________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થાત્-બ્રહ્મજ્ઞાનીઓથી ભિન્ન જીવાત્માઓ જ્ઞાન તથા શુભ-અશુભ કર્મ પ્રમાણે મનુષ્ય આદિ શરીર ધારણ કરવાને માટે યોનિ=જન્મસ્થાનને પ્રાપ્ત કરે છે અને બીજા અતિ નિકૃષ્ટ (નીચ) પાપ કરનારા જીવાત્માઓ સ્થાવર વૃક્ષ આદિ યોનિઓને પ્રાપ્ત કરે છે. (ગ) પૂર્વકૃતતાનુબન્ધાસ્ તવુત્પત્તિ : ।। (ચાય. રૂ/૨/૬૪)
અર્થાત્ પૂર્વજન્મ કૃત કર્મ અને યોગાભ્યાસના ફલાનુબંધથી સમાધિની સિદ્ધિ થાય છે. આ પ્રકારે પૂર્વ જન્મમાં કરેલા યોગાભ્યાસના અનુરૂપ જે ઉત્તમ જન્મ પ્રાપ્ત થાય છે. અને તેમાં સામાન્ય જનની અપેક્ષા (સરખામણીમાં) ઉત્તમ સંસ્કારોના કારણે જે વિચિત્ર પરિણામ થાય છે તે જન્મજાત સિદ્ધિ કહેવાય છે.
(૨) ઔષધિ-જાત-સિદ્ધિ : “જેવું અન્ન ખાય તેવું મન થાય” આ લોક કહેવત પ્રમાણે અન્નનો મન પર વિશેષ પ્રભાવ પડે છે. (થાય છે) તામસિક ભોજનથી તમોગુણી, રાજસિક ભોજનથી રજોગુણી અને સાત્ત્વિક ભોજનથી સત્ત્વગુણી મન થઈ જાય છે. તે જ પ્રકારે પા૨ો વગેરેથી (તૈયાર) કરેલી રસાયણ ઔષધિઓ (દવાઓ)ના સેવનથી જે ચિત્ત વગેરેમાં વિલક્ષણ-પરિણામ થાય છે તે ઔષધિ-જાત-સિદ્ધિ હોય છે. જે સોમરસ આદિ ઔષધિઓથી કાયાકલ્પ થઈ જાય છે, તેમનાથી ચિત્તમાં પણ પરિણામ અવશ્ય થાય છે.
(૩) મંત્ર-જાત-સિદ્ધિ ઃ યોગદર્શનમાં સ્વાધ્યાયની ગણના નિયમોમાં કરેલી છે, જેના અનુષ્ઠાનથી અશુદ્ધિનો ક્ષય અને જ્ઞાન દીપ્તિ થાય છે. યો. (૨/૧-૨) સૂત્રોમાં ક્રિયાયોગમાં પણ તેની ગણના કરી છે, જેનું ફળ સમાધિ પ્રાપ્ત કરાવવી તથા ક્લેશોને ક્ષીણ કરવાનું છે. એટલા માટે યોગ દર્શનમાં કહ્યું છે કે સ્વાધ્યાયાવિતાલપ્રયોગ : ।। (યોગ, ૨/૪૪) અર્થાત્ સ્વાધ્યાય કરવાથી અભીષ્ટ દેવની સાથે મિલન થાય છે. સ્વાધ્યાયનો અર્થ વ્યાસમુનિએ આમ કર્યો છે - "સ્વાધ્યાયઃ પ્રવાપિવિત્રાળાં નવો મોક્ષશાસ્ત્રાધ્યયન વા ।। (યો.મા. ૨/⟩ અર્થાત્ ‘ઓમ્’ તથા ગાયત્રી આદિ પવિત્ર કરનારા મંત્રોનો જપ કરવો – અને મોક્ષનો ઉપદેશ કરનારાં વેદ આદિ શાસ્ત્રોનો અભ્યાસ કરવો ‘સ્વાધ્યાય' કહેવાય છે. માટે ગાયત્રી આદિ મંત્રોનો જપ તથા તદર્થભાવના કરવાથી જે ચિત્તની એકાગ્રતા અથવા નિર્મળતા થાય છે, તે મંત્ર સિદ્ધિ કહેવાય છે.
(૪) તપોજા સિદ્ધિ : ‘તપસ્ નો અર્થ-યોગાંગોના અનુષ્ઠાન કરવામાં ઠંડી ગરમી આદિ દ્વન્દ્વોને સહન કરવાં તે છે. યોગદર્શનમાં એના વિષયમાં કહ્યું છે – ાયેન્દ્રિયસિદ્ધિર શુદ્ઘિક્ષયાત્તપલ :’ (યો. ર૪રૂ) અર્થાત્ તપ દ્વારા અશુદ્ધિનો નાશ થવાથી શરીર અને ઈંદ્રિયોમાં જે વિશેષ શક્તિ પ્રાપ્ત થાય છે. અને તેનાથી અજ્ઞાનનો નાશ થવાથી જ્ઞાન - દીપ્તિરૂપ જે સિદ્ધિ થાય છે, તેને તપોજા સિદ્ધિ કહે છે. આ સિદ્ધિથી મન, ઇંદ્રિયો દ્વારા દિવ્ય-શ્રવણ આદિ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે.
For Private and Personal Use Only
-
(૫) સમાધિજા સિદ્ધિ ઃ યોગ સાધનાથી ચિત્તવૃત્તિનો નિરોધ થવાથી જે સમાધિ
:
કૈવલ્યપાદ
૩૧૧