________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ત્વ-પુરુષની શુદ્ધિ થતાં મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. ભલે તે યોગીને યોગજ વિભૂતિની પ્રાપ્તિ થઈ હોય કે ન થઈ હોય. એનાથી સિદ્ધ છે કે કૈવલ્ય-પ્રાપ્તિને માટે યોગજ વિભૂતિઓને પ્રાપ્ત કરવી જરૂરી નથી. જન્મ-જન્માંતરોની સાધના-વિશેષથી વિવેકખ્યાતિ, યોગજ વિભૂતિઓ વિના પણ થઈ શકે છે. અને યોગજ વિભૂતિઓ પછી પણ, માટે સંયમથી પ્રાપ્ત થનારી વિભૂતિઓને પ્રાપ્ત કરવી એ વૈકલ્પિક વ્યવસ્થા જ છે.
તેની સાથે જ વ્યાસ-ભાણમાં ‘વિવેજ્ઞજ્ઞાનમતિરસ્યવા એ પાઠ પણ છે. જેનાથી કંઈક બ્રાન્તિ અવશ્ય થાય છે, કે આ જ સૂત્રના ભાષ્યમાં વિવેકખ્યાતિથી લેશો દગ્ધ (બળી જવાથી) થવાથી સત્ત્વશુદ્ધિ કહી છે, કે જે કૈવલ્યપ્રાપ્તિમાં પરમ આવશ્યક છે અને પછી અહી વિવેકજજ્ઞાનનો વિકલ્પ કેમ કહ્યો છે? પરંતુ પૂર્વાપરના પાઠનું અનુશીલન કરવાથી આ ભ્રાન્તિનું નિરાકરણ થઈ જાય છે. અહીં વ્યાસભાગ્યના વિવેકજજ્ઞાન અને સત્ત્વ પુરુપાન્યતાખ્યાતિમાં અંતર છે. આ વિવેકજજ્ઞાન યોગવિભૂતિઓની સમાન જ એક વિભૂતિ માત્ર છે. યોગ સૂત્રકારે (૩/પ૨) સૂત્રમાં ક્ષણ-તત્ક્રમમાં સંયમ કરવાથી વિવેકજ જ્ઞાનની પ્રાપ્તિ માની છે. અને બીજી વિભૂતિઓની જેમ વિવેકજજ્ઞાન વિભૂતિની પણ મોક્ષ પ્રાપ્તિને માટે અપરિહાર્ય, આવશ્યકતા નથી, કેમકે આ વિભૂતિઓ વિના પણ સત્ત્વ-પુરુષની શુદ્ધિ થવાથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. કે પ૫ મા નોંધ : સમાધિજન્ય ઐશ્વર્ય સર્વાધિષ્ઠાતૃત્વ છે અને સર્વજ્ઞતા છે.
વિભૂતિપાદ સમાપ્ત
ક
વિભૂતિપાદ
૩૦૯
For Private and Personal Use Only