________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુંભાર માટીથી ઘડા આદિની અને સોની સોનામાંથી આભૂષણ આદિની રચના કરી લે છે, એ બિલકુલ શાસ્ત્ર વિરુદ્ધ કલ્પના હોવાથી મિથ્યા તથા અસંભવ વાત છે.
તો પછી ‘નિર્માણ-ચિત્ત' શબ્દનો શું અર્થ છે ? તેનો ઉત્તર એ છે કે ‘નિર્માણ' શબ્દમાં ‘નિર્′ પૂર્વક ‘મા' ધાતુ થી ભાવમાં ‘લ્યુટ’ પ્રત્યય છે, જે અનુસાર ‘નિમિતિ-નિર્માળસ્’ બનાવવું એ આ શબ્દનો અર્થ છે અને નિર્માર્થ વિત્તમ્ નિર્માળચિત્ત આ સમાસના આશ્રયથી ‘બનાવવાને માટે ચિત્તની ઉત્કૃષ્ટ સાધના કરવી’ - નિર્માણ ચિત્ત કહેવાય છે જેમ સામાન્ય રૂપે મન એક સમયમાં એક જ કાર્ય કરી શકે છે, પરંતુ યોગીને –
=
तारकं सर्वविषयं सर्वथाविषयमक्रमं चेति विवेकजं ज्ञानम् ।। (यो. ३/५४)
આ સૂત્ર પ્રમાણે જ્યારે વિવેકોત્પન્ન જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો તેનાથી તે પ્રતીત (દેખાતા – જણાતા) ન થનારા ક્રમથી અનેક વિષયોને પણ જાણવામાં સમર્થ થઈ જાય છે. અતીત તથા અનાગત વિષયોને પણ જાણી લે છે. આ અવસ્થામાં યોગીને માટે કોઈ વસ્તુ અજ્ઞાત (જાણ્યા વિનાની) નથી રહેતી. આ અવસ્થાને પ્રાપ્ત કરવા માટે યોગી પોતાના ચિત્તની સાધના કરે છે, જે ચિત્તને પરમાત્માએ બનાવીને સર્ગની શરૂઆતમાં (સૃષ્ટિ રચનાની શરૂઆતમાં) જીવાત્માથી સંબદ્ધ કર્યું છે. તે ચિત્તની ઝં· {{હિત (અંદર આવેલી) શક્તિઓને જ યોગી સાધના કરીને પ્રબુદ્ધ (જાગૃત) - -, તે જ યોગીનું ‘નિર્માણ ચિત્ત’ કહેવાય છે. આ જ અર્થની સંગતિ આ પ્રકરણને અનુકૂળ કે ચોથા પાદના પહેલા સૂત્રથી પાંચમા સૂત્ર સુધી ચિત્તની સિદ્ધિઓનું જ વર્ણન કરવામાં આવ્યું છે. ચિત્તની રચના અથવા શરીરની રચના વગેરેનું નહીં. એટલામાટે સૂત્રકાર છઠ્ઠા સૂત્રમાં ચિત્તની વિભિન્ન સિદ્ધિઓમાં તંત્ર ધ્યાનઝમનાયમ્ કહીને સમાધિસિદ્ધ ચિત્તને જ વાસનાઓથી રહિત કહીને મોક્ષ-પ્રાપ્તિને માટે શ્રેષ્ઠ માને છે. વ્યાસ-ભાષ્યમાં પણ એક બીજા સ્થાન પ૨ નિર્માવૃિત્ત’ શબ્દનો પ્રયોગ આવે છે.
'आदिविद्वान् निर्माणचित्तमधिष्ठाय कारुण्याद् भगवान् परमर्षिरासुरये નિજ્ઞાસમાનાય તન્ત્ર પ્રોવવેતિ ।’ (યો. ૧ ૨૫ - વ્યાસ-ભાપ્ય)
જોકે વ્યાસ-મુનિએ અહીં તથા પોત’ કહીને આ વચનને ટાંકયું છે; જેનાથી સ્પષ્ટ છે કે એ વચન કોઈક પ્રાચીન આચાર્યનું છે. એમાં પણ એ જ અર્થ સંગત થાય છે કે પરમર્ષિ કપિલે પોતાના જિજ્ઞાસુશિષ્ય આસુરિને આ શાસ્ત્રનો ઉપદેશ ચિત્તનીવિશેષ સિદ્ધિને પ્રાપ્ત કરીને કર્યો.
For Private and Personal Use Only
‘નિર્માળવિજ્ઞાનિ’ એ પદ બહુવચનવાળું હોવાથી કેટલાક વ્યાખ્યાકારો એનો અર્થ અનેક ચિત્તોની રચના અથવા ‘ચિત્ત’ શબ્દને શરીરવાચી માનીને અનેક શરીરોની રચના કરે છે. પરંતુ એ વ્યાખ્યા અપ્રાસંગિક તથા મિથ્યા (ખોટી) હોવાથી સત્ય નથી. યોગીને સાધનાથી અક્રમિક (ક્રમ વિનાનું) અનેક જ્ઞાન તો થઈ જાય છે. પરંતુ આ ‘તારક’ નામની સિદ્ધિને માટે અનેક શરીરો તથા અનેક ચિત્તોની રચનાની જરૂરિયાત
કૈવલ્યપાદ
૩૧૭