________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અભિવ્યક્તિમાં કોઈપણ પ્રકારે બાધક નથી થતા. (બનતા) કેમ કે અભિવ્યંજક કારણના હોવાથી જાગૃત સંસ્કાર પોતાને અનુરૂપ સ્મૃતિને જન્મ આપે છે. અને એ સ્મૃતિથી ગાયની યોનિનાં હજારો વર્ષો પહેલાંના સંરકારો જાગૃત થઈ જાય છે.
આ વિષયમાં સૂત્રકારે એ હેતુ પણ આપ્યો છે કે ‘સ્મૃતિસંસ્કારયોરે પત્નાત્ અર્થાત્ સ્મૃતિ અને સંસ્કાર સમાન વિષયના જ હોય છે, પ્રતિકૂળ નહીં, એ એક નિશ્ચિત નિયમ છે. અર્થાત્ જેવો અભિવ્યંજક જન્મ હશે, તેને અનુરૂપ અનુભવથી સ્મૃતિ થશે. અને સ્મૃતિને અનુરૂપ જ સંસ્કાર જાગૃત થઈ જાય છે. એ સ્મૃતિ અને સંસ્કારનો નૈમિત્તિક (કારણ-કાર્યભાવ) સંબંધ છે. જીવાત્માથી સંબદ્ધ અંતઃકરણમાં અસંખ્ય સંસ્કાર પ્રસુપ્ત દશામાં પડી રહે છે. પરંતુ તેમાંથી તે સંસ્કાર જ જાગૃત થાય છે, કે જેમની સ્મૃતિ અભિવ્યંજક જાતિરૂપ કારણથી થાય છે. જાતિ, દેશ તથા કાળનું વ્યવધાન પણ સ્મૃતિ તથા સંસ્કારની સમીપતાને રોકી નથી શકતું. કેમ કે સ્મૃતિ અને સંસ્કારની એકરૂપતા = અભિવ્યંજક જાતિની સમાન જ હોય છે. ! ૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નોંધ -‘વૃષ–રંશ શબ્દનો અર્થ વ્યાખ્યાકારોએ માર્જર (બિલાડી) યોનિ કર્યો છે. જો કે એ શબ્દનો એ અર્થ પણ થાય છે. એટલા માટે મહર્ષિ દયાનંદે પણ વેદ ભાગ્યમાં વૃષ વંશઃ = માર્ગાર: (બિલાડી) (યજુ. ૨૪/૩૧) અર્થ કર્યો છે. પરંતુ એ અર્થ અહીં સંગત નથી કેમ કે અહીં સામાન્યરૂપથી જ કથન કરવામાં આવ્યું છે. ‘વૃષ’ શબ્દનો ધર્મ (પુણ્ય) તથા વંશ શબ્દનો અર્થ દુઃખ (અપુણ્ય) જ સંગત થાય છે. આ અર્થોમાં પ્રમાણ જુઓ - વૃષોત્તિ માવાન્ ધર્મ. (મનુ. ૮/૧૬) પિર્વાદ: શ્રેષ્ઠશ્વધર્મન્દ્વવૃવાચ્યતે(મહાભારત શાન્તિ, પર્વ ૩૪૨ અધ્યાય, ૮૯ શ્લોક) અને વંશશબ્દમાં વંશને સ્વા) ધાતુ છે. જે અનુસાર કાપવાવાળા=દુઃખ આપવાવાળા અપુણ્ય કર્મ વંશ કહેવાય છે. હવે – જીવવાની ઇચ્છા નિત્ય હોવાથી વાસનાઓનું અનાદિત્વ -
૩૨૪
तासामनादित्वं चाऽऽशिषो नित्यत्वात् ||१०|| સૂત્રાર્થ - (તાસTH) તે વાસનાઓનું (અનાસ્ત્વિમ્ ૨) અનાદિતા પણ સિદ્ધ છે. (આશિષ :) જીવવાની ઇચ્છાનું (નિત્યત્વાત) સદા બની રહેવાના કારણે. ભાષ્ય અનુવાદ – આશીઃ = ઇચ્છાનુંનિત્ય હોવાથી તેમની વાસનાઓનું અનાદિત્વ સિદ્ધ છે. જે એ આત્માશીઃ = પોતાની ઇચ્છા બધા પ્રાણીઓને દેખાય છે કે હું ન રહું એવું ન થાય અર્થાત્ હું સદા આવો જ (જીવતો) રહું, એ સ્વાભાવિક (કારણ વિનાનું) નથી તેનું કારણ એ છે કે ઉત્પન્નમાત્ર પ્રાણીઓની àપાત્મક દુઃખની સ્મૃતિનું નિમિત્તવાળો મરણ-ભય મૃત્યુધર્મના અનુભવ વિના કેવી રીતે હોઈ શકે ? અને સ્વાભાવિક વસ્તુ કારણનું આશ્રય નથી લેતી એટલા માટે અનાદિ વાસનાઓથી અનુવિદ્ધ = યુક્ત આ ચિત્ત (કર્માશયરૂપ) કારણવશ કેટલીક વાસનાઓને લઈને પુરુષના ભોગને માટે પ્રવૃત્ત થાય છે.
(ચિત્તના પરિમાણના વિષયમાં) કેટલાક બીજા આચાર્યો એવું માને છે કે
યોગદર્શન
For Private and Personal Use Only