________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિપત મતિ) પોતાના સ્વરૂપથી વિદ્યમાન રહે છે. ભાપ્ય અનુવાદ - ભવિષ્યમાં અભિવ્યક્તિ વાળો પદાર્થ “અનાગત' હોય છે. (વીતેલા સમયમાં) અનુભવ કરેલી અભિવ્યક્તિવાળો પદાર્થ “અતીત હોય છે. અને પોતાના અભિવ્યક્ત વ્યાપારમાં આરૂઢ થયેલી વસ્તુ વર્તમાન હોય છે. એ ત્રણેય પ્રકારના પદાર્થ જ્ઞાનનો વિષય બને છે. જો આ ત્રણેય શેય (જાણવા યોગ્ય) પદાર્થો પોતાના સ્વરૂપમાં ન હોય તો જ્ઞાન વિષય = ય જ ન હોવાથી ઉત્પન્ન ન થઈ શકે. એટલા માટે (ત્રિકાલિક વિષયોનું જ્ઞાન થવાથી) અતીત તથા અનાગત પદાર્થ સ્વરૂપથી છે અને ભોગ સિદ્ધ કરનારા અથવા અપવ=મોક્ષ સિદ્ધ કરનારા કર્મોનાં ફળને ઉત્પન્ન કરનારાં કર્મોના ફળને ઉત્પન્ન કરવામાં ઉત્સુક જ્ઞાન જો નિરુપા =અસરૂપ હોય તો તેના સકારણ ઉદ્દેશથી કરેલાં વાતાનુષ્ઠાન=ઉચિત (યોગ્ય) ધર્મ વગેરે સાધનોનું અનુષ્ઠાન કરવાનું યુક્તિ સંગત ન હોઈ શકે. યથાર્થમાં (અવ્યક્તરૂપમાં) સત=વિદ્યમાનના ફળને જ ધર્મઆદિ કારણ અભિવ્યક્ત કરવામાં સમર્થ થાય છે. મપૂર્વ = અસત વસ્તુની ઉત્પત્તિમાં નહીં. મિત્ત = સાધન અનુષ્ઠાન કરેલા ધર્મ આદિ, નિમિત્ત જૈમિત્તિક = નિમિત્તથી થનારા સિદ્ધ= નિત્ય વિશેષ ફળોને અભિવ્યક્ત કરે છે. અપૂર્વ = અસત્ની ઉત્પત્તિ નથી કરતું.
અને ધર્મી અનેક ધર્મોને રાખનારા સ્વભાવવાળું હોય છે, તેનો ધર્મ અધ્વર = વિભિન્નકાળ ભેદથી તેમાં સ્થિર રહે છે. અને જેમ - ધર્મી, વર્તમાન ધર્મ વિશિષ્ટ અભિવ્યક્તિથી સંપન્ન દ્રવ્યરૂપમાં રહે છે, એવું તેમાં અતીત, અનાગત ધર્મ નથી રહેતા. તો પછી કયા પ્રકારે રહે છે? અનાગત ધર્મ પોતાના ગ્રંથસ્થા = વ્યક્ત રૂપથી જ રહે છે. અર્થાત અનાગત ધર્મ આગળ આવનારી ક્ષણોમાં અભિવ્યક્ત થનારો હોય છે. અને અતીત ધર્મ પોતાના પૂર્વાનુભૂત અભિવ્યક્તિવાળા સ્વરૂપથી સ્થિત રહે છે. (વર્તમાનચૈવાધ્વની અભિવ્યક્ત વર્તમાન ધર્મના સમયમાં જ ધર્મીના સ્વરૂપની અભિવ્યક્તિ હોય છે. (થાય છે) અતીત તથા અનાગત ધર્મોની સ્થિતિના સમયે તે સ્વરૂપાભિવ્યક્તિ નથી થતી.
ધર્મીના આ “ત્રિવિધ ધર્મોમાં જયારે એક ધર્મની ઉપસ્થિતિનો સમય હોય છે, ત્યારે બાકીના ધર્મતે જધર્મીમાં સમન્વિત (સમાયેલા) રહે છે. તેમનો અભાવ નથી હોતો એટલા માટે ત્રણેય કાળો વાળા ધર્મોની સ્થિતિ ન અપૂર્વા ભાવ:) પહેલાં રહ્યા વિના (વિદ્યમાન) થતી નથી અર્થાત અસતથી સદ્દભાવ નથી થતો (હોતો, પરંતુ સતની જ અભિવ્યક્તિ થાય છે, આ સિદ્ધાંત પક્ષ છે. ભાવાર્થ-ગયા સૂત્રમાં વાસનાઓના હેતુ વગેરે કારણોનો અભાવ થવાથી વાસનાઓનો પણ અભાવ કહ્યો છે. જયારે સત્કાર્યવાદમાં અસતની ઉત્પત્તિ તથા સત્નો નાશ ક્યારેય નથી થતો તો સત વાસનાઓનો અભાવ કેવી રીતે થઈ શકે છે? આ શંકાનું સમાધાન સૂત્રકારે આ પ્રકારે કર્યું છે - ૩૩૦
યોગદર્શન
A
Lી છાતી
For Private and Personal Use Only