________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદાથોનું સ્વપ્નગત (સ્વપ્નમાં આવેલા) પદાર્થોની જેમ અપલાપ (નિષેધ) કદાપિ નથી કરી શકાતો. ભાવાર્થ –ગયા સૂત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે આ સમસ્ત ભૌતિક જગત ગુણ સ્વરૂપ છે. અર્થાત્ પૃથ્વી આદિ પાંચ સ્થૂળ ભૂતો સૂક્ષ્મ પાંચ તન્માત્રાઓનું કાર્ય છે. પાંચ તન્માત્રાઓ તથા અગિયાર ઈદ્રિયો (મન સાથે) અહંકારનું કાર્ય હોવાથી અહંકાર-સ્વરૂપ છે. અહંકાર મહત્તત્ત્વનું કાર્ય છે. મહત્તત્ત્વ પ્રધાન (મૂળ પ્રકૃતિ)નું કાર્ય છે. અને પ્રધાન (પ્રકૃતિ) ગુણત્રયસ્વરૂપ છે. માટે ત્રણેય ગુણો જ સમસ્ત પદાર્થોનું કારણ છે. અહીં એવી શંકા ઉત્પન્ન થાય છે કે ત્રણેય ગુણોનું કાર્યહોવાથી પદાર્થોમાં એકતાની પ્રતીતિ કેવી રીતે થાય છે? ત્રણેય ગુણોનું કાર્ય હોવાથી અનેક રૂપ જ ગૃહીત થવાં જોઈએ. તેનું સમાધાન આ સૂત્રમાં આ પ્રકારે આપ્યું છે-આ સત્ય છે કે સત્ત્વ આદિ ત્રણેય ગુણો જબધા પદાર્થોનું કારણ છે. પરંતુ તેમનું પરિણામ એક હોયછે? અર્થાત્ સત્ત્વગુણ પ્રકાશશીલ છે, રજોગુણ ક્રિયાશીલ છે, તમોગુણ સ્થિતિશીલ છે. તેમનો સ્વભાવ જુદો જુદો હોવાથી એમનું પરિણામ એક ન હોવું જોઈએ. પરંતુ વસ્તુઓમાં એકતા જોવામાં આવે છે કે – આ ગાય છે, આ વૃક્ષ છે, આ પૃથ્વી છે, આ જળ છે વગેરે તેનું કારણ એ છે કે સત્ત્વ આદિ ગુણોના સ્વભાવમાં ભિન્નતા હોવા છતાં પણ આ “મણિમાવ થી કાર્ય કરી રહ્યા છે. કોઈ પદાર્થમાં સત્ત્વગુણ મુખ્ય હોય છે, ત્યારે બીજા ગુણ ગૌણ ભાવથી રહે છે. કોઈ પદાર્થમાં રજોગુણ મુખ્ય હોય છે, તો કોઈકમાં તમોગુણ મુખ્ય હોય છે. આ બાબતને દીવાના દષ્ટાંતથી સમજી શકાય છે. દીપકમાં બત્તી (વાટ), તેલ તથા અગ્નિનો સંયોગ હોય છે. પરંતુ એ ત્રણેય મળીને પ્રકાશરૂપ એક કાર્ય કરે છે. આ જ પ્રકારે ત્રણેય ગુણો મળીને પુરુષના ભોગ અપવર્ગને માટે જુદી જુદી વસ્તુઓના રૂપમાં પરિણત થાય છે. આ ત્રણેય ગુણો પરસ્પર વિલક્ષણ હોવા છતાં પણ પરિણત થઈને કાર્યરૂપમાં ઉત્પન્ન (પૃથ્વી, જળ, વગેરેના રૂપમાં) પદાર્થોની એકતામાં કોઈપણ પ્રકારની બાધા (વાંધો) નથી નાંખતા. આ જ ગુણ જ્યારે કરણરૂપમાં પરિણત થાય છે. તો તેમને એક કર્મેન્દ્રિય, એક નેત્ર ઈદ્રિયના રૂપમાં કહેવામાં આવે છે. તે જ ગુણો જયારે ગ્રાહ્યરૂપમાં પરિણત થાય છે. ત્યારે તેમને એક શબ્દ, એક રૂપ આદિના રૂપમાં કહેવામાં આવે છે, આજ પ્રકારે પૃથ્વી, જળ વગેરેનો એક એક પરમાણુ તન્માત્રાઓના સંઘાતથી પરિણત થાય છે, અને તે પરમાણુઓથી મળીને પૃથ્વી, ગાય, વૃક્ષ, પર્વત વગેરે સ્થૂળ પરિણામ થતાં રહે છે. આ પ્રકારે અનેકના સંઘાતથી એક પરિણામ હોવામાં કોઈ બાધા નથી થતી. બીજા દર્શનકાર કણાદ અને ગૌતમે આ જ પરિણામની એકતાને “અવયવી' શબ્દથી કહીને સ્વીકાર કર્યો છે. એક અવયવીને ન માનનારા ક્ષણિકવાદીઓનું ખંડન - ક્ષણિકવાદની માન્યતા પ્રમાણે સંસારમાં એવો કોઈ પદાર્થ નથી કે જે જ્ઞાન વિના રહી શકે અને જ્ઞાન પદાર્થ વિના પણ સ્વપ્નની જેમ રહી શકે છે. એટલા માટે બાહ્ય વસ્તુઓનાં એકરૂપ (અવયવીરૂપ) ન હોવા ૩૩૪
યોગદર્શન
For Private and Personal Use Only