________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિના કોઈ પણ વ્યાપારમાં પ્રવૃત્ત નથી થતું. ચિત્ત ઈદ્રિયોના માધ્યમથી કોઈક વિષયને પ્રકાશિત કરે છે, અને પ્રાણી તેને જાણીને જ કાર્યોમાં પ્રવૃત્ત થાય છે. જેમ કે હું hદ્ધ = ક્રોધી છું, હું ડરી ગયેલો છું, અમુક વિષયમાં મારો રાગ છે, અને અમુક વિષયમાં મારો ક્રોધ છે. આ બધા પ્રાણીઓનો વ્યાપાર પોતાની બુદ્ધિનું ગ્રહણ ન થતાં અર્થાત્ ચિત્તની વિષયાકારિત વૃત્તિનું જ્ઞાન ન થવાથી સંભવ નથી. “ઈતિ” શબ્દ સમાપ્તિનું સૂચક છે. ભાવાર્થ – ચિત્તને જ જ્ઞાતા માનવાવાળા એવી યુક્તિ આપે છે કે જેમ અગ્નિ બીજા પદાર્થોનો પ્રકાશક હોવાની સાથે સાથે પોતાના સ્વરૂપને પણ પ્રકાશિત કરે છે. તેજ રીતે ચિત્ત પણ વિષયોના પ્રકાશની સાથે સાથે પોતાના સ્વરૂપનું પણ પ્રકાશક છે. એટલા માટે ચિત્ત જ જ્ઞાતા છે, તેનાથી ભિન્ન પુરુપ ચેતન સત્તાને માનવાની શું આવશ્યકતા છે? આનું સમાધાન અહીં આ પ્રકારે કર્યું છે કે – આ ચિત્ત ત્રિગુણાત્મક હોવાથી ઘટ-પટ વગેરેની જેમ દશ્ય છે. માટે ચિત્ત ઘટ-પટ આદિની જેમ જ જડ છે. તેને કદાપિસ્વપ્રકાશક નથી માની શકાતું. અહીં વ્યાસ ભાષ્યમાં નેત્ર વગેરે ઈદ્રિયો તથા રૂપાદિ વિષયોના ઉદાહરણ પણ આપ્યાં છે, જેમ એ દશ્ય હોવાથી અચેતન છે, અને સ્વપ્રકાશક નથી, તે જ પ્રકારે ચિત્ત પણ સ્વપ્રકાશક નથી, કેમકે એ પણ દશ્ય છે. આ વિષયમાં પૂર્વપક્ષીનું અગ્નિનું દષ્ટાંત અહીં સંગત નથી થતું કેમ કે અગ્નિ સ્વયં જડ છે, તેને પોતાના સ્વરૂપનું પણ જ્ઞાન નથી. તેને જાણવાને માટે પણ બીજા જ્ઞાતાની જરૂરિયાત રહે છે. તથા અગ્નિ પોતાના અપ્રકાશિત રૂપને કદાપિ પ્રકાશિત નથી કરતો. અગ્નિનો જે કંઈપણ પ્રકાશ = પદાર્થોને બતાવનારો જોવામાં આવે છે, તે પણ પ્રકાશ્ય = બળનારાં ઈધણ વગેરે અને પ્રકાશક = અગ્નિને પ્રજ્વલિત કરનારી વ્યક્તિના સંપર્કથી થાય છે. સ્વયં અગ્નિ સ્વપ્રકાશક જ્ઞાતા અથવા દ્રષ્ટા કદાપિ નથી. આજ પ્રકારે જડ ચિત્ત પુરુપના સાંનિધ્યથી જ વિષયોને પ્રકાશિત કરે છે.
અહીં વ્યાસ ભાષ્યમાં પૂર્વપક્ષીની શંકાને બીજી રીતે પણ બતાવીને તેનું સમાધાન કર્યું છે. પૂર્વપક્ષી જો સૂત્રના “સ્વમસન્મ પદનો અર્થ ‘પ્રવેશ ન કરીને ‘પરમસF “બીજાથી પ્રકાશિત” કરે અને આકાશના દષ્ટાંતથી સંગત કરવા ઈચ્છે છે, અર્થાત જેમ આકાશ પોતે પોતાનામાં સ્થિત (રહેલું) છે. તેનું તાત્પર્ય એ જ છે કે તે બીજાના આશ્રયથી સ્થિત (રહેલું) નથી. એ જ પ્રકારે ચિત્તને સૂત્રમાં ન સ્વમાન કહેવાનો આશય એટલો જ છે કે ચિત્ત બીજાથી ગ્રાહ્ય નથી. આનો ઉત્તર વ્યાસ મુનિએ એ આપ્યો છે કે ચિત્તતો બીજા (પુરૂષ)થી ગ્રાહ્ય થાય છે કેમ કે આપણે બધાં જ પ્રાણીઓની પ્રવૃત્તિ પ્રત્યક્ષ જોઈએ છીએ કે તેઓ ચિત્તવૃત્તિને જાણ્યા વિના કોઈપણ વ્યાપારમાં પ્રવૃત્ત નથી થતાં. “હું કુદ્ધ છું, હું ડરી ગયેલો છું, આ વસ્તુ પ્રત્યે મારો રાગ છે, આના પ્રત્યે ક્રોધ છે' - આ પ્રકારનો પ્રાણીઓનો વ્યાપાર ચિત્તવૃત્તિને જાણીને જ થાય છે. અને જ્ઞાતા = જાણનારું તત્ત્વ ચિત્તથી જુદું ચેતન છે, જેને દર્શનકાર “પુરુષ' કહે છે એ પુરુષ સ્વાભાસ = સ્વયંપ્રકાશક = જ્ઞાતા છે. કેમ કે અપરિણામી છે. પરંતુ ચિત્ત પરિણામી
કૈવલ્યપાદ
૩૪૩
For Private and Personal Use Only