________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. કેમકે એક ચિત્ત જ યોગજ-સિદ્ધિથી અતિશય સામર્થ્યસંપન્ન થઈ જાય છે, જેનાથી અનેક જ્ઞાન યોગીને થવા લાગે છે. આ અનેક જ્ઞાનપ્રાપ્તિના કારણે જ સૂત્રમાં બહુવચનનો પ્રયોગ સૂત્રકારે કર્યો છે. (અક્રમિક અનેક જ્ઞાનના વિષયમાં (યો. ૩/પ૪) સૂત્રભાષ્ય દ્રવ્ય છે.)
“અસ્મિતા” શબ્દના પણ અનેક અર્થ થાય છે - જેમકે “અસ્મિતાને યોગદર્શનકારે પાંચ ક્લેશોમાં પણ પરિગણિત કરી છે. જેની વ્યાખ્યા યો. (૨૩) સૂત્રમાં ચેતન-આત્મા તથા બુદ્ધિ વૃત્તિને એક સમજીને કરી છે. અને અસ્મિતા' પ્રકૃતિનો એક વિકાર પણ છે, જેને મહત્તત્ત્વનું કાર્ય કહે છે, જેના સત્ત્વ-ગુણ પ્રધાન અંશથી ઈદ્રિયોની રચના થાય છે.
અસ્મિતા' નો અર્થ ચિત્તની અહંકાર વૃત્તિ પણ થાય છે, જેનો સંયમ કરવાથી (યો. ૩/૪૭ સૂત્રમાં) “ઈદ્રિયજય' નામની સિદ્ધિ માની છે. જેની સિદ્ધિથી (યો. ૩/૪૮ સૂત્રમાં) મનોજવિત્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ ત્રણેય અર્થોમાં આ સૂત્રમાં પહેલાં બે અર્થોની સંગતિ ન થતાં, અહંકારવૃત્તિ રૂપ અર્થ જ અસ્મિતા' શબ્દનો અહીં સંગત થાય છે. યોગી આ જ વૃત્તિ દ્વારા નિર્માણ-ચિત્તની વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. ૪ હવે - અનેક નિર્માણ ચિત્તોના પ્રવૃત્તિ-ભેદમાં એક ચિત્ત જ પ્રયોજક હોય છે.
प्रवृत्तिभेदे प्रयोजकं चित्तमेकमनेकेषाम् ॥५॥ સૂત્રાર્થ - (અષF) મંત્ર વગેરેથી સિદ્ધ વિભિન્ન નિર્માણ ચિત્તોની પ્રવૃત્તિને) ભિન્ન-ભિન્ન જ્ઞાન કરાવનારી પ્રવૃત્તિ થતાં તે વિત્તમ) એક મુખ્ય ચિત્ત જ (પ્રયોગમ) પ્રવૃત્તિનો હેતુ હોય છે. ભાખ-અનુવાદ – ઘણાં જ ચિત્તોની એક ચિત્તને લઈને કયા પ્રકારે અભિપ્રાય-પૂર્વક પ્રવૃત્તિ થાય છે? તેનું કારણ એ છે કે સમસ્ત ચિત્તોનું પ્રેરક-ચિત્ત એક છે. તે એક ચિત્ત જ્યારે બીજાં ચિત્તોનું નિર્માણ કરે છે, ત્યારે તેનાથી પ્રવૃત્તિભેદ થઈ જાય છે. ભાવાર્થ - આનાથી પૂર્વસૂત્રમાં કહ્યું છે કે યોગી અસ્મિતા વૃત્તિથી નિર્માણ-ચિત્તો અર્થાત ચિત્તની સાધનાથી અનેક જ્ઞાન કરી લે છે. એ વિભિન્ન જ્ઞાનોની પ્રાપ્તિને જોઈને એ ભ્રમ થવા લાગે છે કે યોગીને અનેક ચિત્ત છે. આનું સમાધાન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. કે યોગીનું ચિત્ત એક જ હોય છે. જેની વિશેષ સાધનાથી યોગી અનેક જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને તે વખતે વિભિન્ન પ્રવૃત્તિઓનું પ્રવર્તક ચિત્ત એક જ હોય છે. જે વ્યાખ્યાકારોએ આનાથી પૂર્વ સૂત્રની આ ભ્રાંત વ્યાખ્યા કરી છે, કે યોગી અનેક ચિત્તોનું નિર્માણ કરે છે, તેમણે આ સૂત્રની વ્યાખ્યા પણ તેવી જ કરી છે. જો તેમની વ્યાખ્યા સત્ય હોત તો “વિભિન્ન શરીરોમાં બનાવેલાં વિભિન્ન ચિત્તોનું પ્રેરક એક જ મન થાય છે” આ વ્યાસ ભાષ્યની સંગતિ તેમના અર્થની સાથે નથી લાગી શકતી. કેમકે ચિત્ત સૂક્ષ્મ શરીરનું એક ઘટક હોવાથી પરિચ્છિન્ન છે. તે એક સાથે અનેક શરીરોમાં કાર્ય કદાપિ નથી કરી શકતું અને ચિત્તનો સ્વામી જીવાત્મા પણ પરિચ્છિન્ન (એક દેશી) છે. તે પણ વિભિન્ન
૩૧૮
યોગદર્શન
For Private and Personal Use Only