________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાસનાઓના હેતુ આદિનો અભાવ થતાં તેમનો અભાવ થવાનો અભિપ્રાય અત્યંત અભાવથી નથી બલ્ક પોતાના કારણરૂપ અવિદ્યામાં શાન્ત હોવા સાથે છે. પ્રત્યેક ધર્મી વસ્તુનો ધર્મ અતીત, અનાગત તથા વર્તમાન કાળના ભેદથી સદા વિદ્યામાન રહે છે. જે વર્તમાનકાળમાં ઉદિત (ઉપસ્થિત) હોય છે, થાય છે, તે અતીતકાળમાં શાન્ત તથા ભવિષ્યકાળમાં અવ્યપદેશ્ય (છૂપાયેલા) રૂપમાં રહે છે. કેમ કે ધર્મી વસ્તુના સ્વરૂપનો સર્વથા નાશ નથી થતો, તે પોતાના કારણમાં વિદ્યમાન અવશ્ય રહે છે, અને તે વસ્તુનો ધર્મ-કારણમાં સદા રહે છે. જ્યાં સુધી ભવિષ્યત્ દશામાં હોય છે, તે ધર્મ ત્યાં સુધી પોતાનું કાર્ય પ્રકટ નથી કરતો અને અતીત કાળમાં ફરીથી શાન્તભાવથી વિદ્યમાન રહે છે. સામાન્ય બુદ્ધિવાળી વ્યક્તિ આ રહસ્યને ન સમજીને તેમના વર્તમાનરૂપનો જ સ્વીકાર કરી લે છે અને વસ્તુનું કારણમાં લય થતાં વસ્તુના અભાવમાં ધમનો પણ નાશ સમજી બેસે છે. પરંતુ યોગી-પુરુપ ધર્મોના અતીત વગેરે ત્રણેય ભેદોને સારી રીતે જાણી લે છે. આ વાસનાઓનું પણ વર્તમાન (ઉદિત) અવસ્થાથી અતીત શાન્ત અવસ્થાને પ્રાપ્ત કરવું એ જ તેનો અભાવ હોય છે. આ વાસનાઓ હેતુ, ફળ, આશ્રય તથા આલંબન (યો. ૪/૧૧)માં કહેલાં કારણોથી સંગૃહીત (સંઘરાયેલી) હોય છે. અને પુરુષના બંધનનું કારણ બને છે. તેમના કારણનો અભાવ થતાં આ બંધનનો હેતુ નથી બનતી કેમકે જે અવિદ્યા સમસ્ત લેશો તથા વાસનાઓનું મૂળ કારણ છે, યોગીને એ અવિદ્યાનો સંપર્ક ન રહેવાથી તેમનો અભાવ થઈ જાય છે. અહીં અભાવનો આશય યોગી પુરુપથી જુદા થવાનો જ છે નાશનો નહીં. પોતાના કારણે અવિદ્યામાં તો તેનો શાન્તરૂપથી ભાવ રહે જ છે. માટે યોગીના સત્કાર્યવાદમાં વાસનાઓનો અભાવ કહેવામાં કોઈ દોષ, આપત્તિ નથી આવતી. ૧૨ છે નોંધ - મહર્ષિ દયાનંદે પણ લખ્યું છે કે “ક્યારેય અસત નો ભાવ વર્તમાન અને સતનો અભાવ અવર્તમાન ન દેખાવું) નથી હોતા આ બંનેનો નિર્ણય તત્ત્વદર્શી લોકોએ જાણ્યો છે.”
" (સ. પ્ર. આઠમો સમુલ્લાસ) હવે - તે ગુણસ્વરૂપ ધર્મ વ્યક્ત (પ્રકાશિત) અને સૂક્ષ્મ હોય છે.
ते व्यक्तसूक्ष्मा गुणात्मानः ॥१३॥ સૂત્રાર્થ – (તા તે ભૂત, વર્તમાન, ભવિખત આ ત્રણ કાળના આધાર પર માર્ગ-ભેદથી વિભક્ત ધન વવત્ત સૂક્ષ્મ ) વ્યક્ત = પ્રકટરૂપ તથા સૂક્ષ્મ = અપ્રકટરૂપ ગુણાત્મન; } ગુણસ્વરૂપ હોય છે. ભાપ્ય અનુવાદ - આ વર્તમાન, અતીત તથા અનાગત ત્રણ માર્ગોવાળા ધર્મ (ચત્તસૂક્ષ્મ :) વર્તમાન સમયમાં અભિવ્યક્તિરૂપવાળા હોય છે, અને અતીત તથા અનાગત સમયમાં સૂ: = અનભિવ્યક્તિરૂપ વાળા હોય છે, અને તેમનાં વિશેષરૂપ= સામાન્યરૂપક હોય છે. આત્માન:) આ સમસ્ત પ્રકૃતિ વિશ્વ
કેવલ્યપાદ
૩૩૧
For Private and Personal Use Only