી હોતો ત્યારે તે વિષય અજ્ઞાત હોય છે. ચિત્ત કદીક બાહ્ય વિષયને જાણે છે તો કદીક નથી પણ જાણતું એટલા માટે ચિત્તને પરિણામી =બદલાવાવાળું કહે છે, પરંતુ ચિત્તનો સ્વામી પુરુષ અપરિણામી છે. તે ચિત્ત વૃત્તિઓનો સદા જ્ઞાતા હોય છે. ચિત્તનું ફક્ત આ જ કાર્ય હોય છે કે તે જે વિષયથી જોડાયેલું હોય તેનાથી પ્રતિબિંબિત થઈને (તદાકાર થઈને) તેના સ્વરૂપને પોતાના સ્વામી ચેતન શક્તિ (પુરુષ)ને સોંપી દે છે. પુરુષને ચિત્તનાં સમસ્ત પરિણામોનું સદા જ્ઞાન રહે છે. ચિત્તનો વિષય છે - બાહ્ય ઘટ આદિ અને પુરુષના વિષય છે - ચિત્તવૃત્તિઓ. ચિત્ત વિષયોને કદીક જાણે છે. તો કદીક નથી જાણતું માટે પરિણામી કહેવાય છે. પરંતુ પુરુષ ચિત્તની વૃત્તિને હંમેશાં જ જાણે છે, જો તે કદી પણ ન જાણતો હોત તો તે પણ પરિણામી કહેવાત. ચિત્ત બાહ્ય વિષયોના પ્રતિબિંબથી તદાકાર જણાય છે. પરંતુ પુરુપ બાહ્ય વિષયાકાર કદી પણ ન હોવાથી પરિણતધર્મા નથી. ચિત્તનું વિષયાકાર થવાથી પરિણામી કહેવાનું તાત્પર્ય એ જ છે કે કરણરૂપ ચિત્તમાં વિષયને પ્રહણ કરવાનું સામર્થ્ય છે – જેમ સ્ફટિકમણિની પાસે લાલ રંગનું ફૂલ રાખ્યું હોય ત્યારે તે મણિ પણ લાલ દેખાય છે. પરંતુ વાસ્તવમાં તે સ્વચ્છ સફેદ જ હોય છે. આ જ પ્રકારે ચિત્ત કરણ છે. પુરુષ આ કરણથી બાહ્ય વિષયોનું જ્ઞાન મેળવે છે. અહીં એ પણ જાણવું ઘણું જ જરૂરી છે કે ચિત્ત ત્રિગુણાત્મક હોવાથી જડ છે. તે કૈવલ્યપાદ
૩૪૧
For Private and Personal Use Only