________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીર્ઘકાળમાં સંસાધનીય યોગમાર્ગ પર ચાલનારા પુરૂષને માટે ડગલેને પગલે સજાગ તથા ઉદ્બદ્ધ રહેવું ઘણું જ જરૂરી છે અને ઉત્તરોત્તર ઉન્નત સ્તર પર પહોંચતાં પતનની વધારે સંભાવના રહેવાથી યોગીને ઘણું જ સાવધાન રહેવાની જરૂરિયાત રહે છે.
યોગીના આ વિભિન્ન સ્તરોને વ્યાસભાષ્યમાં ચાર ભાગોમાં વહેંચ્યા છે – (૧) પ્રાથમકલ્પિકયોગી - જેણે હજી યોગાભ્યાસ શરૂ જ કર્યો છે, યોગની જ્યોતિ ભોગ માર્ગની સરખામણીમાં પ્રશસ્ય હોવાથી જેની શ્રદ્ધાવશ તેમાં પ્રવૃત્તિ જ થઈ છે, તેને હજી કોઈપણ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત નથી થઈ (૨) મધુભૂમિક - આ યોગનો બીજો સ્તર છે. એમાં યોગીને નિજૅન્ત ઋતંભરા પ્રજ્ઞા પ્રાપ્ત થઈ જાય છે. જેનાથી યોગીને આગળ વધવામાં પૂરી સહાયતા મળે છે. (૩) પ્રજ્ઞાજ્યોતિ - આ ત્રીજા સ્તરમાં યોગી પાંચભૂતો તથા ઈદ્રિયો પર વિજય પ્રાપ્ત કરી લે છે. તેનાથી (૩/૪૫) અણિમા વગેરે તથા (૩/૪૮) મનોજવિત્વ વગેરે સિદ્ધિઓ યોગીને પ્રાપ્ત થઈ જાય છે. (૪) અતિક્રાન્ત ભાવનીયયોગના આ સ્તરમાં યોગી ત્રીજા સ્તરની સિદ્ધિઓથી વિરક્ત (છૂટો) થઈ જાય છે અને તેને આત્મતત્ત્વને જાણવાને માટે સમસ્ત સ્તરોને પાર કર્યા પછી ચિત્તને પોતાના કારણમાં લય કરવાનું જ બાકી રહે છે. આ દિશામાં તેનું ચિત્ત (૨/૨૭ માં કહેલી) સાત પ્રકારની પ્રાન્તભૂમિ પ્રજ્ઞાવાળું થઈ જાય છે.
યોગના આ વિભિન્ન સ્તરોમાં ત્રીજા અને ચોથો સ્તર જ એવો છે કે જેમાં યોગીને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. એવા સિદ્ધપુરુષ પ્રત્યે અતિશય શ્રદ્ધા રાખનારી સાંસારિક વ્યક્તિ, સિદ્ધપુરુષને આદરપૂર્વક પોતાનાં સ્થાનો પર બોલાવીને તેનો ઉત્તમોત્તમ ભોગોથી યથાશક્તિ સત્કાર કરવાની ઈચ્છા પ્રકટ કરે છે અને યોગીને નિમંત્રણ આપે છે. તે વખતે યોગીની સામે બે પ્રકારનાં પતનનાં કારણ ઉપસ્થિત થઈ શકે છે. (૧) યોગી તેમના નિમંત્રણનો સ્વીકાર કરીને તેમનાં નિવાસસ્થાનો પર જવા લાગે અને અતિશય સત્કારથી ઉપહાર કરેલા ભોગોમાં આસક્ત થવાથી તેમના પ્રત્યે આકૃષ્ટ થવા લાગે. અને (૨) યોગીને યોગના ચમત્કારો અને બીજા લોકોથી અતિશય આદર કરવાથી અભિમાન પેદા થવા લાગે. આ બંને પ્રસંગો યોગીને માટે અનિષ્ટકારક છે. કે જે તેને યોગથી ભ્રષ્ટ કરી શકે છે.
યોગના ભાગ્યકાર કારુણિક મહર્ષિ વ્યાસે સૂત્રાર્થને સ્પષ્ટ કરતાં યોગાભ્યાસી વ્યક્તિને અહીં ઘણો જ સાવધાન કર્યો છે. યોગી પુરુષને યોગજ સિદ્ધિઓના ચમત્કારો તથા સંસારિક લોકોના નિમંત્રણોથી સદા બચતા રહેવું જોઈએ અને એવી સ્થિતિ પેદા થતાં યોગી પ્રતિપક્ષની ભાવનાને જાગૃત કરીને એ અનિષ્ટોનું નિવારણ કરતો રહે. અર્થાત્ જે ક્લેશોથી દુઃખી થઈને મેં ઘણા જ કઠિન અભ્યાસ દ્વારા યોગનો દીપક પ્રાપ્ત કર્યો છે, અભિમાન અને આસક્તિએને જે બુઝાવીને ફરીથી સંસારના જટિલ પાશમાં (જાળમાં) બાંધનારાં છે, માટે તેમનાથી જુદા રહેવું જ કલ્યાણકારક છે, વગેરે પ્રતિપક્ષની ભાવના સદા જાગૃત કરતો રહે છે પ૧ વિભૂતિપાદ
૩૦૧
For Private and Personal Use Only