________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપ, સ્વાધ્યાય, ઈશ્વર-પ્રણિધાન વગેરે કર્મો પુણ્ય આપનારાં છે. પરંતુ એમનામાં પણ કર્મફળની ઇચ્છા વિદ્યમાન રહેવાથી એ દુઃખનાં કારણ પણ બની જાય છે. (૪) અશુકલ - અકૃષ્ણકર્મ - જે બંને પુણ્ય-પાપથી રહિત કર્મ હોય છે. જેમાં કામના અથવા ફળની ઇચ્છાનો પણ સર્વથા ત્યાગ હોય છે અને જે ફક્ત દેહ-રક્ષણ તથા પરોપકારની ભાવનાથી જ કરવામાં આવે છે, તે અશુકલ-અકૃષ્ણ કર્મ યોગીઓનાં હોય છે. આ યોગીઓના અવિદ્યા આદિ ક્લેશો ક્ષીણ થઈ ગયેલા હોય છે. વાસનાઓ દગ્ધબીજ જેવી થઈ જાય છે, અને આ અવસ્થામાં પહોંચીને તેમનો વર્તમાન શરીર-સંયોગ અંતિમ હોય છે. ત્યાર પછી તે મુક્ત થઈ જાય છે. આવા યોગી પાપકર્મોમાં કદીપણ પ્રવૃત્ત જ નથી થતાં, અને પુણ્ય કર્મોને નિષ્કામભાવથી કરવાથી તેમનાં કર્મોને અશુકલ તથા અકૃષ્ણ કહે છે.
આ ચાર પ્રકારનાં કર્મોમાં યોગીનાં કર્મો અશુકલ-અકૃષ્ણ=પુણ્ય-પાપથી રહિત હોય છે. માટે તે યોગીનાં બંધનનાં કારણ નથી બનતાં પરંતુ બીજા ત્રણ પ્રકારનાં કર્મોનું ફળ, વાસનામૂલક હોવાથી બંધન થાય છે. એટલા માટે આ કર્મોને કરનારા મોક્ષને પ્રાપ્ત નથી કરી શકતા. ॥ ૭॥
-
હવે – ત્રિવિધ કર્મ ફળને અનુરૂપ વાસનાઓની અભિવ્યક્તિ - ततस्तद्विपाकानुगुणानामेवाभिव्यक्तिर्वासनानाम् ॥८॥
સૂત્રાર્થ - (તત: ) તે શુકલ, કૃષ્ણ તથા શુકલકૃષ્ણ, ત્રિવિધ કર્મોથી (તવિપાાનુ'મુળાનામ્ વ) તેમના ફળને અનુરૂપ જ (વાસનાનામ્) વાસનાઓની (અમિવ્યક્તિઃ ) મનુષ્ય વગેરે યોનિઓમાં અભિવ્યક્તિ = પ્રકટતા થાય છે. ભાષ્ય-અનુવાદ- (તત :) તે ત્રિવિધ કર્મ (પાપ, પાપ-પુણ્ય, તથા પુણ્ય)થી (તસ્-વિવાાનુ'મુળનામ) તે કર્મ ફળોને ભોગવ્યા પછી તેને અનુરૂપ જે વાસનાઓ રહી જાય છે, તેમની જ અભિવ્યક્તિ થાય છે, અર્થાત્ જે પ્રકારનાં (પાપ-પુણ્યના ભેદથી) કર્મનું જે ફળ છે, તેના અનુરૂપ જે વાસનાઓ કર્મફળ (ભોગ) પછી રહી જાય છે, તેમની જ અભિવ્યક્તિ થાય છે. ફલોન્મુખ થતાં ટેવ વર્મ=દેવ શ્રેણીનાં કર્મ, નારીય =નિકૃષ્ટ કીડા વગેરેની, તિર્યક્= પશુ-પક્ષીઓની અને મનુષ્યોની (કર્મને અનુરૂપ) વાસનાઓની અભિવ્યક્તિનું કારણ નથી હોઈ શકતું. પરંતુ દેવોને અનુરૂપ કર્મોની વાસનાઓ જ તેનાથી પ્રકટ થાય છે. ના૨કીય, નિર્યક તથા મનુષ્યની વાસનાઓમાં પણ આ જ પ્રકારે તે જ સમાન સિદ્ધાંત છે *
ભાવાર્થ - આનાથી પૂર્વ સૂત્રમાં વિભિન્ન કર્મોના ચાર ભેદ કહ્યા છે, તેમનામાં યોગી-પુરુષનાં કર્મ પુણ્ય-પાપથી રહિત હોય છે. તે જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. પરંતુ બાકીનાં ત્રણ પ્રકારનાં કર્મોવાળા અર્થાત્ જેમનાં કર્મ પાપરૂપ, અથવા પુણ્યરૂપ અથવા પાપ-પુણ્ય મિશ્રિત છે, તે જીવોનાં કર્મોનાં ફળની વ્યવસ્થા કેવી રીતે
કૈવલ્યપાદ
૩૨૧
For Private and Personal Use Only