________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કેમ કે જેના ગુણોનું કાર્ય સમાપ્ત થઈ ગયું છે, તે ચિત્તમાં આશ્રય વિના વાસનાઓ સ્થિર રહી નથી શકતી. (બાવન) જે અભિવ્યંજક વસ્તુ (નિમિત્ત વસ્તુ) ઉપસ્થિત થઈને પ્રાણીની જે વાસનાને પ્રકટ કરે છે, તે તેનું આલંબન છે. આ પ્રકારે બધી જ વાસનાઓ, આ હેતુ, ફળ, આશ્રય તથા આલંબનથી સંગૃહીત થાય છે, અને તેમનો અભાવ થતાં વાસનાઓનો અભાવ થઈ જાય છે. ભાવાર્થ-પૂર્વસૂત્રમાં વાસનાઓને અનાદિ કહી છે, અને જેનું આદિ ન હોય, તેનો નાશ પણ કેવી રીતે થઈ શકે છે? વાસનાઓ રહેતાં મોક્ષ પ્રાપ્તિ કદાપિ સંભવ નથી. આ શંકાનું સમાધાન આ સૂત્રમાં આ પ્રમાણે આપ્યું છે કે આ વાસનાઓને અનાદિ કહેવાનો અભિપ્રાય એ છે કે એ સદાથી ચાલી આવનારી નથી. અનાદિથી અભિપ્રાય પુરુષનું વાસનાઓના કારણને ન જાણવાથી જ છે, કેમ કે જેનું કારણ હોય છે, તે કારણથી પહેલાં નથી હોઈ શકતું. આ વાસનાઓના પણ મનમાં સંગ્રહ થવાનાં ચાર કારણો છે – (૧) હેતુ - ધર્મ, અધર્મ, સુખ દુઃખ અને રાગ-દ્વેપ. અને એમનું મૂળ કારણ છે અવિદ્યા. (૨) વાસનાઓનું ફળ = જાતિ (જન્મ), આયુષ્ય અને ભોગ. (૩) વાસનાઓનો આશ્રય = સાધિકાર ચિત્ત (૪) વાસનાઓનું આલંબન = ઈદ્રિયોના વિભિન્ન વિષયો જ આલંબન છે.
બધી જ વાસનાઓનાં આ પૂર્વોક્ત ચાર જ કારણો છે. એવી કોઈ વાસના નથી કે જેમનો સંબંધ તેમની સાથે ન હોય. આ સંસારરૂપી ચક્ર છ આરાવાળું છે. અર્થાત્ ધર્મના આચરણથી સુખ થાય છે. અધર્મના આચરણથી દુ:ખ થાય છે. સુખ-પ્રાપ્તિથી સુખદ વસ્તુ પ્રત્યે રાગ થાય છે, દુઃખ પ્રાપ્તિથી દુ:ખદ વસ્તુ પ્રત્યે દ્વેષ થઈ જાય છે. રાગ-દ્વેષવશ બીજા પર અનુગ્રહ તથા બીજાને પીડા જીવ પહોંચાડે છે. આ પ્રકારે ધર્મ-અધર્મ, સુખ-દુઃખ તથા રાગ-દ્વેષને વશીભૂત જ પ્રાણીઓની બધી જ ચેષ્ટાઓ જોવામાં આવે છે. આ પ્રકારે, અનાદિ કાળથી ભ્રમિત (ફરતા) સુખ વગેરે છે આરાવાળા આ સંસાર ચક્રનું મૂળ કારણ અવિદ્યા છે. અવિદ્યાનું અસ્તિત્ત્વ રહેતાં વાસનાઓનો અભાવ કયારેય નથી થઈ શકતો. જયારે યોગી વિવેકખ્યાતિને પ્રાપ્ત કરીને યોગસાધનાથી અવિદ્યાને દગ્ધબીજની જેમ બનાવી દે છે, ત્યારે અવિદ્યાનો તિરોભાવ થવાથી અવિદ્યાની કાર્યભૂત વાસનાઓનો પણ અભાવ થઈ જાય છે, અને યોગી મોક્ષ પ્રાપ્તિમાં સમર્થ થઈ જાય છે. એ ૧૧ | હવે - અસત = અવિદ્યમાન પદાર્થની ઉત્પત્તિ (પ્રાદુર્ભાવો નથી થતો, અને વિદ્યમાન પદાર્થનો નાશ નથી થતો. માટે દ્રવ્યભાવથી પ્રકટ થનારી વાસનાઓ કેવી રીતે નિવૃત્ત થઈ જશે? –
अतीतानागतं स्वरूपतोऽस्त्यध्वभेदाद्धर्माणाम् ॥१२॥ સૂત્રાર્થ (HTTP) ધર્મોના ગધ્વખેરાત) કાલિક (કાળના) – આધાર પર માર્ગ ભેદ થવાથી (હોવાથી) (સતત-અનાત) ભૂતકાળ તથા ભવિષ્યકાળમાં થનારી વસ્તુ, કેવલ્યપાદ
૩૨૯
For Private and Personal Use Only