________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.ko
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણો = સત્ત્વ આદિ ગુણોનો નિવેવિશેષ = અવયવ સંસ્થાન (જેના અવયવ ત્રિગુણોના જ સંમિશ્રણથી જુદા જુદા રૂપમાં બનેલા છે) માત્ર છે. આ કારણથી પરમાર્થત: = વાસ્તવમાં બધા જ ધર્મો પુત્મનઃ = સત્ત્વાદિ ગુણરૂપ જ છે. અને તેવો જ શાસ્ત્રનો ઉપદેશ પણ છે - સત્ત્વ આદિ ગુણોનાં પરમરૂપ = યથાર્થ સ્વરૂપ
છોવર = જોવામાં નથી આવતાં (કેમકે ગુણોનાં જે અવ્યક્ત સ્વરૂપ છે તે જ મૂળરૂપ છે) અને જે ગુણોનું વ્યક્ત રૂપ દૃષ્ટિગોચર થાય છે, તે માયાની જેમ (ઇદ્રજાળ ની માફક) કુતુચ્છ= વિનાશી હોવાથી તુચ્છ છે. તેનો અભિપ્રાય એ છે કે ગુણોનાં બે રૂપો છે – એક અવ્યક્ત પ્રકૃતિરૂપ અને બીજું વ્યક્તિ વિકૃતિરૂપ. એમનામાં અવ્યક્ત પ્રકૃતિરૂપ જ યથાર્થ છે. વ્યક્તિ વિકૃતિરૂપ માયાની જેમ વિનાશી હોય છે. ભાવાર્થ- ધર્મ અને ગુણમાં અંતર - વ્યાસ ભાખમાં લખ્યું છે કે -અવસ્થિતદ્રવ્યસ્થ પૂર્વધર્મનિવૃત્તી ઇત્તરોત્પત્તિ: પરિણામ: | પહેલેથી વિદ્યમાન વસ્તુના પૂર્વધર્મની નિવૃત્તિ થતાં બીજા ધર્મની ઉત્પત્તિ થવી પરિણામ છે. જેમ કે સોનાનાં આભૂષણોને ગાળીને તેમાંથી બીજાં આભૂષણો બનાવવા, અથવા માટીથી ઘડો વગેરે પાત્રો(વાસણો) બનાવવાં વગેરે. આનાથી સ્પષ્ટ છે કે ધર્મ નિવૃત્ત તથા ઉદિત થનારો હોય છે. વ્યાસ મુનિએ યોગ્યતાજીના ઘfમ: વિતવ ઘર્ષ : (યો. ભાગ્ય ૩/૧૪) કહીને યોગ્યતા અનુસાર શક્તિને જ ધર્મ માન્યો છે. જો કે દ્રવ્યમાં ‘શાન્તોતિથિપદ્દેશ્યધનુપાતી ઘf. (યો. ૩/૧૪) સૂત્ર પ્રમાણે અતીત કાળમાં દ્રવ્ય શાન્તરૂપમાં, વર્તમાનમાં ઉદિતરૂપમાં અને ભવિષ્ય કાળમાં અવ્યપદેશ્ય રૂપમાં, રહે છે. ગુણ-સત્ત્વગુણ, રજોગુણ તથા તમોગુણના ભેદથી ત્રણ છે. આ ત્રણેય ગુણ કારણ-પ્રકૃતિ તથા તેનાં કાર્યોમાં સદા વિદ્યમાન રહે છે. પરંતુ આ ત્રણે ગુણો અભિભવ=દબાઈ જવું, પ્રાદુર્ભાવ = પ્રકટ થવા રૂપમાં, બધા જ કાર્ય-પદાર્થોમાં ગૌણ-મુખ્ય ભાવથી રહે છે. આ પ્રકારે ધર્મ અને ગુણમાં પરસ્પર ભેદ હોવાથી પણ વ્યક્ત = પ્રકટ થવું અને સૂક્ષ્મ = પ્રકટ ન થવાના રૂપમાં સમાનતા છે. એટલા માટે અહીં સૂત્રમાં ધર્મોને ગુણ સ્વરૂપ જ કહ્યા છે. અને એનો આશય આ પણ છે કે વસ્તુની શક્તિ = સામર્થ્યને ધર્મ કહ્યો છે. અને તે શાન્ત અને ઉદિત થતો રહે છે. આ પણ સત્ત્વ આદિ ગુણોને અનુરૂપ જ હોય છે. (થાય છે) અર્થાત જે ગુણની મુખ્યતા હશે, તેવી જ શક્તિ (ધર્મ)માં હશે. ગુણોની જે પરિણામ વિશેષ શક્તિ છે, તે જ અહીં “ધર્મ' શબ્દથી અભિપ્રેત છે.
આ ધર્મતથા ગુણના વિવેચનથી સ્પષ્ટ છે કે - જેમ સોની સોનાના દાગીનાઓને ઓગાળીને બીજા બનાવી દે છે, પરંતુ દાગીનાનું ઉપાદાન કારણ (મૂળ ધાતુ) નથી બદલી શકતો, તે જ રીતે આ આખુંય જગત મૂળ પ્રકૃતિનો વિકાર સત્ત્વ આદિ ગુણોનું પરિણામ છે. મહતત્ત્વ, અહંકાર, પાંચ તન્માત્રાઓ તથા પાંચ સ્થૂળભૂત બધું જ પ્રકૃતિનો વિકાર છે. પ્રકૃતિ વિભિન્ન કાર્યોમાં પરિવર્તિત થતી રહે છે. પરંતુ તે કાર્યોમાં કારણ-પ્રકૃતિના ગુણો વ્યક્ત તથા અવ્યક્ત રૂપમાં વિદ્યમાન (હાજર) રહે છે. આ જ પ્રકારે યોગદર્શનના ૩૩૨
યોગદર્શન
For Private and Personal Use Only