________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેનાથી જુદો હોય, તેને વત્વ=મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. દગ્ધ ક્લેશબીજવાળા યોગીને જ્ઞાનની પછી કોઈ આવશ્યક્તા અથવા ઈચ્છા નથી રહેતી, બુદ્ધિસત્ત્વની શુદ્ધિ દ્વારા આ સમાધિજન્ય ઐશ્વર્ય અને જ્ઞાનનો ૩પમ = કથન કરવામાં આવ્યું છે. વાસ્તવમાં તો જ્ઞાનથી જ અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. તે અજ્ઞાન નિવૃત્ત થતાં ઉત્તર =ભાવિ (અવિદ્યાથી ઉત્પન્ન થનારાં અસ્મિતા આદિ) ક્લેશ ઉત્પન્ન નથી થતાં અને ક્લેશોનો અભાવ થતાં કર્મફળોનો અભાવ થઈ જાય છે અને આ (ક્લેશના અભાવની) દશામાં પોતાનું કાર્ય સમાપ્ત થવાથી કૃતકૃત્ય થયેલા સત્ત્વ આદિ ગુણો, પુરુષ = ચેતન આત્માને માટે ફરીથી દશ્યરૂપમાં ઉપસ્થિત નથી થતા. તે પુરુષનું કેવલ્ય છે, તે વખતે પુરુષ = આત્મા, સ્વરૂપમાત્ર જ્યોતિવાળો, નિર્મળ તથા કેવલી થઈ જાય છે. ભાવાર્થ: મોક્ષપ્રાપ્તિનાં અંતરંગ સાધનોનું તથા સંયમથી થનારી વિભિન્ન વિભૂતિઓનું વર્ણન કર્યા પછી, સૂત્રકારે આ સૂત્રમાં કૈવલ્યપ્રાપ્તિની ઉચ્ચતમ દશાનું વર્ણન કર્યું છે. સૂત્રમાં “સત્ત્વ' શબ્દથી ચિત્તની સાત્ત્વિક બુદ્ધિવૃત્તિનું ગ્રહણ છે. ચિત્ત પ્રકૃત્તિનું કાર્ય હોવાથી ત્રિગુણાત્મક છે. જ્યારે ચિત્તમાં રજોગુણ અથવા તમોગુણ મુખ્ય હોય છે, ત્યારે ચિત્ત મલિન રહે છે અને જ્યારે યોગાભ્યાસ કરતાં કરતાં રજોગુણ તથા તમોગુણ અભિભૂત થઈને ક્ષીણપ્રાય થઈ જાય છે, ત્યારે સત્ત્વગુણ પ્રધાન હોવાથી, ચિત્ત શુદ્ધ થઈ જાયછે, અને તે ચિત્ત પુરુષ જીવાત્મ-તત્ત્વની જેમ શુદ્ધ જણાય છે. એ શુદ્ધિ વિવેકખ્યાતિ દ્વારા અવિદ્યા આદિ ક્લેશો તથા ચિત્તમાં રહેલી વાસનાઓના દગ્ધબીજવતુ થવાથી થાય છે. પુરુષ' શબ્દથી અહીં જીવાત્માનું ગ્રહણ છે. તેની મલિનતા શું છે? વિવેકMાતિના અભાવમાં પરસ્પર ભિન્ન બુદ્ધિ અને પુરુપનાં જ્ઞાનોની અભેદ (જુદી નહીં તેવી = એક જેવી) પ્રતીતિ થવાથી જે ભોગ આસક્ત થવું, એ જ પુરુષની મલિનતા છે. કેમ કે પુરુષને બાહ્ય વિષયોનું જ્ઞાન કરાવવાને માટે બુદ્ધિતત્ત્વ મુખ્ય સાધન છે. ઈદ્રિયો દ્વારા ગૃહીત વિષય બુદ્ધિમાં જેવો ભાસે છે (જણાય છે) તેવો જ પુરુષને બોધ થાય છે. ઈદ્રિયો દ્વારા ગૃહીત બાહ્યવિષયોના અનુરૂપ બુદ્ધિવૃત્તિ શાન્ત, ઘોર અને મૂઢ થઈ જાય છે અને તેવું જ પુરુષને જ્ઞાન થાય છે. બુદ્ધિવૃત્તિ અને પુરુષના બોધની સમાનતા થવી એ જ ભોગ છે. અને એ જ પુરુષની અશુદ્ધિ છે. વિવેકખ્યાતિ થવા માટે ચિત્તની શુદ્ધિ થવી જરૂરી છે તથા ચિત્ત શુદ્ધિથી સત્ત્વ-પુરુષના ભેદનો બોધ થતાં પુરુષશુદ્ધિ થાય છે. પુરુષ પોતાના શુદ્ધ સ્વરૂપમાં રહેતાં “કેવલી’ થઈ જાય છે અને પ્રકૃતિના સંપર્કથી સર્વથા છૂટી જાય છે, એ જ પુરુષની મુક્તિ કહેવાય છે. વ્યાસ-ભાગ્યમાં એ પણ સ્પષ્ટ કહ્યું છે કે મોક્ષ પ્રાપ્તિને માટે પ્રકૃતિ-પુરુષનું વિવેકજ્ઞાન થવું ઘણું જ જરૂરી છે. જેથી અવિદ્યા આદિ ક્લેશોનો ક્ષય થઈને સત્ત્વ અને પુરુષની શુદ્ધિ થાય છે. પરંતુ વિભિન્નયોગજ વિભૂતિઓને પ્રાપ્ત કરવી જરૂરી નથી. આ જ તથ્યને સ્પષ્ટ કરતાં લખ્યું છે કે
एतस्यामवस्थायां कैवल्यं भवतीश्वरस्यानीश्वरस्य वा । ૩૦૮
યોગદર્શન
For Private and Personal Use Only