________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને મૃત્યુને પણ દૂર કરે છે. આ આકાશમાં ચાલનારું વિમાન છે, આ કલ્પવૃક્ષ છે, આ પવિત્ર ગંગા છે, આ સિદ્ધ મહર્ષિ છે, આ શ્રેષ્ઠ અનુકૂળ અસરાઓ છે, આ દિવ્ય કાન અને નેત્ર છે, આ વનતુલ્ય શરીર, આ બધું આપે પોતાના ગુણો દ્વારા જ અર્જિત કર્યું છે. તેને આપ (ચિરંજીવી) સેવન કરો અને આ અક્ષય,અજર અને અમર દેવોને પ્રિય સ્થાનનો સ્વીકાર કરો.
આ પ્રકારે કહેવાતા ઉપનિમંત્રિત યોગી વિષયોની આસક્તિના દોષોને જોતો આ પ્રકારે વિચાર કરે - આ ભીષણ સંસાર (જન્મ-મરણ)ના ધધકતા અંગારોમાં બળવા સમાન દુઃખોને સહન કરતાં અને જન્મ-મરણના ઘોર અંધકારમાં ભટકતા મેં જેમ તેમ (કોઈપણ રીતે) લેશમૂળ અવિદ્યા, અંધકારનો નાશ કરનારો આ યોગરૂપી દીપક પ્રાપ્ત કર્યા છે. અને એ યોગ-દીપકની એ તુણાના કારણભૂત વિષયોની વાયુ પ્રતિપક્ષ = વિરોધી છે. આ યોગ દીપકના પ્રકાશવાળો હું આ વિષયરૂપી મૃગતૃણાના ધોખામાં આવીને કેવી રીતે ફરીથી તે જ સળગતા ધકધકતા) સંસારના અગ્નિમાં પોતાને ઈધણ (બળતણ) બનાવું? આપનો આ સ્વપ્નતુલ્ય તથા કૃપ= હીન અથવા દયનીયમનુષ્યો દ્વારા અભિષણીય વિષયોને માટે મળ્યો છું. આ પ્રકારે સુસ્થિર બુદ્ધિવાળો થઈને યોગી સમાધિ = યોગસાધનામાં જ લાગેલા રહે.
આ પ્રકારે યોગી ઉપસ્થિત વિષયોમાં પણ આસક્ત ન થઈને ૧= ગર્વ પણ ન કરે કે હું તો હવે દેવોનો પણ પ્રાર્થનીય થઈ ગયો છું. કેમ કે ગર્વના કારણે યોગી પોતાને સુસ્થિર માનતો મૃત્યુ દ્વારા વાળને પકડવા સમાન પોતાને સમુન્નત કરી નહી શકે. કેમ કે આ ગર્વિત (ગર્વવાળા) યોગીના બીજા દોષોની તાકમાં રહેનારા અને ઘણા પ્રયત્નથી દૂર કરવા યોગ્ય પ્રમાદ (અસાવધાની) લબ્ધાવકાશ થઈને અવસર મળતાં લેશોને ઉભારી દેશે અર્થાત આશ્રય આપીને લેશોમાં ફસાવી દેશે. તેનાથી ફરીથી અનિષ્ટનો પ્રસંગ (સંસારચક્રમાં ફસાવવાનુ) થઈ જશે.
આ પ્રકારે આસક્તિ તથા ગર્વથી શૂન્ય યોગી દ્વારા માવિત = સાક્ષાત કરાયેલા (યોગાનુષ્ઠાન કરાયેલા) અભ્યાસ રૂપ અર્થ સુદઢ થઈ જશે અને ભાવના = સાધન કરવા યોગ્ય અર્થ સામે આવી જશે અર્થાત યોગારૂઢ થઈને અગ્રસર થતો રહેશે. (આગળ વધતો રહેશે) ભાવાર્થ-ચિત્તવૃત્તિઓના નિરોધને આ શાસ્ત્રમાં યોગ માન્યો છે. પરંતુ નિરોધથી પહેલાં ક્ષિપ્ત, વિક્ષિપ્ત વગેરે વિભિન્ન દશાઓને પાર કરીને નિરોધ દશાને યોગી પ્રાપ્ત કરે છે. તેને અવિદ્યા આદિ ક્લેશોનો ક્ષય, પરવૈરાગ્યપ્રાપ્તિ, અનાદિકાલીન ચિત્તમાં રહેલી વાસનાઓનું વિવેક-ખ્યાતિથી બાળી નાંખવું અને ચિત્તને એકાગ્ર કરીને નિરોધ દશાને પ્રાપ્ત કરવી વગેરે ઉપાયો કરવા પડે છે. જે યોગાભ્યાસી જે સ્તર પર પહોંચી ગયો છે, તેને તેટલી જ જલ્દી સફળતા પ્રાપ્ત થાય છે અને બીજા યોગાભ્યાસમાં પ્રથમ સ્તર પર લાગેલી વ્યક્તિઓને તે સ્તર પર પહોંચવામાં વિલંબ થવો સ્વાભાવિક જ છે. એવા ૩૦૦
યોગદર્શન
For Private and Personal Use Only