________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકાતો. પરંતુ જે આંબળું પહેલાં ઉત્તરદેશમાં રાખ્યું હતું, તેની ક્ષણવાળો દેશ (સ્થાન) પૂર્વદેશમાં રાખેલા આંબળાની ક્ષણવાળા સ્થાનથી જુદો છે. યોગી પુરુષ ક્ષણ તથા તેના ક્રમમાં સંયમ કરીને આંબળાંના દેશ-ક્ષણ-અનુભવથી બંનેના ભેદનો નિર્ણય કરી લે છે. પૂર્વ તરફ રાખેલા આંબળાની ક્ષણ અને તેની ઉત્તરદેશમાં રાખવાની ક્ષણમાં તથા તેના ક્રમમાં સંયમ કરીને યોગી બંને આંબળાના પરિક્રમ (બદલવાના ક્રમ)નો સાક્ષાત્કાર કરી લે છે અને એ જાણી જાય છે કે આ આંબળાઓમાં અમુક આંબળું તે ક્ષણે પૂર્વ દેશમાં રાખવામાં આવ્યું હતું અને અમુક આંબળું ઉત્તરદેશમાં રાખવામાં આવ્યું હતું. બંને પૂર્વોત્તર સ્થાનોમાં રાખેલાં આંબળાંની ક્ષણો તથા તેના ક્રમમાં સંયમથી પરિવર્તિત (બદલાયેલા) દેશની ક્ષણ અને ક્રમના ભેદને યોગી જાણી શકે છે પણ સામાન્ય મનુષ્ય નહીં. આ જ દ્રષ્ટાંત સમાન જાતિ, લક્ષણ તથા દેશથી સમાન પરમાણુઓમાં પણ પૂર્વદેશ-ક્ષણ તથા ઉત્તરદેશ-ક્ષણનોં ભેદ તથા તેમના ક્રમમાં ભેદને જાણીને યોગી ભેદનો નિર્ણય કરી શકે છે. બીજા દર્શનકારોએ પરમાણુઓમાં ભેદજ્ઞાનને માટે અન્યત્રઅંતિમ વિશેષ (ભેદક) ધર્મને કારણ માન્યું છે. તેમના મતમાં પણ દેશ, લક્ષણ, મૂર્તિ, વ્યવધાન અને જાતિને ભેદનું કારણ માન્યું છે. પરંતુ ઉપરના ઉદાહરણમાં ક્ષણકૃત ભેદને તો યોગી જ સંયમ દ્વારા જાણી શકે છે. તેની પુષ્ટિમાં વ્યાસ-ભાષ્યમાં વાર્પગણ્ય આચાર્યનો મત પણ ઉદ્ઘત કર્યો છે. મૂળ પ્રકૃતિ = પરમાણુઓના ભેદને મૂર્તિ, વ્યવધાન, તથા જાતિથી જાણી શકાતો નથી, તેને માટે યોગીનો સંયમ જ ભેદનું જ્ઞાપક થઈ શકે છે. * = આ સિદ્ધિ પરીક્ષા કોટિ માં છે.] છે પ૩ છે હવે - વિવેકજ્ઞાનનું લક્ષણ –
तारकं सर्वविषयं सवर्थाविषयमक्रम
તિવિવેવં જ્ઞાનમ ૧૪ સૂત્રાર્થ (વિવેનું જ્ઞાન) વિવેકજ જ્ઞાન (તાવ) પોતાની પ્રતિભાથી ઉત્પન્ન થવાથી અનુપદિષ્ટ (ઉપદેશ વિનાનું) હોય છે. (સર્વ વિષયમ) બધા જ સૂક્ષ્મ, વ્યવહિત વગેરે વસ્તુઓને વિષય બનાવનારું હોય છે. (સર્વથા વિષયમ) બધાં જ તત્ત્વોનાં અતીત, અનાગત વગેરે રૂપોને બધા પ્રકારથી વિષય બનાવનારું હોય છે (વ) અને (અમ) ક્રમની અપેક્ષા ન રાખતાં, બધાને એક સાથે વિષયો બનાવનારું હોય છે. ભાપ્ય અનુવાદ (તારમ) જે યોગીને પોતાની પ્રતિભાથી ઉત્પન્ન ઉપદેશ વિના જ્ઞાન થાય છે તેને “તારક' કહે છે. (સર્વ વિષયY) બધા જ વિષય-જ્ઞાનનો અર્થ છે કે એ જ્ઞાન બધા જ વિષયોમાં પહોંચનારું હોવાથી, તેનાથી કંઈપણ અવિષયીભૂત (વિષય-વગરનું) નથી હોતું. (સર્વથા વિષયમ) (તનો અર્થ છે) કે યોગી ભૂત, ભવિખ્યત્ અને વર્તમાન
૩/૬
યોગદર્શન
For Private and Personal Use Only