________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીરોમાં યુગપ એક સાથે કાર્યનથી કરી શકતો. એટલા માટે વ્યાસ-ભાણના વહુનાં વિજ્ઞાન - પદોની વ્યાખ્યા પણ બહુ પ્રકારનું જ્ઞાન અથવા પ્રવૃત્તિ જ કરવી જોઈએ.
આગળના સૂત્રમાં જે ધ્યાનજ ચિત્તને બીજા મંત્ર આદિથી સિદ્ધ ચિત્તોથી વિશિષ્ટ માન્યું છે. ત્યાં પણ એ અભિપ્રાય કદાપિ નથી કે એક જ યોગીનાં વિભિન્ન ચિત્તોની અપેક્ષાથી એ વિશેષતા બતાવી છે. એક વ્યક્તિ પોતાના ચિત્તની સાધના મંત્ર-જપથી કરે છે, બીજી વ્યક્તિ તપથી કરે છે, ત્રીજો રસાયણ-ઔષધિથી શક્તિ સંપન્ન બનાવે છે. અને ચોથો પૂર્વજન્મની સાધનાથી ચિત્તને સાધે છે. આ ચારેય ચિત્તોની સિદ્ધિઓની અપેક્ષા સમાધિથી જે ચિત્ત સિદ્ધ થાય છે, તે જ વાસના રહિત હોવાથી મોક્ષ પ્રાપ્તિમાં પરમ સાધન બને છે. આનાથી આ સૂત્રની વ્યાખ્યામાં પૂર્વાપરની સંગતિથી કોઈ વિરોધ નથી આવતો. આ પાદનાં પહેલાં જ સૂત્રોમાં ચિત્તની વિભિન્ન સિદ્ધિઓ બતાવીને તેમનામાં યોગીને માટે ઉપયુક્ત ચિત્તની સિદ્ધિ બતાવવાનું જ સૂત્રકારને અભીષ્ટછે. આ સૂત્રોનો એમનાથી વિરુદ્ધ અર્થ કરવો અસંગત, પ્રકરણ વિરુદ્ધ, શાસ્ત્ર વિરુદ્ધ તથા અવૈદિક માન્યતાનો જ પોપક થઈ શકે છે, સત્યનો નહી. . પ . હવે – ધ્યાનજ ચિત્ત જ રાગ આદિ વાસનાથી રહિત હોય છે. -
तत्र ध्यानजमनाशयम् ॥६॥ સૂત્રાર્થ-તત્ર) તે પંચવિધ નિર્માણ ચિત્તોમાંથી નિગમ) ધ્યાન =સમાધિથી સિદ્ધચિત્ત (અનાશયમ) રાગ આદિની વાસનાથી રહિત હોય છે. ભાખ-અનુવાદ-નિર્માણ ચિત્ત પાંચ પ્રકારનું હોય છે - કેમ કે જન્મ, ઔષધિ, મંત્ર, તપ અને સમાધિથી પાંચ સિદ્ધિઓ પ્રકટ થાય છે જેનાથી ચિત્ત પાંચ પ્રકારનાં હોય છે) તેમનામાં જે ચિત્ત ન = સમાધિથી ઉત્પન્ન થાય છે તે જ (અનાથ) રાગ આદિ મૂલક આશય = વાસનાઓથી રહિત હોય છે. તેનાથી પુણ્ય તથા પાપનો સમ્બન્ધ = સંસર્ગ યોગીને નથી રહેતો, કેમ કે યોગીના અવિધા આદિ ક્લેશો ક્ષીણ થઈ જાય છે. સમાધિથી ભિન્ન ચિત્તોમાં તો ય = વાસનાઓ રહે છે. ભાવાર્થ- આ કૈવલ્ય પાદના પહેલા સૂત્રમાં જન્મજાત વગેરે પાંચ પ્રકારની સિદ્ધિઓ બતાવવામાં આવી છે. તે સિદ્ધિઓને અનુરૂપ ચિત્ત પણ પાંચ પ્રકારનાં માનવામાં આવ્યાં છે. અર્થાત્ ચિત્તની પાંચ વિશિષ્ટ અવસ્થાઓ બતાવવામાં આવી છે. જેમને નિર્માણ-ચિત્ત'ના નામથી કહેવામાં આવી છે. નિર્માણ-ચિત્તનો અભિપ્રાય ચિત્તોની રચના કરવી એ નથી, બલ્ક યોગ સાધના વગેરેથી ચિત્તની શક્તિઓને પ્રબુદ્ધ (જાગ્રત) કરવી એ છે. જો કે આ શક્તિઓ જન્મજાત આદિ સિદ્ધિઓથી પ્રબુદ્ધ થાય છે, પરંતુ સમાધિસિદ્ધ ચિત્તની અપેક્ષા (સરખામણીમાં) તેમનામાં મોક્ષ પ્રાપ્તિનું સામર્થ્ય નથી હોતું. તેનું કારણ એ છે કે તે ચિત્તોમાં રાગ આદિની વાસનાઓ બનેલી જ રહે છે, અને
જ્યાં સુધી વાસનાઓ રહે છે, ત્યાં સુધી જન્મ આદિનાં બંધનથી મુક્તિ થઈ શકતી નથી. પરંતુ જે સમાધિથી સિદ્ધ ચિત્ત હોય છે, તે અનાશય વાસનાઓથી સર્વથા રહિત થઈ કૈવલ્યપાદ
૩૧૯
For Private and Personal Use Only