________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજા આચાર્યો (વૈશેષિક દર્શનના જ્ઞાતા – જાણકાર) તો આ પ્રકારે) કહે છે કે (પરમાણુઓમાં) જેમ7=અંતિમવિશેષ ભેદકધર્મછે, (પરમાણુઓની) ભિન્નતાનું જ્ઞાન કરાવે છે. તેમના મતમાં પણ દેશ તથા લક્ષણભેદ તથા મૂર્તિ=પિંડરૂપ, વ્યવધાન અને જાતિના ભેદ જ ભિન્નતાનું (જ્ઞાપક) કારણ છે. (બધાંથી વધુ સૂક્ષ્મ ક્ષણોનો ભેદ તો યોગીની બુદ્ધિથી જ જાણી શકાય છે. એટલા માટે આચાર્ય વાર્ષગણ્યએ પણ કહ્યું છે કે
મૂર્તિ-વધિ-જ્ઞાતિ-બે માવાનાસ્તિ ભૂતપૃથર્વમ્ II”
અર્થાત્ મૂર્તિ= પિંડરૂપ (અવયવસંનિવેશ), થર્વાધ =સીમા (વ્યવધાન છૂ૫) અને જાતિનો ભેદ આ ભેદોનાં કારણોના અભાવથી મૂળ પ્રકૃતિ (પરમાણુઓ)માં પૃથક્વ નથી હોતું. ભાવાર્થ : પૂર્વ સૂત્રમાં ક્ષણ, અને તેના ક્રમમાં સંયમ કરવાથી વિવેકજ્ઞાનનું કથન કરવામાં આવ્યું છે અને આ સૂત્રમાં તેનો પ્રકાર સમજાવવામાં આવ્યો છે. આ બ્રહ્માંડમાં જેટલા પણ વિદ્યમાન (દખાતા) પદાર્થો છે, તેમનામાં ભેદનો નિશ્ચય જાતિ, લક્ષણ તથા દેશ (સ્થાન) થી થાય છે. જાતિનો અભિપ્રાય અનેક વ્યક્તિઓમાં જે અનુગત (રહેલો) સામાન્ય ધર્મ છે. જેમકે -ગાય માત્રમાં ગોત્વજાતિ અનુગત ધર્મ છે. એક જ દેશમાં સ્થાનમાં) સમાન લક્ષણ (કાળો વગેરે રંગ) વાળી ગાય અથવા ભંસમાં ભેદનું જ્ઞાન જાતિથી થાય છે. તે જ પ્રકારે ગાય અને વડવા (ઘોડી)નો ભેદ જાણી શકાય છે અને લક્ષણનો અભિપ્રાય ભેદક વિશેષ ધર્મથી છે. એક જ સ્થાનમાં જાતિથી સમાન વસ્તુઓના ભેદનું જ્ઞાન, લક્ષણ = (અસાધારણ = ખાસ, ધર્મ) થી થાય છે. જેમકે – કાળી આંખવાળી ગાય, સ્વસ્તિક ચિહ્નવાળી ગાય એમનામાં લક્ષણથી ભેદનો નિશ્ચય થાય છે અને દેશ (સ્થાન) થી અભિપ્રાય પૂર્વવત્વ-પરત્વઆદિ સ્થાનથી છે. (આગળ ના પાછળના વગેરેથી)
જેમકે – જાતિ અને લક્ષણથી સમાન (સરખાં) હોવા છતાં પણ બે આંબળાનો ભેદનો નિશ્ચય પૂર્વ-ઉત્તર દેશના ભેદથી થાય છે. આ આંબળુ પૂર્વ દેશવાળું છે. અને તે આંબળુ ઉત્તર દેશવાળું છે પરંતુ એ આંબળાં એકઠાં રાખ્યાં હોય અને જોનારે તેમને પૂર્વોત્તર રૂપમાં જોયાં હોય, અને તે દ્રષ્ટ પુરુષના અન્યમનસ્ક (બીજી તરફ મન જતાં) કોઈ તે આંબળાને વિપર્યય (ઊલટ-સૂલટ)થી રાખી દે અર્થાત્ પૂર્વદશના આંબળાને ઉત્તરદેશમાં અને ઉત્તરદેશના આંબળાને પૂર્વદેશમાં રાખી દે ત્યારે તે પૂર્વ દ્રષ્ટા તેમનો નિશ્ચય કદાપિ કરી નહીં શકે. પરંતુ તેમના ભેદનું જ્ઞાન યોગી વિવેકજ્ઞાનથી કરી શકે છે. વ્યાસ મુનિએ આ રહસ્યને આ પ્રકારે સમજાવ્યું છે.
જોકે એ બંને આંબળામાં જાતિ, લક્ષણ, તથા દેશ ભેદનો નિર્ણય કરી નથી
વિભૂતિપાદ
૩૦૫
For Private and Personal Use Only