________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિલ્પિત = કલ્પના કરેલી હોય છે અને ન તો અનેક ચિત્તોથી પરિકલ્પિત. પરંતુ પોતાના સ્વરૂપમાં = નિજ સત્તામાં રહેલી હોય છે. તેનું કારણ એ છે કે વસ્તુનાગ્યે વિખેરાત) વસ્તુના સમાન (એક) હોવા છતાં પણ ચિત્તોનું ભિન્ન-ભિન્ન હોવાથી (વસ્તુની સત્તા પૃથફ સિદ્ધ થાય છે.) વસ્તુ એક હોવા છતાં પણ કોઈ એક ચિત્તને ધર્મ = ધર્મસંસ્કારોની અપેક્ષાથી સુરવજ્ઞાન = સુખાત્મક અનુભવ થાય છે, બીજાને મધ = અધર્મના સંસ્કારોની અપેક્ષાથી તે જ વસ્તુથી ટુવજ્ઞાન= દુઃખાત્મક અનુભવ થાય છે. બીજા કોઈકને વઘા = મિથ્યાજ્ઞાનની અપેક્ષાથી તે જ વસ્તુથી મૂઢજ્ઞાન = મોહાત્મક અનુભવ થાય છે. અને કોઈકને અથર્શન = વિવેકખ્યાતિની અપેક્ષાથી તે જ વસ્તુથી પથ્થથ્ય જ્ઞાન = ઉદાસીનાત્મક અનુભવ થાય છે. (આ ચારેય પ્રકારના અનુભવ કરનારાં ચિત્તોમાંથી) કોના ચિત્તથી તે વસ્તુની પરિકલ્પના કરવામાં આવી છે ? અને બીજા પુરુપના ચિત્તથી પરિકલ્પિત પદાર્થથી બીજા પુરુપના ચિત્તનો ૩૫RT = લગાવ નથી થઈ શકતો. (તયોર્વિમસ્ત : સ્થા:) કેમ કે ગ્રાહ્ય = વસ્તુઅને પ્રફળ = ચિત્તના ભેદથી વસ્તુ અને ચિત્તના માર્ગ જુદા-જુદા હોય છે. આ વસ્તુ અને જ્ઞાનમાં સંકર ગંધ = અભિન્ન હોવાનો લેશમાત્ર પણ અવકાશ નથી.
(ચિત્તભેદથી એક વસ્તુથી ભિન્ન ભિન્ન જ્ઞાન કેમ થાય છે? તેનો ઉત્તર આપીએ છીએ.) સાંખ્ય દર્શનમાં તો દરેક ભૌતિક વસ્તુ ત્રિગુણાત્મક છે અને સત્ત્વ આદિ ગુણોનો સ્વભાવ વત્ન=પરિવર્તનશીલ=અસ્થિર હોય છે. એટલા માટે ધર્મ આદિ, (ધર્મ,અધર્મ, અવિદ્યા અને સમ્યગુજ્ઞાન-વિવેકજ્ઞાન) નિમિત્તની અપેક્ષાથી તે વસ્તુ, પુરુષોને ભિન્ન-ભિન્ન ચિત્તોથી સંબદ્ધ થઈ જાય છે અને ધર્મ આદિ નિમિત્તોને અનુરૂપ ઉત્પન્ન થનારી સુખાત્મક વગેરે અનુભૂતિઓનું તે તે રૂપથી (વસ્તુ) કારણ બની જાય છે.
કેટલાક (ક્ષણિકવાદી) કહે છે કે - “ભોગ્ય હોવાના કારણે સુખ આદિની સમાન જ્ઞાનની સાથે જ અર્થ (બાહ્ય પદાર્થ = વસ્તુ) ઉત્પન્ન થાય છે = (સત્તાવાળો થાય છે).” તેઓ આ માન્યતા થી સાધારણત્વ= વસ્તુનું અનેકચિત્તોમાં ગ્રહણ કરનારી વાતનું ખંડન કરતાં (સુખ આદિ અનુભવનું) પૂર્વક્ષણો અને પરવર્તી ક્ષણોમાં વસ્તુના સ્વરૂપનો જ અપલાપ (નિષેધ) કરે છે. અર્થાત્ વસ્તુની સત્તાનો સ્વીકાર નથી કરતા. (તેનો ઉત્તર આગળના સૂત્રમાં આપવામાં આવ્યો છે.) ભાવાર્થ - જેમ સ્વપ્ન અવસ્થામાં ચિત્તથી ભિન્ન પ્રતિભાસિત (દખાનારી) થનારી વસ્તુઓ યથાર્થરૂપમાં ભાવરૂપમાં નથી હોતી બલ્ક ચિત્તથી કલ્પિત જ હોય છે, તે જ પ્રકારે જાગ્રત દશામાં પણ ચિત્તથી ભિન્ન કોઈ બાહ્ય વસ્તુની સત્તા નથી, જે કંઈ પણ પરિજ્ઞાત (જાણકારી) થાય છે, તે બધી જ ચિત્તની કલ્પનાઓ જ છે. ચિત્તમાં અનાદિકાલીન વાસનાઓ ઓતપ્રોત છે, તે વાસનાઓને અનુરૂપ જ ચિત્તમાં જુદી જુદી વસ્તુઓ જણાય છે. આ ભ્રમનું નિરાકરણ સૂત્રમાં તથા ભાગ્યમાં આ પ્રમાણે કર્યું છે – બાહ્ય વસ્તુની સત્તા ચિત્તથી જુદીછે-દરેક બાહ્ય વસ્તુ ચિત્તની કલ્પના ન હોઈ પોતાના
૩૩૬
યોગદર્શન
For Private and Personal Use Only