________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘટ (ઘડો) અને પ્રસિદ્િ = મહેલની અંદર રાખેલા દીવાની માફક ચિત્ત સંકોચ ધર્મવાળું અને વિકાસધર્મવાળું છે. માટે ચિત્ત શરીરના પરિમાણના આકારવાળું હોય છે. એવું માનવાથી જ (પૂર્વદેહત્યાગ અને ત્યાર પછીના શરીરની પ્રાપ્તિમાં) અંતમા =વિપ્નનો અભાવ રહે છે અને સંસાર = જન્મ-જન્માંતરમાં સ્થૂળ શરીરમાં પ્રવેશ કરવું સિદ્ધ થાય છે. પરંતુ ચિત્તના વિષયમાં સિદ્ધાંત પક્ષ એ છે કે યોગ-દર્શનના આચાર્ય પતંજલિના મત મુજબ આ વિભુ ચિત્તની વૃત્તિ (વ્યાપાર) જ સંકોચધર્મવાળી તથા વિકાસધર્મવાળી હોય છે, ચિત્ત નહીં .
(તે ચિત્ત વૃત્તિના સંકોચ તથા વિકાસમાં) ધર્મ આદિ રૂપનિમિત્તની અપેક્ષા રાખે છે. ધર્મ આદિ નિમિત્ત બે પ્રકારના છે – બાહ્ય અને આધ્યાત્મિક. શરીર આદિ સાધનોની અપેક્ષા રાખનારી સ્તુતિ, દાન, અભિવાદન આદિ બાહ્ય નિમિત્ત છે, અને જે ફક્ત ચિત્તને આધીન શ્રદ્ધા વગેરે છે, તે આધ્યાત્મિક નિમિત્ત છે. અને એવું જ કોઈક પૂર્વ આચાર્યે પણ કહ્યું છે કે આ જે ધ્યાન કરનારા યોગીઓની મિત્રતા, કરુણા વગેરે સેવનીય ભાવનાઓ છે, તે બાહ્ય સાધન (શરીર આદિ) નિરપેક્ષ હોય છે, અને ઉત્તમ ધર્મને સિદ્ધ કરે છે. એ બંને નિમિત્તમાં મન=આધ્યાત્મિક નિમિત્ત વધારે બળવાન હોય છે. કેમ કે જ્ઞાન અને વૈરાગ્યથી વધીને બીજું શું હોઈ શકે છે? [અને ચિત્ત બળના વિના ભલા કઈ વ્યક્તિ શારીરિક કર્મથી દંડકારણ્ય વનને શૂન્ય કરવાનું સાહસ કરી શકે છે અથવા (ચિત્ત બળ વિના) અગત્યની માફક કોણ સમુદ્રને પી શકે છે ?]. ભાવાર્થ - ગયા બે સૂત્રોમાં કહેવામાં આવ્યું છે કે વાસનાઓના વિપાક પ્રમાણે મનુષ્ય વગેરેનો જન્મ જીવોને મળે છે. અહીં બે પ્રકારના ભ્રમ ઉત્પન્ન થાય છે. (૧) જો વાસનાઓ જ જન્મનું નિમિત્ત છે, તો સૃષ્ટિની શરૂઆતમાં જયારે પ્રથમ જન્મ જીવાત્માઓને મળે છે, ત્યારે પૂર્વ વાસનાઓના અભાવમાં જન્મનું નિમિત્તે શું હોય છે? (૨) જીવાત્મા શરીરમાં આવીને કર્મ કરે છે, શુભ અશુભ કર્મોથી વાસનાઓ બને છે. અને વાસનાઓથી જન્મ=શરીરનો સંયોગ થાય છે. આ પ્રકારે એમાં અન્યોન્યાશ્રય દોષ આવે છે. કેમ કે શારીરિક કર્મથી વાસનાઓ અને વાસનાઓથી શરીર-આ એક બીજાનાં આશ્રિત હોવાથી દોષ ઉત્પન્ન કરે છે. આ બંને ભ્રમનું નિરાકરણ આ સૂત્રમાં આ પ્રકારે કરવામાં આવ્યું છે –
* પ્રત્યેક પ્રાણીમાં એ ઈચ્છા હંમેશાં બની રહે છે કે “હું મૃત્યુને પ્રાપ્ત ન થાઉં, સદા જીવતો રહું આ જીવવાની ઈચ્છા, જીવના પહેલાંનાં અનુભવેલા મૃત્યુના ભયને પ્રકટ કરે છે. અર્થાત જીવે પૂર્વજન્મોમાં મૃત્યુના દુઃખનો અનુભવ કર્યો છે. એનાથી એ સ્પષ્ટ થાય છે કે આ જીવન-મરણનો ક્રમ અનાદિ કાળથી રાત-દિવસની જેમ ચાલતો રહે છે, અને આ ક્રમની શરૂઆત આ સૃષ્ટિની શરૂઆત નથી બલ્ક પ્રલય પહેલાં સૃષ્ટિમાં પણ આ ક્રમ તો, આ પ્રકારે એના પહેલાં પણ ચાલતો રહ્યો છે. એટલે આ સૃષ્ટિનાં પ્રારંભમાં પણ આગળની સૃષ્ટિની વાસનાઓ જ જન્મનું કારણ બની છે. અન્યોન્ય આશ્રય દોષ કૈવલ્યપાદ
૩૨૫
For Private and Personal Use Only