________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जातिलक्षणदेशैरन्यतानवच्छेदात्तुल्ययोस्तत:
પ્રતિપત્તિ. I કરો. સૂત્રાર્થ: (07:) : બે સમાન દેખાતી વસ્તુઓનો (જ્ઞાતિ - તક્ષા-) જાતિ, લક્ષણ તથાદેશથી (માતાનવચ્છત) ભેદનો નિશ્ચય ન થવાથી (તત:) તે પૂર્વસૂત્રોકત ક્ષણ તથા તેના ક્રમમાં સંયમથી ઉત્પન્ન વિવેક જ્ઞાનથી પ્રતિત્તિ ) ભેદનો નિશ્ચય થાય છે. ભાખ-અનુવાદઃ બે સમાન પદાર્થોમાં દેશ (સ્થાન) અને લક્ષણની સમાનતા હોવા છતાં પણ જાતિભેદ તેની ભિન્નતાનો દેતુ= જ્ઞાપક હોય છે. જેમ કે - (એક સ્થાન પર રહેતા હોવાથી દેશ-સમાનતા તથા એક રંગ હોવાથી લક્ષણ-સમાનતા હોવા છતાં પણ) રિયન = આ ગાય છે વટવેય+ = આ ઘોડી છે. (આમાં જાતિકૃત ભેદ છે.)
સમાન સ્થાન તથા સમાન જાતિ હોવા છતાં પણ, લક્ષણ ભિન્નતાનો હેતુ હોય છે. જેમકે – ઋાનાક્ષી : = તે કાળી આંખવાળી ગાય છે. સ્વતિમતી = આ સ્વસ્તિક ચિહન વાળી ગાય છે. (એમનામાં લક્ષણકૃત ભેદ છે.)
બે આંબળાંમાં જાતિ તથા લક્ષણની સમાનતા હોવાથી દેશ (સ્થાન) ભેદ ભિન્નતાનો હેતુ છે જેમ કે - (જાતિ તથા લક્ષણની તુલ્યતા=સરખાપણુ હોવા છતાં પણ) આ આંબળ પૂર્વ દિશાનું છે અને આ ઉત્તર વર્તી (=ઉત્તર દિશાનું=પાછળનું) છે આનો જ્ઞાતા (જાણનારો) પુરુષના બીજા વિષયમાં આસક્ત થતાં પૂર્વ સ્થાન વાળા આંબળાને ઉત્તર સ્થાનમાં રાખી દેવામાં આવે ત્યારે જ્ઞાતા (જાણનારને) ને સમાનદેશી (સ્થાન) હોવાથી આ પૂર્વવર્તી આંબળુ છે અને આ ઉત્તરવર્તી, એવો ભેદ કરવાનું શક્ય નહીં થાય. તત્ત્વજ્ઞાન સંદેહ વિનાનું હોવું જોઈએ. એટલા માટે એમ કહેવાયું છે કે તે વિવેકજ્ઞાનથી જ (આ પ્રકારની) પ્રતિપત્તિ (જ્ઞાન) થાય છે. તેનો પ્રકાર એ છે કે પૂર્વવર્તી આંબળાની સાથેની ક્ષણોવાળું સ્થાન (દશ) ઉત્તરવર્તી આંબળાની સાથેની ક્ષણોવાળું સ્થાન (દશ)થી જુદું છે અને તે બંને આંબળાં પોત-પોતાના સ્થાનોની ક્ષણોના અનુભવોના કારણે જુદાં છે. બીજા સ્થાનોની ક્ષણોનો અનુભવ જ તે બન્ને આંબળાની ભિન્નતા જુદાપણા) નો હેતુ છે.
આ દષ્ટાંતથી સમાન-જાતિ, સમાન-લક્ષણ અને સમાન-સ્થાન (દશ) વાળા પરમાણુના પૂર્વવર્તી પરમાણુના દેશની સાથેવાળી ક્ષણોનો સાક્ષાત્કાર થવાથી ઉત્તરવર્તી પરમાણુનો તે પૂર્વદેશ ન હોવાથી તે ઉત્તરદેશનો (ક્ષણોની સાથે) અનુભવ જુદો હોય છે. સાથેવાળી ક્ષણોનો ભેદ હોવાથી તે બંને પરમાણુઓની ભિન્નતાનું જ્ઞાન ફ્રેશ્વર = યોગજ ઐશ્વર્યસંપન્ન યોગીને થઈ જાય છે.
૩૦૪
યોગદર્શન
For Private and Personal Use Only