________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો તો તેની સંગતિ લાગી શકે છે. કેમકે અણિમા આદિ સિદ્ધિઓનો પણ એ જ આશય છે. પરંતુ શરીરની યથેપ્ટ ગતિ માનવીને તો સર્વથા અયુક્તિયુક્ત જણાય છે. ૧ નોંધ ઃ તેમ છતાં યોગ દર્શનકાર તથા વ્યાસ-મુનિ બંનેએ બીજે પણ ‘આકાશગમન’ યોગીની એક વિભૂતિ માની છે. આ વિષયમાં ‘જાયાાશયો સંવન્યસંયમાત્નથુતૂત સમાપપ્તેશ્વઽાશમનમ્ ।।(યો.રૂ/૪ર)સૂત્ર તથા એના પર તતો યથેષ્ટાાશતિરસ્ય મવતીતિ ઇત્યાદિ સૂત્ર ભાષ્ય પ્રમાણ છે. માટે યોગસાધકોએ આ વિષયમાં વધુ ગવેષણા (સંશોધન) કરવી જોઈએ
:
હવે – એ પૂર્વોક્ત સિદ્ધિઓથી અન્ય જાતીય=જન્માંતરમાં પૂર્વથી વિલક્ષણ રૂપમાં પરિવર્તિત શરીર અને ઇંદ્રિયોનું
નાત્યન્તરપરિણામ પ્રત્યપૂરાત્ ॥૨॥
:
-
સૂત્રાર્થ - (પ્રત્યાપૂરાત) પ્રકૃતિ = શરીર ઇંદ્રિયોના ઉપાદાન કારણમાં (યોગજ-ધર્મ રૂપ સંસ્કારના) આપૂર=પ્રવેશ થવાથી (નાત્યન્તર પરિણામ :) બીજા જન્મ = દેહાન્તરમાં પરિણામ-જન્મજાત સિદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થાય છે.
ભાષ્ય-અનુવાદ : તે શરીર અને ઇંદ્રિયોના પહેલા જન્મનું પરિણામ સમાપ્ત થતાં સત્તર પછીથી સિદ્ધિઓથી થનારાં જન્માંતર પરિણામની પ્રાપ્તિ અપૂર્વ અવયવોના અનુપ્રવેશથી થાય છે. શરીર અને ઇંદ્રિયોની પ્રકૃતિઓ (ભૂત અને અસ્મિતા) આપૂર =
=
સિદ્ધિવશ સમર્થ હોવાથી પોત-પોતાના વિર =પરિણામને ધર્મ આદિ - નિમિત્તની અપેક્ષા કરતી પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ : આનાથી પૂર્વ સૂત્રમાં જન્મજાત વગેરે સિદ્ધિઓનું કથન કરવામાં આવ્યું છે. અને આ સિદ્ધિઓનો અભિપ્રાય શ૨ી૨, ઇંદ્રિય આદિમાં અસાધારણ દિવ્યશક્તિ પ્રાપ્ત કરવાનો છે. જયારે સાધક પૂર્વ દેહનો ત્યાગ કરીને બીજો દેહ પ્રાપ્ત કરે છે, તેને ‘જાત્યન્તર' કહે છે. તે દેહાન્તરમાં પૂર્વશરીરમાં કરેલાં મંત્ર, તપ, ઔષધ, તથા સમાધિનો પ્રભાવ કેવો હોય છે ? જેનાથી દેહાન્તરમાં (બીજા દેહમાં) શરીર અને ઇંદ્રિયોમાં વિલક્ષણ પરિણામ પ્રાપ્ત થઈ જાય છે. તેનો ઉત્તર આ સૂત્રમાં અને (૪/૩) માં આપવામાં આવ્યો છે. અર્થાત્ પૂર્વસૂત્રમાં જે સિદ્ધિઓ કહીછે, ,તેમના સંસ્કાર જન્માંતરના દેહ આદિમાં પ્રવેશ કરે છે, જેનાથી દેહ આદિમાં પૂર્વ શરીરથી વિલક્ષણતા પ્રાપ્ત થઈ જાય છે. પૂર્વ દેહ તથા ઇંદ્રિયોના કારણમાં જે ન્યૂનતા (ખામી) હતી, તેની પૂર્તિ (પુરવણી) તથા પ્રતિબંધક અશુદ્ધિનું અપાકરણ યોગજ ધર્મ થી દેહાન્તરમાં થઈ જાય છે. જેના પરિણામસ્વરૂપ યોગીને દેહાન્તરમાં પ્રાપ્ત શરીર ઇંદ્રિય આદિમાં દિવ્ય-શક્તિ પ્રાપ્ત થાય છે. જેનો પ્રકાર આગળના (યો. ૪/૩) સૂત્રમાં ખેડૂતના ઉદાહરણથી સમજાવવામાં આવ્યો છે. ॥ ૨ ॥
નોંધ : (૧) અહીં શરીર અને ઇંદ્રિયોનાં ઉપાદાન તત્ત્વોનું નામ પ્રકૃતિ છે. અને તે
કૈવલ્યપાદ
For Private and Personal Use Only
૩૧૩