________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ એટલા માટે નથી આવતો કે આ જન્મનું કારણ જે વાસનાઓ હતી તે પૂર્વજન્મની હતી, અને પૂર્વજન્મનું કારણ એના પૂર્વજન્મની વાસનાઓ. એનો અભિપ્રાય એ છે કે આ જન્મનાં કર્મોની વાસનાઓ આ જન્મનું કારણ નથી, જેનાથી અન્યોન્ય આશ્રય દોષ નથી આવી શકતો. કેમ કે આ વાસનાઓ પ્રવાહથી અનાદિ હોય છે, અને આ વાસનાઓથી ચિત્ત અનુવિદ્ધ થઈને કેટલીક વાસનાઓને નિમિત્ત બનાવીને પુરુષના ભોગ માટે પ્રવૃત્ત થાય છે, સ્વાભાવિક નહીં. સ્વાભાવિક ગુણ નિમિત્તની અપેક્ષા કદી નથી રાખતો. બાકીની વાસનાઓ અભિભૂત થઈને ચિત્તના આશ્રયે બનેલી રહે છે, કે જે પોતાના અભિવ્યંજક (યોગ્ય) નિમિત્તને મેળવીને ઉબુદ્ધ (જાગૃત) તથા કાર્યરત થઈ જાય છે.
ચિત્તનું પરિમાણ - અહીં પ્રસંગથી વ્યાસ મુનિએ ચિત્તના પરિમાણ (માપ) સંબંધમાં કેટલીક વાતો પર વિચાર કર્યો છે. પહેલાં બીજા આચાર્યોનો મત બતાવીને ત્યાર પછી આચાર્ય પતંજલિની માન્યતા બતાવી છે, કે જે આ પ્રકારે છે – (૧) ચિત્ત એ જ પ્રકારે સંકુચિત તથા વિકાશશીલ થાય છે, કે જેમ દીપકનો પ્રકાશ ઘડામાં રાખવાથી સંકુચિત તથા મહેલમાં રાખવાથી વિકસિત થઈ જાય છે. એ જ પ્રકારે ચિત્ત મનુષ્ય, હાથી, કીડી વગેરે જે શરીરમાં જાય છે, તેના પરિમાણ (માપ) વાળું થઈ જાય છે. (૨) પરંતુ આચાર્ય પતંજલિનો મત એ છે કે વિભુ ચિત્તની વૃત્તિ જ સંકોચ તથા વિકાસવાળી હોય છે, ચિત્ત સ્વયં નહીં.
આ બંને મતોમાં પતંજલિનો મત જ યુક્તિયુક્ત, તેમ જ પ્રામાણિક છે. ચિત્ત શરીરના પરિમાણ (માપ) વાળું કદાપિ નથી હોઈ શકતું કેમ કે શરીરના માપવાળું હોવાથી સમસ્ત શરીરની સાથે ચિત્તનો એક સાથે સંબંધ હોવો જોઈએ પછી એક સાથે અનેક જ્ઞાન પણ હોવાં જોઈએ પરંતુ એવું કદાપિ નથી થતું. આ પ્રત્યક્ષ સર્વજનવિદિત છે કે એક સમયમાં એક જ જ્ઞાન થાય છે. તેનું કારણ સ્પષ્ટ છે કે ચિત્ત શરીરના આકારવાળુ ન થતાં એક-દેશી છે, તેનો જે ઈદ્રિય સાથે સંબંધ થાય છે, તેનું જ ગ્રહણ કરી શકે છે, બીજીનું નહીં. અહીં વ્યાસ ભાષ્યમાં ચિત્તની સાથે વિભુ' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેનાથી તેને વ્યાપક માનીને જ ટીકાકારોએ વ્યાખ્યા કરી છે. પરંતુ એ સત્ય નથી કેમ કે જો પતંજલિ ચિત્તને વ્યાપક માનતા હોત તો આખાય શરીરમાં તેની સત્તા માનવી પડશે અને પછી અન્ય મતથી આ મતનો શું તફાવત રહેશે? શરીરના પરિમાણના સમાન મોટું કહે અથવા આખા શરીરમાં વિદ્યમાન કહે, આ બંને વાતોમાં કોઈ અંતર નથી રહેતું. માટે “વિભુ' શબ્દનો (વિ પૂર્વક ભૂ ધાતુ પ્રમાણે) વિશેષણ મવતીતિ વિભ' જે બધા કારણોમાં વિશિષ્ટ છે, અથવા યોગ સાધના કરવાથી વિશિષ્ટ વૈભવયોગ ઐશ્વર્યવાળું થઈ જાય છે, આ અર્થ જ સુસંગત થાય છે. નહીંતર ચિત્તને વ્યાપક માનતાં તેની વૃત્તિનો સંકોચ તથા વિકાસ થયો કહેવું અસંગત થાય છે. જે ચિત્ત
યોગદર્શન
૩૨૬
For Private and Personal Use Only