________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવામાં આવ્યો છે – ક્ષણ અને તેના ક્રમમાં સંયમ કરવો. તેનો અભિપ્રાય એ છે કે પુરુપતત્ત્વથી ભિન્ન સંસારમાં જેટલા પણ પ્રકૃતિજન્ય પદાર્થ છે તે બધા ક્ષણ-પરિણામી છે અને પુરુષ (જીવાત્મા) અપરિણામી તત્ત્વ છે. તેમના ભેદનું જ્ઞાન, ક્ષણ તથા તેના ક્રમમાં સંયમ કરવાથી થાય છે. જે વખતે યોગીક્ષણ તથા તેમના ક્રમમાં સંયમ કરે છે ત્યારે તેને સમસ્ત પરિણામી પ્રકૃતિજન્ય પદાર્થોની યથાર્થ સીમાનો બોધ થઈ જાય છે અને અપરિણામી પુરુષતત્ત્વ એનાથી જુદો છે, એવું નિશ્ચયાત્મક જ્ઞાન થઈ જાય છે અને આ વિવેકજ-જ્ઞાનનો પ્રકાર (૩/પ૩) સૂત્રમાં સમજાવવામાં આવેલ છે. અર્થાત્ પદાર્થોનું એક બીજાથી ભેદનું જ્ઞાન, જાતિભેદ, લક્ષણભેદ તથા દેશભેદથી હોય છે. પરંતુ બે સરખા જણાતા સૂક્ષ્મ-પરમાણુ વગેરેના ભેદનું જ્ઞાન ક્ષણ અને તેના ક્રમમાં સંયમ કરવાથી થાય છે.
ક્ષણ તથા તેના ક્રમની વ્યાખ્યા વ્યાસ-ભાષ્યમાં આ પ્રકારે કરી છે – જેમ દ્રવ્યનો સૌથી નાનો કણ કે જેનો વધુ ભાગ ન થઈ શકે, તેને પરમાણુ કહે છે. તે જ રીતે સમયનો સૌથી નાનો વિભાગરહિત એકમ ક્ષણ છે. તેને વધુ સ્પષ્ટ કરવાને માટે વ્યાસ મુનિએ લખ્યું છે કે- જેટલા સમયમાં એક પરમાણું પોતાના પહેલા સ્થાનને છોડીને બીજા સ્થાનને પ્રાપ્ત થાય, તેટલા કાળની માત્રા “ક્ષણ” છે અને ક્ષણના પ્રવાહનું વિચ્છેદન ન થવું (બનેલું રહેવું) “ક્રમ' કહેવાય છે. પૂર્વ ક્ષણમાં આગળ થનારી ક્ષણની જે સમીપતા નજીકપણું) છે. તેને ક્રમ કહે છે. “ક્ષણ' શબ્દ “કાળ'ને બતાવે છે અને કાળ યથાર્થમાં કોઈ વસ્તુભૂત તત્ત્વ નથી. જેમ ઘટ-પટ (ઘડો, વસ્ત્ર) વગેરે વસ્તુભૂત દ્રવ્ય છે અને એક સાથે વિદ્યમાન રહે છે, તે જ રીતે બે ક્ષણોનું યુગપત (એકી સાથે રહેવું એક સાથે હોવું) સંભવ નથી. ક્ષણોનો સમૂહ મુહૂર્ત, રાત, દિવસ, માસ વગેરે બૌદ્ધિક સમાહાર (સંગ્રહ) હોવાથી અસ્થિર પુરુષોને વસ્તુરૂપ જેવું જણાય છે. ક્ષણોનો ક્રમ પણ બૌદ્ધિક વ્યવહાર જ છે, વસ્તુભૂત નથી, કેમકે બે ક્ષણો એકી સાથે નથી હોઈ શકતી. એક વર્તમાન (ચાલુ) ક્ષણ જ સત્ય છે. તે જ એક વર્તમાન ક્ષણનું પરિણામ જ સમસ્ત બ્રહ્માંડ છે. ક્ષણના આશ્રયથી વસ્તુના પરિણામને માપી શકાય છે. * યોગીને ક્ષણ અને તેના ક્રમમાં સંયમ કરવાથી
અતિસૂક્ષ્મ વસ્તુઓનાં પરિણામોનો સાક્ષાત્કાર થઈ જાય છે. જેથી યોગી પ્રત્યેક ક્ષણમાં વિદ્યમાન તથા પરિણામ થવાથી તેમની ભિન્નતાને જાણી શકે છે. [+ = આ સિદ્ધિને એ રૂપમાં લેવી જોઈએ કે ક્ષણ તથા તેના ક્રમમાં સંયમ કરવાથી નિત્ય અને અનિત્ય બધા પ્રકારની વસ્તુઓનું જ્ઞાન થઈ શકે છે. માટે આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] . પર છે નોંધ : (૧) પુરુષતત્ત્વથી અભિપ્રાય આત્મા તથા પરમાત્મા બંનેથી છે. (૨) ક્રમનું સ્વરૂપ સ્વયં સૂત્રકારે આ પ્રકારે બતાવ્યું છે -
ક્ષપ્રતિયોની પરિમાપરાન્તનાં (યો. ૪/૩૩) અર્થાત્ ક્ષણની પછી થનારા પરિણામના પાછળના ભાગ અથવા સમાપ્તિમાં જે ગ્રહણ કરવામાં આવે તે ક્રમ હોય છે. હવે... તે વિવેકજ જ્ઞાન નો વિષય - વિશેષ પ્રસ્તુત કરવામાં આવે છે - વિભૂતિપાદ
૩૦૩
For Private and Personal Use Only