________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કદાપિ સંભવ નથી. હવે-જ્યારે યોગી અનેક શરીરોનું નિર્માણ કરે છે, ત્યારે શું તે શરીરો એકમનવાળાં હોય છે અથવા અનેક મનવાળાં?
निर्माणचित्तान्यस्मितामात्रात् ॥४॥ સૂત્રાર્થ - યોગી (અમિતામાત્રાતી અસ્મિતા માત્ર = અહંકારથી વિજ્ઞાન) નિર્માણ ચિત્તોને બનાવી લે છે. ભાષ્ય – અનુવાદ - ચિત્તનું કારણ અમિતાત્ર = અહંકારને લઈને યોગી નિર્મા-વિત્ત= પ્રવૃત્તિ માટે ચિત્તોને કરે છે, પછી શરીર વિત્ત–ચિત્તવાળાં થઈ જાય છે. ભાવાર્થ - આ સુત્ર પર પૌરાણિક વ્યાખ્યાકારોને મોટી ભ્રાન્તિ થઈ છે. જેના કારણે તેઓએ યોગી દ્વારા અનેક શરીરોની રચનાની કલ્પના કરી લીધી અને તેમના પ્રમાણે જ અનેક ચિત્તોની અસ્મિતાથી રચના પણ સ્વીકાર કરી છે, અને એટલેથી જ તેઓને સંતોષ ન થયો, તેઓએ આ સૂત્રની અવતરણિકામાં પણ પ્રક્ષેપ (ઉમેરો) કરી દીધો કે જેથી તેમનો કરેલો સૂત્રાર્થ સંગત લાગી શકે. જો તેમની વ્યાખ્યામાં યથાર્થતા હોત તો સૂત્રકાર નિષ્પચિંત્તાનિ ન કહેતા ‘વિત્તનિર્માનિ કહેતા, જેનાથી અર્થ સ્પષ્ટ થઈ જાય છે. યથાર્થમાં તેઓ આ સમસ્ત શબ્દને સમજ્યા જ નથી. નિર્માણ ચિત્તની વ્યાખ્યા : જીવાત્મા ગમે તેટલી સાધના કરે, પણ તે પરમાત્માની તુલ્ય (બરાબર) તથા પરમાત્માની રચના કરવામાં સમર્થ થઈ નથી શકતો. જોકે મુક્તાત્માનું, ઈચ્છા પ્રમાણે ફરવું, ઈશ્વરીય આનંદ ભોગવવો, અણિમા આદિ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી, વગેરે કાર્યોને કરવામાં સામાન્ય જીવોથી વિશિષ્ટતા થઈ જાય છે. પરંતુ તે પરમાત્માનાં કાર્ય, જગત રચના વગેરે નથી કરી શકતો, એટલા માટે વેદાન્ત દર્શનમાં કહ્યું છે કે
जगद्व्यापारवर्ज प्रकरणादसन्निहितत्वाच्च । (वे. ४/४/१७)
અર્થાત્ જગતની રચના વગેરે કાર્યોને છોડીને મુક્તાત્માને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. ચિત્ત આદિની રચના પણ સૃષ્ટિ-રચનાની અંદર જ છે, કે જે પરમાત્માને જ આધીન હોય છે, જીવાત્માને નહી. વેદમાં આ વિષયમાં સ્પષ્ટ કહ્યું છે કે -
શે અ દિપ તુNIK (ગુ. રર/રૂ) અર્થાત્ તે પરમાત્મા બે પગવાળાં મનુષ્ય આદિ અને ચાર પગવાળાં ગાય વગેરે પ્રાણીઓનાં શરીરોની રચના કરે છે. ઋષિ શબ્દનો અર્થ છે – સાક્ષાત્કાર કરનાર. એવા સાક્ષાત્ દ્રષ્ટા આપ્ત પુરુષોના વચનોમાં પરસ્પર વિરોધ કેવી રીતે હોઈ શકે? વેદાન્ત-દર્શનની વિરુદ્ધ યોગદર્શનમાં ચિત્ત આદિની રચના જીવકૃત માનવામાં આવી હોય એ કદાપિ સંભવ નથી. એટલા માટે સુત્રનો એ અર્થ કરવો કે યોગી “અસ્મિતા' તત્ત્વથી અનેક ચિત્તોનું નિર્માણ એવી રીતે જ કરી લે છે કે જેમ
૩૧૬
યોગદર્શન
For Private and Personal Use Only