________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નોંધ-(૧) કલ્પવૃક્ષ, ગંગા, અપ્સરા વગેરેની વાતો અર્વાચીન પૌરાણિકકાળની હોવાથી પ્રક્ષિપ્ત (ભેળવેલી) છે. કમનીય કન્યાથી ભિન્ન અપ્સરા કોણ છે? કલ્પવૃક્ષ કયાં આગળ છે? ગંગા નદીનો શું આશયછે? આ બધું કાલ્પનિક જ જણાય છે, અને કેટલાંક પુસ્તકોમાં આ પાઠ કોઠાન્તર્ગત કરવાથી પણ સંદિગ્ધ (શંકાશીલ) છે. હવે - ક્ષણ અને તેના ક્રમમાં સંયમ કરવાનું ફળ -
क्षणतत्क्रमयोः संयमाद्विवेकजं ज्ञानम् ॥५२॥ સૂત્રાર્થ - યોગીને લગ-તમો ) ક્ષણ તથા તેના ક્રમમાં સંચમ) સંયમ કરવાથી (વિવેગમ) વિવેકથી ઉત્પન્ન જ્ઞાનમ) જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. ભાપ્ય અનુવાદ - જેમ દ્રવ્યનું પર્વ = સૂક્ષ્મ કરતાં કરતાં અંતિમ ભાગ પરમાણુ કહેવાય છે, તે જ રીતે અત્યંત નાના કાળના અંતિમ અંશને ક્ષણ કહેવામાં આવે છે. અથવા જેટલા સમયમાં પરમાણુ પૂર્વ શ = પહેલા સ્થાનને છોડે (ખસે) અને ૩ત્તત્તેશ = બીજા સ્થાનને પ્રાપ્ત કરે (થાય) તેટલા સમયને ક્ષણ કહે છે. તે ક્ષણનો પ્રવાહ (ધારા) ન તૂટવો જ (ક્ષણનો) ક્રમ છે. ક્ષણ અને તેના ક્રમને વહુરૂપથી સમાહાર (સંગ્રહ) નથી બલ્ક બુદ્ધિગત ક્ષણ સમાહાર (ક્ષણ સમૂહ) હોય છે. જેમ કે મુહૂર્ત, દિવસ, રાત વગેરે. તે એ કાળ (ક્ષણ સમુહરૂપ) વસ્તુશૂન્ય હોવા છતાં પણ બુદ્ધિથી નિર્મિત શબ્દજ્ઞાન (શાબ્દી પ્રભા)નું અનુસરણ કરનારો છે અને વ્યુત્થાનí = અસમાહિત દષ્ટિવાળા લૌકિક સામાન્યજનોની સામે વસ્તુરૂપ જેમ અવમત = પ્રતીત થાય છે.
પરંતુ ક્ષણ તો વાસ્તવમાં ક્રમના આશ્રયભૂત હોય છે અને ક્રમ ક્ષણોનું નૈત્તિર્ય સ્વરૂપ (તારતમ્યરૂપ) હોય છે. અર્થાત્ એક ક્ષણની પછી બીજી ક્ષણ એ રૂપ ક્રમ છે. તેને (ક્ષણ નૈત્તિર્યરૂપી ક્રમને જ) કાલવેત્તા (કાળને જાણનાર) યોગી “કાળ' નામથી કહે છે. બે ક્ષણ એક સાથે નથી હોતી અને ક્રમ પણ એક સાથે રહેલી બે ક્ષણોનો નથી હોતો. કેમકે બે ક્ષણોનું એક સાથે રહેવું સંભવ નથી. પૂર્વેક્ષણની આગળ થનારી ક્ષણનું જે માનાર્ય = સામીપ્ય (નજીક પણું) છે, તે ક્રમ છે. માટે વર્તમાન (અવસ્થા વાળી) જ એક ક્ષણ હોય છે. તેનાથી પહેલા તથા પછીની ક્ષણ વર્તમાન (ચાલુ) નથી હોતી એટલા માટે ક્ષણોનો સમાહાર (સંગ્રહ) નથી હોતો. જે ભૂતકાલીન અને ભવિષ્યની ક્ષણો છે તે નિશ્વિત = અતીતલક્ષણ પરિણામ તથા અનાગતલક્ષણ પરિણામમાં સામાન્ય રૂપથી અનુગત કહેવાવી જોઈએ. આ કારણથી આ એક (વર્તમાન=ચાલુ) ક્ષણથી જ સમસ્ત જગત પરિણામને પ્રાપ્ત થતું રહે છે. તે જ (વર્તમાન) ક્ષણ પર આ બધા ધર્મો ચઢેલા=પ્રાપ્ત થયેલા હોય છે. તે બંને ક્ષણો અને તેના ક્રમમાં સંયમ કરવાથી તે બંનેનો યોગીને સાક્ષાત્કાર થાય છે અને તે સાક્ષાત્કારથી વિવેકજ જ્ઞાન પ્રકટ થાય છે. ભાવાર્થ: યોગદર્શનકારે (૩૩૫) સૂત્રમાં પુરુષતત્ત્વની ચિત્તથી ભિન્નતાને જાણવા માટે સ્વાર્થ-સંયમ આદિ ઉપાય બતાવ્યા છે. આ સત્ત્વ-પુરુષાન્યતાખ્યાતિ જ્ઞાનને વિવેકજ જ્ઞાન પણ કહે છે. તે જ્ઞાનની પ્રાપ્તિનો એક બીજો ઉપાય આ સૂત્રમાં વર્ણન ૩૦૨
યોગદર્શન
For Private and Personal Use Only