________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાપક છે, તેની વૃત્તિ તેની સાથે અવશ્ય જ રહેશે. પછી તેનો સંકોચ તથા વિકાસ કેવી રીતે મનાશે ? માટે ઉપરની વ્યાખ્યા પ્રમાણે ચિત્તને વિભુ માનીને પણ તેને શરીરમાં એકદેશી જ માનવું યોગ્ય છે. આ વિષયમાં વેદ વગેરે શાસ્ત્રોનાં કેટલાંક પ્રમાણ નીચે પ્રમાણે લખ્યાં છે – (૧) હૃપ્રતિષ્ટ વનર વિષ્ટમ્ (યજુ. ૩૪/૬) આમાં મનનું સ્થાન હૃદયમાં બતાવ્યું છે. (૨) તમવાનુ મન: II (વૈશેષિક ૭/૧/૨૩) આકાશ વિભુ છે, તેનાથી વિપરીત મન અણુ માપવાળું છે. (૩) વિમુ જૈ મન કેન્દ્રિ: સંયુચત તા -વૃત્તિત્વયુIVર્મદાન? (ન્યાય. ૩/૨/૬). અર્થાત્ મન વિભુ નથી, તેનો ઈદ્રિયોથી પર્યાય થી જ સંયોગ થાય છે. (૪) (ક) અનુપરિમvi તfત કૃતેઃ || (સાંખ્ય. ૩/૧૪) મનની સિદ્ધિ શબ્દ પ્રમાણથી થાય છે, અને તે મન અણુ પરિમાણવાળું છે. (ખ) ન ચાપર્વ મનસ: રત્નત II (સાંખ્ય. પ/૬૫) અર્થાત્ મન એક કરણ (સાધન) છે, તેનું વ્યાપક હોવું સંભવ નથી. (૪) મહર્ષિ દયાનંદે પણ શાસ્ત્રો પ્રમાણે મનને સૂક્ષ્મ શરીરનું એક ઘટક માન્યું છે, અને જયારે સૂક્ષ્મ શરીર જ વ્યાપક નથી તો મન કેવી રીતે વ્યાપક હોઈ શકે ? અને શિવસંકલ્પના મંત્રના રેવF પદની વ્યાખ્યામાં મહર્ષિએ લખ્યું છે કે રેવન્=સેવે માત્માન મવF અર્થાત્ મન જીવાત્માની પાસે હૃદયમાં રહે છે. જેનો શરીરમાં એક સ્થાનમાં નિવાસ હોય તે વ્યાપક કદાપિ ન હોઈ શકે. (૬) ન્યાય દર્શનના વાસ્યાયન ભાષ્યમાં લખ્યું છે કે – “માત્મા મનના સંયુ મન રૂદ્રયેળ, રૂદ્રયHથૈન ' આત્માનો મનથી સંયોગ થાય છે, મનનો ઈદ્રિયથી અને ઈદ્રિયનો અર્થ (વિષય)થી. આ જ્ઞાન પ્રક્રિયાથી સ્પષ્ટ છે કે જેનો સંયોગ થાય છે, તે સંયોગ પહેલાં જુદું અવશ્ય રહે છે. જો મન વ્યાપક હોય તો ઈદ્રિયોથી સંયોગ કેવો? કેમ કે તે તો પહેલેથી જ ઈદ્રિયોથી સંયુક્ત હતું.
વગેરે પ્રમાણોથી સ્પષ્ટ છે કે મન (ચિત્ત) વ્યાપક નથી બલ્ક અણ (એકદેશી) છે. અને તેની વૃત્તિ = વ્યાપારનો જ સમસ્ત ઈદ્રિયો વગેરે સાથે સંપર્ક થાય છે. વ્યાસ ભાષ્યમાં પ્રક્ષેપ - આ સૂત્રના વ્યાસ ભાગ્યમાં લખ્યું છે કે –
'दण्डकारण्यं च चित्तबलव्यतिरेकेण शरीरेण कर्मणा शून्यं कः कर्तुमुत्सहेत, समुद्रमगस्त्यवद्वा पिबेत् ।”
તેની વ્યાખ્યા ટીકાકારોએ એ કરી છે કે ચિત્ત-બળ વિના ફક્ત શારીરિક બળથી કોણ દંડક વનને (ખર-દુષણ આદિ ચૌદ હજાર રાક્ષસોનો ક્ષય (નાશ) કરીને રાક્ષસોથી) શૂન્ય કરવાનો ઉત્સાહ (શ્રી રામચંદ્રજીની જેમ) કરી શકે છે. તથા કોણ કૈવલ્યપાદ
૩૨૭
For Private and Personal Use Only